તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેક બાઈંગ ગાઈડ:આ 5 નેકબેન્ડમાં સતત 15 કલાક સુધી સોંગ સાંભળી શકશો, કિંમત અઢી હજારથી પણ ઓછી છે

10 મહિનો પહેલા
 • કૉપી લિંક

મ્યુઝિકના શોખીન માટે હાલ માર્કેટ ઘણા પ્રકારના ઓડિયો ઈક્વિપમેન્ટ્સ અવેલેબલ છે. કેટલાકને પોર્ટેબલ સ્પીકર ગમી રહ્યા છે, તો ઘણાને નેકબેન્ડ. નેકબેન્ડનો ફાયદો એ છે કે તે ગળામાં લટકાવી શકાય છે. તે ખોવાઈ જવાની શક્યતા ઘણી ઓછી છે.

જો તમે પણ સારા નેકબેન્ડ ખરીદવાનું વિચારી રહ્યા છો તો, કેટલાક નેકબેન્ડ્સનું લિસ્ટ તૈયાર છે. તેમાં માટે સારો સાઉન્ડ મળે છે તેવું નથી પણ ઘણા એડવાન્સ ફીચર્સ પણ મળે છે. જુઓ આ લિસ્ટ....

1.વિંગાજોય CL-40
કિંમત: 2499 રૂપિયા

 • કંપનીએ હાલમાં જ આ નેકબેન્ડ લોન્ચ કર્યા છે. તે 5 કલર ઓપ્શનમાં અવેલેબલ છે. તે ઇન-ઈયર ડિઝાઈન કર્યા છે અને તેમાં HD સાઉન્ડ ઈફેક્ટ મળે છે.
 • સ્ટાઈલિશ અને લાઈટવેટ આ નેકબેન્ડમાં બ્લૂટૂથ 5.0 કનેક્ટિવિટીની સુવિધા મળે છે. તેમાં 10 મીટરની રેંજ છે.
 • કંપનીએ દાવો કર્યો છે કે, તેમાં 15 કલાક પ્લેટાઈમની સાથે ફાસ્ટ-ચાર્જિંગ સપોર્ટ મળે છે.

2. એસક્લાઉડ હેડસેટ
કિંમત: 2499 રૂપિયા(ફ્લિપકાર્ટ)

એસક્લાઉડના નેકબેન્ડ દેખાવમાં સિમ્પલ અને બેઝિક છે. બેન્ડ ઘણા લાઈટવેટ છે. જેને લીધે સરળતાથી ઉપયોગ કરી શકાશે. કંપની 3 મહિનાની વોરંટી આપી રહી છે. કંપનીએ દાવો કર્યો છે કે તેમાં 12 કલાકની બેટરી લાઈફ મળે છે. નેકબેન્ડ પર જ કંટ્રોલ બટન મળે છે.

3.એકાઈ ઝિપ્પી ZY200
કિંમત: 2492 રૂપિયા (ફ્લિપકાર્ટ)

 • આ ઈયરફોન દેખાવમાં થોડા સ્ટાઈલિશ છે. તેમાં રેડ અને બ્લેક કલર ઓપ્શન અવેલેબલ છે. બેન્ડમાં જ ચાર્જિંગ, કનેક્શન અને પાવર ઈન્ડિકેટર મળી જાય છે.
 • તેમાં બ્લૂટૂથ 5.0 કનેક્ટિવિટી છે. તે એન્ડ્રોઈડ અને iOS એમ બંને ડિવાઈસમાં કનેક્ટ થઇ જાય છે. કંપની આ બેન્ડ પર 6 મહિનાની વોરંટી આપી રહી છે.
 • કંપનીએ દાવો કર્યો છે કે, તેમાં 110 mAhની બેટરી છે. ફુલ ચાર્જમાં તે 9 કલાકનો પ્લેટાઈમ આપે છે. ચાર્જ થવામાં માત્ર 20 મિનિટનો સમય લાગે છે. તે IPX4 વોટરપ્રૂફ છે .

4. ઓરાઈમો નેકબેન્ડ
કિંમતઃ 2399 રૂપિયા (ફ્લિપકાર્ટ)

 • ઓરાઈમોના નેકબેન્ડ દેખાવામાં પણ સ્ટાઈલિશ છે. બેન્ડ પર જ બધા કંટ્રોલ બટન છે, જેનાથી કોલ આન્સર-એન્ડ, મ્યુઝિક પ્લે-પૉઝ, વોલ્યુમ કંટ્રોલ કરી શકાય છે.
 • ખાસ વાત એ છે કે, તેમાં 220 mA બેટરી છે, જેને ચાર્જ થવામાં 30 મિનિટનો સમય લાગે છે, ત્યાર બાદ તેમાં 12 કલાકનો પ્લેટાઈમ અને 310 કલાકનો સ્ટેન્ડબાય ટાઈમ મળે છે.
 • કનેક્ટિવિટી માટે બ્લુટૂથ 5.0 સપોર્ટ અને 10 મિનિટની રેંજ મળે છે. ઈ-કોમર્સ સાઈટ પર ઘણા પ્રકારની ઓફર્સ પણ આપવામાં આવી રહી છે. કંપની તેના પર 365 દિવસની વોરંટી પણ આપે છે.

5. નોઈસ ટ્યુન ફ્લેક્સ નેકબેન્ડ
કિંમતઃ 2199 રૂપિયા (ફ્લિપકાર્ટ)

 • નોઈડના આ નેકબેન્ડની ડિઝાઈન એકદમ સિમ્પલ અને ક્લાસી છે. તે સ્પેસ ગ્રે અને ટીલ ગ્રીન કલરમાં ઉપલબ્ધ છે.
 • ખાસ વાત એ છે કે, તેમાં ડ્યુઅલ પેયરિંગ સોપર્ટની સાથે IPX5 વોટર રઝિસ્ટન્ટ સપોર્ટ પણ મળે છે. તેમાં મેગ્નેટિક ઈયરબડ્સ મળે છે.
 • પરંતુ તેને ચાર્જ થવામાં 2 કલાકનો સમય લાગે છે, ત્યારબાદ તેમાં 12 કલાકનો પ્લે ટાઈમ મળે છે.
 • કનેક્ટિવિટી માટે તેમાં બ્લુટૂથ 5 વર્ઝનનો સપોર્ટ મળે છે, તે ઉપરાંત 10 મીટરની રેન્જ પણ મળે છે.