તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Utility
 • Gadgets
 • These 5 Budget Friendly Scooters Are Popular Not Only For Looks But Also For Performance And Comfort, See List

ઓટો બાઈંગ ગાઈડ:આ 5 બજેટ ફ્રેન્ડલી સ્કૂટર માત્ર લુક્સ નહીં પરંતુ પરફોર્મન્સ અને કન્ફર્ટ માટે પણ પોપ્યુલર છે, જુઓ લિસ્ટ

8 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એક્ટિવા પર કંપની 6 આકર્ષક ઓફર આપી રહી છે, જેમાં 5 હજાર રૂપિયા સુધીનું કેશબેક સામેલ છે
 • TVS એનટોર્ક 125 ટોપ-સ્પીડ રેકોર્ડ અલોય વ્હીલ્સ સહિત ઘણા ઈન્ટરેસ્ટિંગ ફીચર્સથી સજ્જ છે

સ્કૂટર્સના પણ અલગ જ ફેન ફોલોઈંગ છે. ઘરે બાઈક હોવા છતાં પણ કેટલાક લોકો સ્કૂટરથી મુસાફરી કરવાનું પસંદ કરે છે. કારણ એ પણ છે કે તેને કોઈપણ ઉંમરની વ્યક્તિ ચલાવી શકે છે, તે ઉપરાંત તેને ચલાવવા માટે વધારે કંઈ કરવાની પણ જરૂર નથી પડતી. સાથે તેમાં લગેજ સ્પેસ પણ મળે છે. બાઈકની સરખામણીમાં તેમાં વધારે સામાન પણ લઈ જઈ શકાય છે. જો તમે પણ સ્કૂટર ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો અમે ભારતીય માર્કેટમાં ઉપલબ્ધ પાંચ બજેટ ફ્રેન્ડલી સ્કૂટરનું લિસ્ટ તૈયાર કર્યું છે, જેનાથી તમને સ્કૂટર ખરીદવામાં મદદ મળી શકે. નીચે જુઓ લિસ્ટ...

1. એક્ટિવા 6G (Activa 6G)
પ્રારંભિક કિંમત: 65892 રૂ. (એક્સ-શોરૂમ દિલ્હી)

 • ઓફિશિયલ સાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, કંપની સ્કૂટર પર 6 આકર્ષક ઓફર આપી રહી છે, જેમાં 5 હજાર રૂપિયા સુધીના કેશબેક સહિત 50% EMI ઓફર સામેલ છે.
 • એક્ટિવા હંમેશાંથી જ વેચાણની બાબતમાં નંબર 1 પર છે. સમયની સાથે તેમાં ઘણા ફીચર્સ જોડવામાં આવ્યા છે.
 • સ્કૂટરમાં લાંબી સીટ અને મોટા વ્હીલબેસની સાથે 109ccનું સિંગલ સિલિન્ડર એન્જિન છે, જે 7.86bHp પાવર અને 8.79nm ટોર્ક જનરેટ કરે છે.
 • તેના સ્ટાન્ડર્ડ વર્ઝનની કિંમત 65892 રૂપિયા છે જ્યારે DLXની કિંમત 67392 રૂપિયા છે. (તમામ કિંમત, એક્સ-શોરૂમ દિલ્હી)

2. TVS એનટોર્ક 125 (TVS NTORQ 125)
પ્રારંભિક કિંમત: 68885 રૂ. (એક્સ-શોરૂમ દિલ્હી)

 • એનટોર્ક 125 કંપનીનું સ્પોર્ટી લુકવાળું સ્કૂટર છે. સૌથી પહેલા તેને ફેબ્રુઆરી 2018માં લોન્ચ કરવામાં આવ્યું હતું. સ્કૂટરમાં 124.79ccનું સિંગલ સિલિન્ડર, એર કૂલ્ડ SOHC એન્જિન છે, જે 7.5bHp અને 10.5nm ટોર્ક આપશે.
 • તેમાં અલોય વ્હીલ્સ, ટ્યુબલેસ ટાયર્સ, ટેલિસ્કોપિક ફોર્ક્સ, ટોપ-સ્પીડ રેકોર્ડ સહિત ઘણા ઈન્ટરેસ્ટિંગ ફીચર્સ છે.
 • તે ચાર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. વેરિઅન્ટના હિસાબથી તેની કિંમત 68885થી 77865 રૂપિયા સુધી છે. (તમામ કિંમત, એક્સ-શોરૂમ દિલ્હી)

3. સુઝુકી એક્સેસ 125 (Suzuki Access 125)
પ્રારંભિક કિંમત: 72,200 રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી)

 • આ સ્કૂટર સૌથી વધુ વેચાનાર સ્કૂટર છે. સમય સાથે કંપનીએ તેના લુક્સમાં પણ ફેરફાર કર્યો છે.
 • તેના સ્ટાન્ડર્ડ મોડેલ 5 કલર તો સ્પેશિયલ એડિશન 3 કલર વેરિઅન્ટમાં અવેલેબલ છે.
 • તેમાં 124ccનું ફોર સ્ટ્રોક, સિંગલ સિલિન્ડર, એર કૂલ્ડ એન્જિન, જે 8.7 psનો પાવર અને 10Nmનું ટોર્ક જનરેટ કરે છે.
 • સ્કૂટર 5 વેરિઅન્ટમાં અવેલેબલ છે. તેની દિલ્હી એક્સ શૉ રૂમ કિંમત 72,200થી 74,800 રૂપિયા સુધી છે.

4. હોન્ડા ડિયો (Honda Dio)
પ્રારંભિક કિંમત: 61,970 રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી)

ડિયો ફન્કી અને સ્પોર્ટી લુક ધરાવનાર સ્કૂટર છે. તેમાં ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ કન્સોલ સહિત ફોર ઈન વન ઈગ્નિશન જેવાં ફીચર્સ મળે છે. તેનો V શેપ હેડ લેમ્પ તેના લુકને ખાસ બનાવે છે. તેમાં 109ccનું એન્જિન મળે છે, જે 9Nm ટોર્ક અને 7.6 ps પાવર જનરેટ કરે છે. પોતાનાં માઈલેજ, પર્ફોર્મન્સ અને કમ્ફર્ટને લીધે તે યુવાનોમાં પોપ્યુલર છે. તેના સ્ટાન્ડર્ડ મોડેલની કિંમત 61970 રૂપિયા અને DLX મોડેલની કિંમત 65320 રૂપિયા છે. (તમામ કિંમતો, એકસ શૉ રૂમ દિલ્હી)

5. TVS જુપિટર (TVS Jupiter)
પ્રારંભિક કિંમત: 64,077 રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી)

 • આ કંપનીનું બેસ્ટ સેલિંગ સ્કૂટર છે. કંપનીનો દાવો છે કે, તેમાં 15% વધારે માઈલેજ, રિફાઈન્ડ એન્જિન મળે છે.
 • આ સિવાય સ્કૂટરમાં મજબૂત મેટલ બોડી, ફ્રન્ટ યુટિલિટી બોક્સ, ફ્રન્ટ ટેલિસ્કોપિક સસ્પેન્શન અને રિયર એડ્જ્સ્ટેબલ સસ્પેન્શન જેવાં ફીચર્સ મળે છે.
 • તેમાં 109ccનું એન્જિન છે, જે 7.3 hpનો પાવર અને 8.4 Nmનું ટોર્ક જનરેટ કરે છે.
 • સ્કૂટર 4 વેરિઅન્ટમાં અવેલેબલ છે, જેની કિંમત 64077 રૂપિયાથી 70802 રૂપિયા સુધી છે. (તમામ કિંમતો, એકસ શૉ રૂમ દિલ્હી)
અન્ય સમાચારો પણ છે...