ટેક ન્યુઝ:ઓનલાઇન ગેમિંગ પર બનશે રેગ્યુલેટરી પેનલ, જાણો કેવી રીતે બદલાશે ગેમર્સનું જીવન?

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેન્દ્ર સરકારે ઓનલાઇન ગેમિંગ પર રેગ્યુલેશન કમિટી બનાવવાનો નિર્ણય કર્યો છે. આ કમિટી ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા નિયમો બનાવશે. પેનલે એમ પણ કહ્યું છે કે, કમિટીએ દેશમાં એક સમાન નિયમનકારી મિકેનિઝમ બનાવવામાં મદદ કરવા માટે વિશ્વમાં અનુસરવામાં આવતા દિશા-નિર્દેશોનું પણ અધ્યયન કરવું પડશે. રાજસ્થાન સરકારના વર્ચ્યુઅલ ઓનલાઇન સ્પોર્ટ્સ (રેગ્યુલેશન) બિલનો મુસદ્દો તૈયાર થયા બાદ સરકારે થોડાં દિવસો પહેલાં આ નિર્ણય લીધો હતો. ડ્રાફ્ટ બિલમાં વર્ચુઅલ ઓનલાઇન સ્પોર્ટ્સ કમિશનની સ્થાપના કરવાની ભલામણ કરવામાં આવી છે.

ઓનલાઇન ગેમિંગ નિયમનકારી પેનલ શું કરશે?
શરૂઆતમાં આ પેનલનું મુખ્ય કાર્ય દેશમાં ઓનલાઇન ગેમિંગ માટે એક સમાન નિયમનકારી મિકેનિઝમ બનાવવાનું છે. આ માટે મંત્રાલયની ઓળખ કરવી પણ આ પેનલનું કામ રહેશે. જે ઓનલાઇન ગેમિંગ પર કેન્દ્રીય કાયદો બનાવી શકે છે, જેથી ગેમિંગ ઇન્ડસ્ટ્રીને રેગ્યુલેટ કરી શકાય. પેનલે નિષ્ણાતો સાથે વાત કરવી પડશે અને ત્રણ મહિનાની અંદર પોતાનો અહેવાલ રજૂ કરવો પડશે.

ગેમિંગ ઇકોસિસ્ટમની રચના કરવામાં આવશે
ગેમિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ સરકારના આ પગલાંને આવકાર્યું છે. કેન્દ્રિય કાયદો માત્ર એક સંપૂર્ણ ગેમિંગ ઇકોસિસ્ટમ જ નહીં બનાવે, પરંતુ ગેમ રમતાં લોકોના અધિકારોનું પણ રક્ષણ કરશે. સરકારના કાયદાથી ઈ-સ્પોર્ટસના ખેલાડીઓના હિતોનું રક્ષણ થશે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરે છે.