• Gujarati News
  • Utility
  • Gadgets
  • These 3 Bluetooth Headphones Will Double The Fun Of Your Music By Freeing You From The Clutter Of Wires; Know Its Price And Features

ટેક ગુરુ અભિષેક તેલંગ સાથે Tech Talk:આ 3 બ્લુટૂથ હેડફોન્સ વાયર્સની ઝંઝાળમાંથી મુક્તિ અપાવી તમારી મ્યુઝિકની મજા બમણી કરી દેશે; જાણો તેની કિંમત અને ફીચર્સ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

માર્કેટમાં હવે બ્લુટૂથ હેડફોનની મસમોટી રેન્જ અવેલેબલ છે. આ રેન્જમાં નેકબેન્ડ અને ઈયરપોડ્સ જેવાં ઓપ્શન અવેલેબલ છે. આ ડિવાઈસ વાયરની ઝંઝાળમાંથી મુક્તિ અપાવે છે. અને કેબલ ખરાબ થવાની ચિંતા પણ નથી રહેતી. તેથી તે સરળતાથી કેરી કરી શકાય છે. આજે અમે તમને આવા જ કેટલાક બ્લુટૂથ હેડફોન્સ વિશે જણાવીશું જે અફોર્ડેબલ છે સાથે લેટેસ્ટ ફીચર્સથી સજ્જ પણ છે...

1. Boat Rockerz 600 (બૉટ રોકર્ઝ 600)
કિંમત: 1799 રૂપિયા

તમારા પ્રથમ વાયરલેસ હેડફોન તરીકે બૉટ રોકર્ઝ 600 સારો ઓપ્શન છે. આ સૌથી સસ્તો હેડફોન છે. બૉટ સ્વદેશી બ્રાન્ડ છે. તેની ઘણી પ્રોડ્ક્ટસે માર્કેટમાં પ્રશંસા મેળવી છે. આ બ્રાન્ડ તેના વાયરલેસ બ્લુટૂથ સ્પીકરને કારણે પંસદ કરવામાં આવે છે, પરંતુ આ હેડફોન પણ લોકો પંસદ કરે છે. બૉટ રોકર્ઝ 600નો બાસ લેવલ સારો છે. તેની ડિઝાઈન કમ્ફર્ટેબલ છે. તે સિંગલ ચાર્જ પર 8 કલાકનું બેટરી બેકઅપ આપે છે.

2. Sony WH-CH710N (સોની WH-CH710N)
કિંમત : 8,990 રૂપિયા

દમદાર બેટરી ધરાવતાં આ હેડફોનની કિંમત 10,000 રૂપિયા કરતાં ઓછી છે. સોનીના આ હેડફોનનું નામ ભલે અજીબ હોય પરંતુ તેનું કામ હટ કે છે. ફુલ ચાર્જ પર આ હેડફોન 35 કલાકનું બેકઅપ આપે છે. તેમાં ક્વિક ચાર્જિંગ ફીચર પણ છે.

આ હેડફોનમાં એક્ટિવ નોઈઝ કેન્સલેશન નથી મળતું પરંતુ તેમાં AI નોઈઝ કેન્સલેશન મળે છે. જોકે તેની ફીલ એક્ટિવ નોઈઝ કેન્સલેશન જેવી જ આવશે. આ હેડફોનનો ઉપયોગ કોલિંગ માટે કરી શકાય છે. તેમાં ડ્યુઅલ માઈક્રોફોન અટેચ છે. તેને કારણે કોલિંગમાં સ્પષ્ટ અવાજ સંભળાય છે. જો તમને લાઉડ મ્યુઝિક પસંદ છે તો આ હેડફોન તમને ગમશે.

3. Sennheiser HD 458 (સૅનહાઈઝર HD 458)
કિંમત : 8,490 રૂપિયા

સામાન્ય રીતે સૅનહાઈઝરના વાયર્ડ હેડફોન 10 હજાર રૂપિયાની આસપાસ મળે છે જોકે આ હેડફોન 10,000 રૂપિયા કરતાં ઓછી કિંમતમાં મળતો વાયરલેસ હેડફોન છે. ઈ કોમર્સ વેબસાઈટ પર તેની ખરીદી ડિસ્કાઉન્ટ સાથે કરી શકાય છે.

ઓડિયો ક્વૉલિટી માટે સૅનહાઈઝર બ્રાન્ડ ઘણી પસંદ કરવામાં આવે છે. આ હેડફોનમાં નોઈઝ કેન્સલેશન ટેક્નોલોજી ઘણી સારી મળે છે. તેમાં 20 કલાકનું બેટરી બેકઅપ મળે છે. જોકે આ હેડફોન ડિઝાઈનમાં થોડા ઓછાં કમ્ફર્ટેબલ છે. તેની ખરીદી કરતાં પહેલાં શૉપ પર તેનું ટ્રાયલ જરૂર કરો.

અન્ય સમાચારો પણ છે...