રોજ અનેક યુઝર્સ વોટ્સએપનો ઉપયોગ કરે છે, તેમ છતાં ઘણા લોકોને તેની રસપ્રદ અને યુઝફુલ ટ્રિક વિશે ખબર નથી. આજે અમે તમને એવી 5 ટ્રિક વિશે જણાવી રહ્યા છીએ જે કામની છે અને તમને તેના વિશે કદાચ જ ખબર હશે...
1. ઓડિયો મેસેજ વોઈસ કોલ રીતે સાંભળી શકો છો
વોટ્સએપ પર મોકલેલા ઓડિયો મેસેજ જાહેરમાં બધા વચ્ચે ના સાંભળી શકાય. વોઈસ મેસેજ સાંભળવા માટે ઘણા લોકો પ્રાઈવસી શોધતા રહે છે, પરંતુ હવે તમે વોઈસ મેસેજને કોલની જેમ સાંભળી શકશો. આ માટે તમારે ઈયરફોનની જરરુ પણ નહિ પડે અને સામે ઉભેલી વ્યક્તિ સાંભળી પણ નહિ શકે.
આ માટે તમારે વોઈસ મેસેજ પ્લે કરીને ફોન તમારા કાનની નજીક લઇ જવાનો રહેશે જેમ કે તમે કોલ કરી રહ્યા હોવ. તેનાથી ફોનનું પ્રોક્સિમિટી સેન્સર ઓડિયો મેન સ્પીકરથી ઈયરપીસમાં સ્વીચ કરી દેશે, જેનાથી તમને જ અવાજ સંભળાશે.
2. જીમેલ પર ચેટ હંમેશાં માટે સેવ કરી શકો છો
તમે જીમેલની મદદથી વોટ્સએપ ચેટ કોઈને પણ મોકલી શકો છો. વોટ્સએપ ચેટ તમારા પર્સનલ જીમેલ અકાઉન્ટ પર મોકલીને તેને હંમેશાં માટે સેવ કરી શકો છો. આ માટે વોટ્સએપ સેટિંગમાં જઈને ચેટ હિસ્ટ્રીમાં આપેલા એક્સપોર્ટ ચેટમાં જાઓ. અહિ તમારે જેની ચેટ જીમેલ પર સેવ કરવી હોય તે કોન્ટેક્ટ સિલેક્ટ કરી શકો છો. તમે એ પણ નક્કી કરી શકો છો કે મીડિયા ફાઈલની સાથે ચેટ એક્સપોર્ટ કરવી છે કે મીડિયા ફાઈલ વગર.
3. ગ્રુપ કે કોન્ટેક્ટ ચેટથી મીડિયા ફાઈલ્સ એક વખતમાં ડિલીટ કરી શકો છો
કેટલાક કોન્ટેક્ટ કે ગ્રુપ તમારા ફોનના સ્ટોરેજમાં બોજ રૂપ બની જાય છે કારણકે તમારે કામની ના હોય તેવી મીડિયા ફાઈલ્સ આવતી રહે છે. વોટ્સએપ તમને કોઈની પણ ચેટમાંથી મીડિયા ડિલીટ કરવાનો ઓપ્શન આપે છે.
તેના માટે તમારે WhatsApp Settings-> Data and storage usage-> Manage Storage સિલેક્ટ કરવું પડશે. તમારે તમામ ચેટ મીડિયા સાઈઝના પ્રમાણે મહત્તમ ક્રમમાં દેખાશે. ચેટ પર ટેપ કરીને તમે તે ગ્રુપ અથવા કોન્ટેક્ટ માટે મીડિયા ફાઈલ્સ દેખાશે, તેને તમે એક એક કરીને સિલેક્ટ કરી શકો છો અથવા તમામને એક સાથે સિલેક્ટ કરીને ડિલીટ કરી શકો છો.
4. વ્હોટ્સએપમાં ઉપયોગ થતા ડેટાને મર્યાદિત કરો
વ્હોટ્સએપમાં એક ઓપ્શન છે, જેનાથી તેના દ્વારા ઉપયોગ કરવામાં આવતા ડેટા પર પ્રતિબંધ લગાવી શકાય છે. તેના માટે WhatsApp Settings-> Data and storage usageને સિલેક્ટ કરવું પડશે.
તમે કયા પ્રકારનાં મીડિયાને ઓટોમેટિક ડાઉનલોડ કરવા માગો છો, તેને તમે સિલેક્ટ કરી શકો છો અથવા જ્યારે મોબાઈલ ડેટા, વાઈફાઈ અથવા રોમિંગનો ઉપયોગ કરી રહ્યા છો, તો તેના અનુસાર અલગ મંજૂરી આપી શકો છો. જ્યારે તમે કોઈપણ એક પર ટેર કરો છો, તો તમને મીડિયા (ફોટો, ઓડિયો, વીડિયો અને ડોક્યુમેન્ટ)ને સિલેક્ટ કરવાનો ઓપ્શન મળશે.
5. સેન્ડ કરવાથી ફોટાનું રિઝોલ્યુશન ઓછું નહીં થાય
જ્યારે તમે વ્હોટ્સએપ પર કોઈ ફોટો સેન્ડ કરો છો તો એપ તેની રીતે રિસાઈઝ કરે છે. તેનાથી ફોટાની ઓરિજિનલ ક્વોલિટી ખરાબ થઈ જાય છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો વ્હોટ્સએપમાં એક ખાસ ફીચર છે.
તમે ફોટાને ડોક્યુમેન્ટમાં સેન્ડ કરી શકો છો. તેના દ્વારા તમે ઓરિજિનલ ક્વોલિટીમાં જ ફોટાને સેન્ડ કરી શકશો. તેને કરવા માટેની રીત એ છે કે, જ્યારે તમે વ્હોટ્સએપ પર ફોટો સેન્ડ કરી રહ્યા હોવ તો ચેટમાં અટેચમેન્ટમાં જઈને ડોક્યુમેન્ટ પર ટેપ કરો. ત્યારબાદ બ્રાઉઝ ડોક્યુમેન્ટમાંથી તમે તે ફોટોને પસંદ કરી શકો છો, જેને તમે ઓરિજિનલ રિઝોલ્યુશનમાં સેન્ડ કરવા માગો છો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.