નવી સ્કોર્પિયો N નું ટીઝર રિલીઝ:મહિન્દ્રાની સ્કોર્પિયોની સામે હશે અનેક SUV, જુઓ ફર્સ્ટ લુક

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહિન્દ્રા પોતાની નવી સ્કોર્પિયોને 27 જૂનના રોજ લોન્ચ કરશે. આ સમય દરમિયાન કંપનીએ સ્કોર્પિયો લાઇનની નવી આવૃત્તિની પણ જાહેરાત કરી છે. કંપનીએ એક ટીઝર રિલીઝ કરીને આ અંગે માહિતી આપી છે. આ ટીઝર 1.01 મિનિટનું છે. આ ટીઝરમાં સ્કોર્પિયો N જોવા મળે છે. આ ટીઝરના અંતમાં અમિતાભ બચ્ચનના અવાજમાં 'મુબારક હો બાપ હુઆ હે, નામ હે સ્કોર્પિયો N' ડાયલોગ સાંભળવા મળે છે. ટિઝરમાં SUVનું એક્સટિરીયર દેખાડવામાં આવ્યું છે. કંપનીએ પોતાના ટિઝર સાથે #BigDaddyOfSUVs નો ઉપયોગ કર્યો છે. કંપનીએ ઓફિશિયલ પેજ પર આ ટિઝરની લિંક પણ શેર કરી છે.

ટીઝરમાં આવી દેખાય છે મહિન્દ્રા સ્કોર્પિયો N
કંપનીએ સ્કોર્પિયો Nમાં એકદમ નવી સિંગલ ગ્રિલ આપી છે. તેમાં ક્રોમ ફિનિશિંગ કરવામાં આવ્યું છે. ગ્રીલ પર કંપનીનો નવો લોગો પણ જોવા મળે છે, જેના કારણે તેના ફ્રન્ટની સુંદરતા વધે છે. તેમાં નવા ડિઝાઇન કરેલા LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, નવા ફોગ લેમ્પ હાઉસિંગ સાથે ફરીથી ડિઝાઇન કરેલા ફ્રન્ટ બમ્પર્સ, સી-આકારની LED ડે-ટાઇમ રનિંગ લાઇટ્સ, હેક્સાગોનલ લોઅર ગ્રિલ ઇન્સર્ટ્સ સાથે વાઈડર સેન્ટ્રલ એર ઇનલેટ્સનો સમાવેશ થાય છે. SUVમાં નવી ડિઝાઇન કરવામાં આવેલા ટુ-ટોન વ્હીલ્સનો સેટ જોવા મળે છે. એક્સટીરિયરના બીજા ભાગની વાત કરીએ તો તેમાં ક્રોમ્ડ ડોર હેન્ડલ્સ, ક્રોપ્ડ વિન્ડો લાઈન્સ, પાવરફૂલ રૂફ રેલ્સ, ટ્વીક્ડ બોનેટ અને બૂટલીડ, અપડેટેડ રિયર બમ્પર, ઓલ-ન્યૂ વર્ટિકલ LED ટેલ લેમ્પ્સ સાથે આવે છે.

લક્ઝરી અને સ્ટાઇલિશ ઇન્ટિરિયર મેળવવાની અપેક્ષા
સ્કોર્પિયોનું એક્સટીરિયર જોઈને એવું લાગે છે કે, તેનું ઈન્ટીરિયર પણ ખૂબ જ વૈભવી હશે. તેમાં નવું ડેશ અને સેન્ટર કન્સોલ, અપડેટેડ સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટેશન, ફ્લેટ-બોટમ સ્ટીયરિંગ વ્હીલ, રૂફ-માઉન્ટેડ સ્પીકર, લેધર સીટ, એડજેસ્ટેબલ હેડરેસ્ટ, વાયરલેસ ચાર્જિંગ પેડ, સેન્ટ્રલી માઉન્ટેડ ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ, એન્જિન સ્ટાર્ટ/સ્ટોપ બટન, ક્રુઝ મળવાની આશા છે. સુરક્ષા માટે સનરૂફ, 6 એરબેગ્સ, રિવર્સ કેમેરા, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ અને રિયર ડિસ્ક બ્રેક જેવા ઘણા ફીચર્સ હશે.

ફોર વ્હીલ ડ્રાઈવ વિકલ્પ મળશે
વર્ષ 2022 મહિન્દ્રા સ્કોર્પિયો-Nમાં થાર અને XUV700નું એન્જિન મળી શકે છે. તેમાં 2.0 લીટરના ચાર સિલિન્ડરવાળા એમસ્ટેલિયન પેટ્રોલ અને 2.2 લીટર ફોર પોટ mHawk ડીઝલ એન્જિન આપવામાં આવશે. એન્જિનને 6 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે કનેક્ટ કરી શકાય છે. સ્કોર્પિયો Nના ટોપ-એન્ડ વેરિઅન્ટને ફોર-વ્હીલ ડ્રાઇવ (4WD) સિસ્ટમ સાથે જોડી શકાય છે.