• Gujarati News
  • Utility
  • Gadgets
  • These 3 Gadgets Will Make Your Home Smart, The Speaker Will Give You Headphone like Experience So Mail Can Be Checked In The Mirror

યુટ્યુબર અભિષેક તેલંગ સાથે Tech Talk:આ 3 ગેજેટ તમારા ઘરને સ્માર્ટ બનાવી દેશે, સ્પીકર તમને હેડફોન જેવો એક્સપિરિઅન્સ આપશે તો મિરર પર મેલ ચેક કરી શકાશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્માર્ટફોન, સ્માર્ટટીવી સાથે હવે ઘર પણ સ્માર્ટ બની રહ્યા છે. સ્માર્ટ હોમની શરૂઆત તો મજબૂરીમાં થઈ હતી પરંતુ હવે તે જરૂરિયાત બન્યું છે. આપણાં ઘર પણ આપણી સાથે સ્માર્ટ બનતાં જઈ રહ્યા છે. જો તમે તમારાં ઘરને સ્માર્ટ બનાવવા માગતા હો તો માર્કેટમાં ઘણા ઈનોવેટિવ સ્માર્ટ ગેજેટ્સ અવેલેબલ છે. આ ગેજેટ્સ વિશે જાણીએ...

1. Roborock S7+ Vacuum

વેક્યુમ ક્લીનર આપણી રોજિંદા જીવનનો ભાગ બન્યું છે. અત્યાર સુધી તમારે જાતે વેક્યુમ ક્લીનર ઓપરેટ કરવું પડતું હતું હવે તો માર્કેટમાં રોબોટિક વેક્યુમ ક્લીનર આવી ગયા છે. Roborock S7+ Vacuum એલેક્સા વોઈસ કમાન્ડ પર રન કરે છે. તે તમારા બધા ઓર્ડર માને છે. તે ધૂળ-માટી દૂર કરવાની સાથે મોપિંગ પણ કરે છે. તે 3000rpmની સ્પીડથી તમારું ઘર ચમકાવી દે છે.

2. Capstone Smart Mirror

આ સ્માર્ટ મિરર તમારા ઘરને સ્માર્ટ બનાવી દેશે. લુકમાં તે સામાન્ય કાચ જેવો જ દેખાય છે પરંતુ તેના ઉપયોગ ઘણા શાનદાર છે. આ મિરર પર તમે મેલ, કેલેન્ડર, વેધર રિપોર્ટ સહિતની નોટિફિકેશન જોઈ શકશો. આ મિરર બ્લુટૂથ ટેક્નોલોજી સાથે આવે છે. મિરરને સ્પીકર અથવા ઈયરબડ્સ સાથે કનેક્ટ કરી શકાય છે. મિરર પર વીડિયો પણ સ્ટ્રીમ કરી શકાય છે.

3. Noveto N-1

તમે બ્લુટૂથ, વાયર્ડ, વોઈસ કમાન્ડ સહિતના વિવિધ પ્રકારના સ્પીકર જોયા હશે પરંતુ આ સ્પીકર જરાક હટ કે છે. આ સ્પીકર તમને હેડફોનનો એક્સપિરિઅન્સ આપશે. આ સ્પીકર રૂમમાં હાજર વ્યક્તિનું અંતર ડિટેક્ટ કરે છે અને તે પ્રમાણે ઓડિયો વેવ્સ આઉટપુટ આપે છે. તેનું 3D સેન્સિંગ મોડ્યુલ અને કેમેરા યુઝરના કાનને રિયલ ટાઈમ ડિટેક્ટ કરી શકે છે. તે પ્રમાણે વોલ્યુમ અપ/ડાઉન થાય છે. એલેક્સાની મદદથી તેને વોઈસ કમાન્ડ આપી શકાય છે.