તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • These 5 Android Smartphones Can Be Purchased At The Cheapest Price, It Will Also Have Social Media Support; All Cost Less Than Rs 3000

સૌથી સસ્તી ડીલ!:આ 5 એન્ડ્રોઈડ સ્માર્ટફોન સૌથી સસ્તી કિંમતમાં ખરીદી શકાશે, તેમાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પણ સપોર્ટ કરશે; તમામની કિંમત 3000 રૂપિયા કરતાં ઓછી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ સ્માર્ટફોન પર નો કોસ્ટ EMI અને અન્ય બેંકિંગ ઓફર પણ મળી રહી છે
  • તમામ ફોનમાં રિઅર અને ફ્રન્ટ કેમેરા મળે છે

ભારતમાં હાલ સ્માર્ટફોન માર્કેટમાં મોટી રેન્જ અવેલેબલ છે. સ્માર્ટફોનની ખરીદી પ્રાઈસ સેગમેન્ટ સાથે ફીચર્સ સેગમેન્ટ પ્રમાણે પણ કરી શકાય છે. માર્કેટમાં હાલ 5 હજાર રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીના સ્માર્ટફોન અવેલેબલ છે. અમે તમારા માટે 3000 રૂપિયા કરતાં પણ ઓછી કિંમતના 5 સ્માર્ટફોનનું લિસ્ટ તૈયાર કર્યું છે.

આ તમામ સ્માર્ટફોન અન્ડ્રોઈડ સિસ્ટમ પર કામ કરે છે. અર્થાત તેમાં વ્હોટ્સએપ, ફેસબુક સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ થઈ શકશે. તો સાથે જ તેમાં રિઅર અને ફ્રન્ટ કેમરા બંને અવેલેબલ છે. જો તમારો સ્માર્ટફોન ખરાબ થઈ ગયો છે તો તમે આ સ્માર્ટફોનથી હાલ તમારું કામ ચલાવી શકો છો. ફેસ્ટિવ સિઝનના સેલમાં તમે આ સ્માર્ટફોનને વધુ સસ્તી કિંમતમાં ખરીદી શકશો. આ સ્માર્ટફોન કઈ કંપનીના છે, તેની કિંમત શું છે અને તે ક્યા સ્પેસિફિકેશનથી સજ્જ છે આવો જાણીએ...

1. HPL A35

આ સ્માર્ટફોનમાં 3.5 ઈંચની HVGA ડિસ્પ્લે મળશે. ફોનમાં સ્પેનટ્રિમ પ્રોસેસર સાથે 256MB રેમ મળે છે. ફોનનું ઓનબોર્ડ સ્ટોરેજ 512MBનું છે, જેને SD કાર્ડની મદદથી 32GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે. ફોટોગ્રાફી માટે તેમાં 2MPનો રિઅર કેમેરા મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 0.3MPનો ફ્રન્ટ કેમેરા અટેચ છે. ફોનમાં 1400mAhની લિથિયમ આયન બેટરી મળે છે.

2. નુવા આલ્ફા NS35

આ સ્માર્ટફોનમાં 3.5 ઈંચની HVGA ડિસ્પ્લે મળે છે. ફોનમાં સિંગલ કોર પ્રોસેસર સાથે 512MBની રેમ મળે છે. ફોનનું ઓનબોર્ડ સ્ટોરેજ 4GB છે, જેને SD કાર્ડથી 32GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે. ફોટોગ્રાફી માટે તેમાં 3.2MPનો રિઅર કેમેરા મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 1.3MPનો ફ્રન્ટ કેમેરા મળે છે. ફોનમાં 1400mAhની લિથિયમ આયન બેટરી મળે છે.

3. એમ ટેક ઓપલ સ્માર્ટ

આ સ્માર્ટફોનમાં 3.5 ઈંચની HVGA ડિસ્પ્લે મળે છે. ફોનમાં 1GHz ડ્યુઅલ કોર પ્રોસેસર સાથે 512MBની રેમ મળે છે. ફોનમાં 4GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળે છે, જેને SD કાર્ડની મદદથી 32GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે. ફોનમાં 2MPનો રિઅર અને 0.3MPનો ફ્રન્ટ કેમેરા મળે છે. ફોનમાં 1350mAhની લિથિયમ આયન બેટરી મળે છે.

4. નુવા બ્લૂ ND40

નુવાના આ સ્માર્ટફોનમાં 4 ઈંચની WVGA ડિસ્પ્લે મળે છે. ફોનમાં મીડિયાટેક ડ્યુઅલ કોર પ્રોસેસર સાથે 512MBની રેમ મળે છે. ફોનમાં 4GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળે છે, જેને SD કાર્ડની મદદથી 32GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે. ફોનમાં 2MPનો રિઅર અને 0.3MPનો ફ્રન્ટ કેમેરા મળે છે. ફોનમાં 1350mAhની લિથિયમ આયન બેટરી મળે છે.

5. આઈબોલ એન્ડિ 4P ક્લાસ X

આ સ્માર્ટફોનમાં 4 ઈંચની WVGA ડિસ્પ્લે મળે છે. ફોનમાં મીડિયાટેક ડ્યુઅલ કોર પ્રોસેસર મળે છે. ફોનમાં 512MBની રેમ અને 8GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળે છે. ફોનમાં 5MPનો રિઅર અને 0.3MPનો ફ્રન્ટ કેમેરા મળે છે. ફોનમાં 1400mAhની લિથિયમ આયન બેટરી મળે છે.

નોંધ: આ તમામ સ્માર્ટફોનની કિંમત ઓનલાઈન પ્લેટફોર્મ પરની છે. તેના પર નો કોસ્ટ EMI સાથે અન્ય ઓફર પણ મળી રહી છે, જેને લીધે ફોનની કિંમત વધુ સસ્તી હોઈ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો