• Gujarati News
 • Utility
 • Gadgets
 • The Xiaomi Mix 4 Will Have A Selfie Camera Inside The Display, But Is It A Threat To Privacy? Learn What The Expert Says

હિડન કેમેરાવાળો સ્માર્ટફોન લોન્ચ:શાઓમી મિક્સ 4માં ડિસ્પ્લેની અંદર સેલ્ફી કેમેરા મળશે, પરંતુ શું તેનાથી પ્રાઈવસીને કોઈ જોખમ છે? જાણો શું કહે છે એક્સપર્ટ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

શાઓમીએ પોતાનો પહેલો અંડર-ડિસ્પ્લે સેલ્ફી કેમેરાવાળો સ્માર્ટફોન Mi મિક્સ 4 લોન્ચ કરી દીધો છે. તેમાં 20 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપ્યો છે, જે ફોનના ટોપ સેન્ટરમાં સેટઅપ કરવામાં આવ્યો છે. તેની સાથે ફોનમાં 108MPનો ટ્રિપલ રિઅર કેમેરા પણ મળશે. ફોન 120 વોટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે માત્ર 15 મિનિટમાં તે 0થી 100% સુધી ચાર્જ થઈ જશે.

શાઓમીએ ભલે તેના Mi મિક્સ 4માં અંડર ડિસ્પ્લે સેલ્ફી કેમેરા આપ્યો હોય, પરંતુ આ પ્રકારના ફીચરવાળો આ પહેલો સ્માર્ટફોન નથી. ચાઈનીઝ ટેક્નોલોજી કંપની ZTEએ ગત વર્ષે આવો ફોન લોન્ચ કર્યો હતો. તેને ફોનમાં 32MPનો અંડર ડિસ્પ્લે હિડન સેલ્ફી કેમેરા આપ્યો હતો.

ફોનમાં હિડન સેલ્ફી કેમેરાથી યુઝરની પ્રાઈવસીને જોખમ તો નથીને, કેમ કે જે કેમેરા લેન્સ આપણે જોઈ નથી શકતા તે ચોરીછૂપે ક્યાંક તમારો ફોટો અથવા વીડિયો તો બનાવશે નહીને. આ સવાલનો જવાબ એક્સપર્ટ પાસેથી જાણીશું, પરંતુ સૌથી પહેલા જાણીએ તેના સ્પેસિફિકેશન અને કિંમત વિશે...

Mi મિક્સ 4ના ફીચર્સ અને સ્પેસિફિકેશન

 • ફોનમાં 6.67-ઈંચ FHD+ એમોલેડ 3D કર્વ્ડ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનો રિફ્રેશ રેટ 120Hz અને ટચ સેમ્પલિંગ રેટ 480 Hz છે. આ ડિસ્પ્લે 10-બિટ, ડોલ્બી વિઝન અને HDR10+ને સપોર્ટ કરે છે.
 • ફોનમાં 20MP CUP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. આ કેમેરા અંડર ડિસ્પ્લે એટલે કે સ્ક્રિનની અંદર સેટઅપ કરવામાં આવ્યો છે, જે યુઝરને દેખાશે નહીં. કેમેરા લેન્સનું લોકેશન ડિસ્પ્લેમાં ટોપ-સેન્ટરમાં છે.
 • તેમાં 108MP ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ કરવામાં આવ્યો છે. બે અન્ય લેંસ 13MP અને 8MPના છે. તે 50X ઝૂમને પણ સપોર્ટ કરે છે.
 • ફોનમાં સ્નેપડ્રેગન 888+ પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમાં 8GB અને 12GB રેમની સાથે 128GB, 256GB અને 512GB ઓનબોર્ડ સ્ટોરેજનો ઓપ્શન પણ મળે છે.
 • ફોન 120 વોટના વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, તેને 0-100% સુધી ચાર્જ થવામાં માત્ર 15 મિનિટ લાગશે. તે 50 વોટના વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરશે.

Mi મિક્સ 4ના વેરિઅન્ટ પ્રમાણે કિંમત (ચીનમાં)

વેરિઅન્ટકિંમત
8GB+128GB4999 યુઆન (લગભગ 57,000 રૂપિયા)
8GB+256GB5299 યુઆન (લગભગ 60,700 રૂપિયા)
12GB+256GB5799 યુઆન (લગભગ 66,500 રૂપિયા)
12GB+512GB6299 યુઆન (લગભગ 72,200 રૂપિયા)

અત્યારે આ સ્માર્ટફોનને ચાઈનીઝ માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો છે, પરંતુ તેને બીજા માર્કેટમાં પણ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. ચીનમાં લોન્ચ થયેલા સ્માર્ટફોન ભારતીય બજારમાં જરૂરથી આવે છે.

તમારી પ્રાઈવસી માટે કેટલા સુરક્ષિત છે આવા કેમેરા?

 • ફોન અથવા બીજા ડિવાઈસમાં મળતા હિડન કેમેરાથી તમારી પ્રાઈવસી કેટલી સેફ છે તેને લઈને સાયબર સિક્યોરિટી અને ક્લાઉડ કમ્પ્યુટિંગ એક્સપર્ટ રિતુ માહેશ્વરીએ તેના દરેક પાસા વિશે જણાવ્યું....
 • સ્માર્ટફોનમાં મળતા કેમેરા જેસ્ટર પર કામ કરે છે. જે ફોનની સામે થતી મૂવમેન્ટથી વીડિયો અથવા ફોટો કેપ્ચર કરી શકે છે. આ પ્રકારની ટેક્નોલોજીને લઈને પબ્લિક અવેર નથી હોતી. આવી સ્થિતિમાં લોકોએ ધ્યાન રાખવું પડશે કે તેમના ફોનમાં કોઈ લાઈટ બ્લિંક તો નહીં થઈ રહીને.
 • જો કેમેરા અથવા ડિસ્પ્લે ઓટોમેટિક ઓન થઈ રહ્યો હોય ત્યારે તમારે અલર્ટ રહેવાની જરૂર હોય છે. એ વાતનું ધ્યાન રાખવું કે ફોનની સ્ક્રિન ક્યારેય પણ તમારી સામેની તરફ ન હોવી જોઈએ. ફોનની સ્ક્રિન હંમેશાં સરફેસની તરફ નમેલી રાખવી જોઈએ.
 • જ્યારે આપણે કોઈ એપને ઈન્સ્ટોલ કરીએ છીએ તો આપણે તેને ઘણી પરમિશન આપી દઈએ છીએ. તેમાં કેમેરા, ફોટો ગેલેરી પણ સામેલ હોય છે. આવી સ્થિતિમાં ભલે તમારા ફોનમાં હિડન ડેટા કેમ ન હોય, પરંતુ તે પણ સેફ નથી હોતો. આવા કિસ્સામાં એપલનો ioS વધારે સેફ હોય છે.
 • દેશમાં મોટાભાગના લોકો એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે. એટલે કે દરેક ફોન પર જીમેલ દ્વારા લોગઈન કરવામાં આવે છે. તેમજ યુઝરનો ડેટા ગૂગલ ક્લાઉડ પર સેવ થાય છે. આવી સ્થિતમાં સાયબર એક્સપર્ટ અથવા હેકર્સ તમારા આ ડેટાને ત્યાંથી એક્સેસ કરી શકે છે.

ઈન્ટરનેટ ડેટા ઓફ કરવાની વાત મિથ છે
રિતુ માહેશ્વરીએ જણાવ્યું કે, ઘણા લોકોને એવું લાગે છે કે મોબાઈલનો ડેટા ઓફ કરવાથી થર્ડ પાર્ટી એપને આપવામાં આવેલું એક્સેસ સમાપ્ત થઈ જાય છે. જ્યારે આવું નથી હોતું. યુઝર જે એપને પરમિશન આપે છે તે ફોનનું ઈન્ટરનેટ બંધ થયા બાદ પણ તમારા ફોનના ડેટાને એક્સેસ કરી શકે છે.

જેસ્ટર શું હોય છે
જેસ્ટર હવામાં થતી મૂવમેન્ટને ઓળખીને ફોનને ડાયરેક્શન આપે છે. તેની મદદથી સોન્ગ ટ્રેકને બદલી શકાય છે. વોલ્યુમને કંટ્રોલ કરી શકાય છે. ફોનથી ફોટોગ્રાફી અથવા વીડિયોગ્રાફી શરૂ કરી શકાય છે. તમે જોયું હશે કે કેમેરાને હથેળી દેખાડવાથી ફોટો ક્લિક થઈ જાય છે. આ જેસ્ટરના કારણે થાય છે.