છેલ્લાં એક-બે વર્ષ દરમિયાન ઈલેક્ટ્રિક સ્કૂટરનો સેગમેન્ટ ઝડપથી વિસ્તર્યો છે અને હવે ભારતમાં ઘણાં સારા ઇલેક્ટ્રિક સ્કૂટર્સ આવ્યા છે. આ સ્કૂટર્સ માત્ર સારી ડિઝાઇન, ફીચર્સ અને મોટી ડિસ્પ્લે સાથે જ નથી આવતા, પરંતુ પાવરફુલ બેટરી બેકઅપને કારણે તેની ડ્રાઇવિંગ રેન્જ 200 કિલોમીટર સુધીની છે. આની મદદથી યૂઝર્સ સરળતાથી ઘરેથી ઓફિસ અને ઓફિસથી ઘરે આવી શકે છે. એકંદરે, યુઝર્સ આખો દિવસ એક શહેરમાં રહીને તેનો સરળતાથી ઉપયોગ કરી શકશે. ચાલો આજે તમને આવા જ કેટલાક સ્કૂટર્સ વિશે જણાવીએ, જે એક જ ચાર્જમાં 200 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપી શકે છે.
ઓકિનાવા ઓખી-90
આ સેગમેન્ટનું સૌથી પહેલું નામ ઓકિનાવા ઓખી-90 છે, જેને ગયા મહિને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. ઈકો મોડ પર આ સ્કૂટર 200 કિલોમીટર સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપી શકે છે. આ સાથે જ સ્કૂટરમાં લાર્જ સાઇઝ વ્હીલ અને સ્ટાઇલિશ લુક આપવામાં આવ્યો છે. સત્તાવાર વેબસાઇટ પર સૂચિબદ્ધ માહિતી મુજબ એક્સ-શોરૂમ કિંમત 1,21,866 રૂપિયા છે. આ કંપનીએ સ્કૂટરમાં 16 ઇંચના વ્હીલનો ઉપયોગ કર્યો છે. તેમાં ૪૦ લિટરની બૂટ સ્પેસ છે. 3.6 kWhનું ડિટેચેબલ બેટરી પેક છે. તે ઈલેક્ટ્રિક મોટરને 5bhp (પીક પાવર) પાવર આપે છે. આ સેટઅપ 10 સેકન્ડમાં ઈલેક્ટ્રિક સ્કૂટરને 90 કિમી/કલાકની ટોચની ઝડપ સુધી પહોંચાડી દે છે.
ઓકાયા ઈલેક્ટ્રિક સ્કૂટર
આ વર્ષની શરૂઆતમાં ઓકાયા કંપનીએ ઓકાયા ફાસ્ટ ઈવી નામનું ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું હતું અને કંપનીનો દાવો છે કે, તે સિંગલ ચાર્જમાં 200 કિમીની ડ્રાઈવિંગ રેન્જ આપી શકે છે અને તેની કિંમત 90,000 રૂપિયા છે. તે Led હેડલેમ્પ્સ અને ડેલાઇટ રનિંગ લાઇટ્સ સાથે આવે છે. તેમાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ છે. તેની ડિઝાઇન મેક્સી સ્કૂટરથી પ્રેરિત હોય તેવું લાગે છે. તેમાં IOT એનેબલ બ્રેકિંગ સિસ્ટમ પણ આપવામાં આવ્યું છે.
સિમ્પલ વન ઈલેક્ટ્રિક સ્કૂટર
આ ઈલેક્ટ્રિક સ્કૂટર સિંગલ ચાર્જની મદદથી 236 કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ આપી શકે છે. તે 2.95 સેકન્ડમાં 0-40 કિલોમીટરની ઝડપે પહોંચી જાય છે. તેની ટોપ સ્પીડ 105 કિલોમીટર પ્રતિ કલાકની છે. આ એક સ્ટાઇલિશ સ્કૂટર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.