• Gujarati News
  • Utility
  • Gadgets
  • There Are Cameras That Take Great Photos With A Strong Battery, The Mobile Will Not Hang Due To The Powerful Processor

મોબાઈલ બાઈંગ ગાઈડ:દમદાર બેટરી અને પાવરફુલ રિઅર કેમેરા સેટઅપ ધરાવે છે આ 5 સ્માર્ટફોન, પાવરફુલ પ્રોસેસરથી સજ્જ સ્માર્ટફોન્સની કિંમત ₹20,000 કરતાં પણ ઓછી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેમસંગ ગેલેક્સી M12માં 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા અને 6,000mAhની બેટરી મળે છે
  • પોકો X3 પ્રોમાં 33 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે

પોકો X પ્રો, સેમસંગ ગેલેક્સી F41,રેડમી નોટ 10S જેવા મોબાઈલ દમદાર બેટરી સાથે આવે છે. તે જલ્દી ચાર્જ થઈ જાય છે. પાવરફુલ પ્રોસેસરથી મોબાઈલ યુઝર્સનો એક્સપિરિઅન્સ વધી જાય છે. હાઈ રેટેડ ડિસ્પ્લે અને સ્ટીરિયો સ્પીકર મોબાઈલનો એક્સપિરિઅન્સ વધુ શાનદાર બનાવે છે. જો તમે આવો જ મોબાઈલ ખરીદવા માગો છો તો અમે તમને આવાં જ ફીચરયુક્ત મોબાઈલ ફોનથી અવગત કરાવી રહ્યા છીએ. તેની કિંમત 11 હજારથી લઈને 19 હજાર રૂપિયાની વચ્ચે છે.

1. પોકો M3

6GBની રેમ અને 64GB સ્ટોરેજવાળા આ સ્માર્ટફોનની કિંમત 10,999 રૂપિયા છે. ફોન ક્વૉલકોમ સ્નેપડ્રેગન 662 પ્રોસેસરથી સજ્જ છે. તેમાં 6,000mAhની બેટરી મળે છે. તે 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. ફોનમાં 48MPના પ્રાઈમરી રિઅર કેમેરા સાથેનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે. સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે.

2. સેમસંગ ગેલેક્સી M12

આ ફોનની કિંમત 10,999 રૂપિયા છે. ફોનમાં 6.5 ઈંચની ડિસ્પ્લે મળે છે. ફોન 6,000mAhની બેટરીથી સજ્જ છે. ફોનમાં 48MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે. આ ફોનમાં પણ સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે.

3. રેડમી નોટ 10S

ફોનમાં 6.43 ઈંચની સુપર AMOLED ડિસ્પ્લે મળે છે. તે ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શનથી સજ્જ છે. ફોનમાં 64MP+8MP+2MP+2MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળે છે. ફોન મીડિયા ટેક હીલિયો G95 SoC પ્રોસેસરથી સજ્જ છે. ફોન 5000mAhની બેટરીથી સજ્જ છે. તેના 33 વૉટ ફાસ્ટ ચાર્જિંગથી 30 મિનિટમાં 54% સુધી ચાર્જ કરી શકાય છે.

4. સેમસંગ ગેલેક્સી F41

ફોનમાં 32MPનો સેલ્ફી કેમેરા, 3 કલર ઓપ્શન અને ઓક્ટા કોર Exynos 9611 પ્રોસેસર મળે છે. આ ફોન યુથ ફોકસ્ડ છે. તેનાં 6GB+64GB બેઝિક વેરિઅન્ટની કિંમત 16999 રૂપિયા છે તેમજ 6GB+128GB વેરિઅન્ટની કિંમત 17,999 રૂપિયા છે. ફોન 64MP+8MP+5MPનાં ટ્રિપલ રિઅર કેમેરાથી સજ્જ છે.

5. પોકો X3 પ્રો

આ ફોનની કિંમત 18,999 રૂપિયા છે. ફોન ક્વૉલકોમ સ્નેપડ્રેગન 860 પ્રોસેસરથી સજ્જ છે. ફોનમાં 5160mAhની બેટરી છે. તે 33 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. ફોનમાં 6GBની રેમ અને 128GBનું સ્ટોરેજ મળે છે.

અન્ય સમાચારો પણ છે...