તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • These 5 Smartphones Will Get Rid Of The Problem Of Frequent Charging, Even After Watching Videos All Day Long, Its Battery Will Not Run Out; It Can Also Charge Other Smartphones

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાવરફુલ સ્માર્ટફોન:વારંવાર ચાર્જ કરવાની સમસ્યાથી છૂટકારો અપાવશે આ 5 સ્માર્ટફોન, દિવસભર વીડિયો જોવા પર પણ તેની બેટરી પૂરી નહિ થાય; તેનાથી અન્ય સ્માર્ટફોન પણ ચાર્જ કરી શકાશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ સ્માર્ટફોનમાં 22 કલાક સુધી એક્શન ગેમ રમી શકાશે
  • 50 કલાકથી પણ વધારે ફોન પર વાત કરી શકાશે

મલ્ટિ ટાસ્કિંગ સ્માર્ટફોન યુઝર્સ માટે સૌથી મોટી સમસ્યા બેટરીની છે. ખાસ કરીને ટ્રાવેલિંગ દરમિયાન બેટરીને ધ્યાનમાં રાખીને સ્માર્ટફોનનો ઉપયોગ સમજી વિચારીને કરવો પડે છે. તેથી ઘણા યુઝર્સ તેમની સાથે પાવરબેન્ક સાથે રાખે છે, પરંતુ માર્કેટમાં એવા સ્માર્ટફોન અવેલેબલ છે જે પાવરબેન્ક જેટલા જ પાવરફુલ છે. અમે તમારા માટે આવા 5 સ્માર્ટફોનનું લિસ્ટ તૈયાર કર્યું છે.

10000mAhનું બેટરી બેકઅપ

  • જો તમે એક્શન ગેમના રસિયા છો તો 10000mAhની બેટરીવાળા સ્માર્ટફોન પર 22 કલાક ગેમ રમી શકાય છે.
  • આટલી પાવરફુલ બેટરી પર 24 કલાક વીડિયો જોઈ શકાય છે. 5 દિવસ સુધી સોન્ગ્સ સાંભળી શકાય છે.
  • તમે ફોન પર 50 કલાક સુધી વાત કરી શકો છો.

1. બ્લેકવ્યૂ BV9100

આ સ્માર્ટફોનમાં 13000mAhની બેટરી મળે છે. તે ક્વિક ચાર્જિંગ સપોર્ટ પણ કરે છે. તે રિવર્સ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે તેનાથી નોન સ્ટોપ 60 કલાક સુધી વાત કરી શકાય છે. ફોનમાં 6.3 ઈંચની ફુલ HD ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 1080x2340 પિક્સલ છે. તેમાં 16MP+0.3MPનું રિઅર કેમેરા સેટઅપ અને 16MPનો ફ્રન્ટ કેમેરા મળે છે. ફોનમાં 2.3GHz ઓક્ટા કોર પ્રોસેસર સાથે 4GB રેમ અને 64GB ઓનબોર્ડ સ્ટોરેજ મળે છે. આ સ્માર્ટફોનને IP68 વોટરપ્રૂફિંગ રેટિંગ મળ્યું છે.

2. ક્વિકટેલ K10000 MT6735

આ સ્માર્ટફોનમાં 1000mAhની બેટરી મળે છે, જે ક્વિક ચાર્જિંગ સપોર્ટ કરે છે. તે રિવર્સ ચાર્જિંગ સપોર્ટ પણ કરે છે. ફોનમાં 5.5 ઈંચની HD ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 1280x720 પિક્સલ છે. તેમાં 13MPનો રિઅર અને 5MPનો ફ્રન્ટ કેમેરા મળે છે. ફોનમાં 1.0Ghz ઓક્ટા કોર પ્રોસેસર સાથે 2GB રેમ અને 16GB સ્ટોરેજ મળે છે.

3. ડૂઝી N100

આ સ્માર્ટફોનમાં 1000mAhની બેટરી મળે છે, જે ક્વિક ચાર્જિંગ સપોર્ટ કરે છે. તેમાં 5.9 ઈંચની ફુલ HD ડિસ્પ્લે છે, જે 1080x2340 પિક્સલનું રિઝોલ્યુશન ધરાવે છે. તેમાં 21MP+8MPનું રિઅર કેમેરા સેટઅપ મળે છે અને 8MPનો ફ્રન્ટ કેમેરા મળશે. ફોનમાં 2.0GHz હીલિયો P23 પ્રોસેસર સાથે 4GB રેમ અને 64GBનું ઓનબોર્ડ સ્ટોરેજ મળે છે.

4. બ્લેકવ્યૂ BV9500 પ્રો

આ સ્માર્ટફોનમાં 10000mAhની બેટરી મળશે, જે ક્વિક ચાર્જિંગ સપોર્ટ કરશે. તેનાથી અન્ય સ્માર્ટફોન પણ ચાર્જ કરી શકાશે. ફોનમાં 5.7 ઈંચની ફુલ HD ડિસ્પલે મળે છે, જે 2160x1080 પિક્સલનું રિઝોલ્યુશન ધરાવે છે. ફોનમાં 2.5GHz હીલિયો P70 ઓક્ટા કોર 64 બિટ પ્રોસેસર સાથે 4GB રેમ અને 64GBનું ઓનબોર્ડ સ્ટોરેજ મળે છે.

5. યૂલેફોન પાવર 5

આ ફોનમાં 10000mAhની બેટરી મળે છે. તે ક્વિક અને રિવર્સ ચાર્જિંગ સપોર્ટ કરે છે. તેનાથી અન્ય સ્માર્ટફોન પણ ચાર્જ કરી શકાશે. ફોનમાં 6 ઈંચની ફુલ HD ડિસ્પલે મળે છે, જે 2160x1080 પિક્સલનું રિઝોલ્યુશન ધરાવે છે. ફોન 21MP+5MPનું રિઅર કેમેરા સેટઅપ અને 8MP+5MPનું ફ્રન્ટ કેમેરા સેટઅપ ધરાવે છે. ફોનમાં 2.0GHz મીડિયાટેક P70 ઓક્ટા કોર પ્રોસેસર સાથે 6GB રેમ અને 64GBનું ઓનબોર્ડ સ્ટોરેજ મળે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- તમારું કોઇપણ કામ પ્લાનિંગ સાથે કરવું તથા પોઝિટિવ વિચાર તમને નવી દિશા પ્રદાન કરશે. અધ્યાત્મિક કાર્યો પ્રત્યે પણ તમારો રસ રહેશે. યુવા વર્ગ પોતાના ભવિષ્યને લઇને ગંભીર રહેશે. નેગેટિવઃ- તમારી ...

વધુ વાંચો