• Gujarati News
  • Utility
  • Gadgets
  • The World's Largest Electric Show Showcased 10 Unique Gadgets, Featuring A Helmet Showing The State Of Mind In 10 Minutes And A Car Changing Color Like A Tick.

યૂનિક પ્રોડક્ટ્સ:વિશ્વના સૌથી મોટા ઇલેક્ટ્રિક શોમાં 10 યૂનિક ગેજેટ શોકેસ થયાં, 10 મિનિટમાં મગજની સ્થિતિ દર્શાવતું હેલ્મેટ અને કાચિંડાની જેમ રંગત બદલતી ગાડી જોવા મળી

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમેરિકાના લાસ વેગાસ શહેરમાં ચાલી રહેલો કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ શો (CES 2022) પૂરો થઈ ગયો છે. 3 દિવસ સુધી ચાલેલી આ ઇવેન્ટમાં અમેઝિંગ ગેજેટ્સ અને ટેક્નોલોજી જોવા મળી હતી. ઇવેન્ટમાં કાચિંડા જેવી રંગ બદલનારી કાર રજૂ કરવામાં આવી. તેથી બેક્ટેરિયાને મારી નાખે એવા હાઇ-ટેક માસ્ક પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ સાથે, ફુલ્લી ઓટોનોમસ ટ્રેક્ટર, 7-ઇન-1 હોમશેફ કોમ્પેક્ટ ઓવન સહિત અનેક યૂનિક પ્રોડક્ટ્સ જોવા મળી. ચાલો આ બધા વિશે એક પછી એક વિગતવાર જાણીએ...

તેના કનેક્ટેડ હેલ્થ ટેક પ્રોડક્ટ્સ માટે જાણીતી કંપની વિથિંગ્સે બોડી સ્કેન પ્લાનની જાહેરાત કરી. આ ડિવાઇસને હેન્ડલ સાથે જોડાયેલી સ્માર્ટ સ્કેલનો ઉપયોગ કરીને શરીરની રચના અને હૃદયના ધબકારાને મોનિટર કરવા માટે બનાવવામાં આવ્યું છે, જેમાં એનાલિસ્ટ માટે સેન્સર અને ઇલેક્ટ્રોડ સામેલ છે. ડિવાઈસને એપ સાથે કનેક્ટ કર્યા બાદ પોષણ ઊંઘ, કસરત અને સ્ટ્રેસનો ડેટા લઈ શકાય છે. આ પ્રોડક્ટ જૂન 2022 પછી લોન્ચ કરવામાં આવશે.

Y-બ્રશને ફ્રાંસની ફાસ્ટેશ કંપની દ્વારા 3 વર્ષમાં બનાવવામાં આવ્યું છે. અનેક વિટ્રો અને ક્લિનિકલ ટ્રાયલ પછી આ અપ્રૂવ કરવામાં આવ્યું છે. બ્રશમાં 35,000 નાયલોન બ્રિસલ્સ આપવામાં આવ્યા છે, જે નાયલોનમેડ ટેક્નોલોજી પર બનેલા છે. આ બ્રશની ખાસ વાત એ છે કે તે માત્ર 10 સેકંડમાં ડીપ ક્લિનિંગ કરે છે. તેમાં રિચાર્જેબલ બેટરી આપવામાં આવી છે. તે બાળકો અને પુખ્તવયના લોકો માટે બે અલગ અલગ સાઇઝમાં બનાવવામાં આવે છે. દાંતની સારી સફાઈ માટે તેમાં 3 વાઈબ્રેશન મોડ આપવામાં આવ્યા છે.

જાપાની કંપની ફર્સ્ટ એસેન્ટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત બેબી સ્લીપ ટ્રેનર લોન્ચ કર્યું છે. આ તમને જણાવશે કે તમારું બાળક ભૂખ્યું છે, ઊંઘે છે, ગુસ્સે છે, કંટાળે છે અથવા અસ્વસ્થતા અનુભવે છે. આ ડિવાઈસ પર એક ડિસ્પ્લે આપવામાં આવી છે, જેમાં બાળકની અલગ-અલગ એક્ટિવિટી ટ્રેક કરવામાં આવે છે. જેમ કે, બાળક કેટલો સમય સૂતો હતો અથવા કેટલા સમય સુધી ગુસ્સે રહ્યો. આ ડિવાઇસમાં મ્યૂઝિક અને લાઇટ પણ આપવામાં આવી છે, જે બાળક માટે મનોરંજનનું કામ કરે છે.

ટ્રેક્ટરની પોપ્યુલર બ્રાંડ જોન ડીરેએ આ ઇવેન્ટમાં ફુલ્લી ઓટોનોમસ ટ્રેક્ટરની જાહેરાત કરી છે. આ 8R ટ્રેક્ટર અનેક નવી એડવાન્સ્ડ ટેક્નોલોજીથી સજ્જ છે. આ ખાસ કરીને ખેડૂતો માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે. તેની મદદથી વધુ પ્રોડક્શન કરી શકાશે. આ ટ્રેક્ટર ઘણાં વિવિધ મશીનો માટે કામ કરશે. જો કે, આને આવતા વર્ષ સુધીમાં લોન્ચ કરવામાં આવશે. હાલમાં કંપનીએ તેની કિંમત અંગે કોઈ ખુલાસો કર્યો નથી.

જો કે, કંપનીઓ ઓવનની સાઇઝ વધારી રહી છે. પરંતુ CES દરમિયાન પેનાસોનિકે તેનું 7-ઇન-1 હોમશેફ કોમ્પેક્ટ ઓવન રજૂ કર્યું છે. તે સ્ટીમ, કનેક્શન બેક, એર ફ્રાય, ફર્મેન્ટ, સ્ટરલાઇઝ અને બીજું ઘણું બધું કરી શકે છે. પેનાસોનિકના કિચન એપ્લાયન્સીસના ડાયરેક્ટર નિકોલ પાપેન્ટોનીયુએ નોંધ્યું કે, પેનાસોનિક ટોસ્ટર ઓવને અમારા અગાઉના ટેસ્ટિંગમાં સારું પ્રદર્શન કર્યું હતું. તેથી અમે તેનું મૂલ્યાંકન કરવા માટે તેને લોન્ચ કરવા તૈયાર છીએ. તેને એપ્રિલ 2022 સુધીમાં લોન્ચ કરાશે. તેની કિંમત $500 (લગભગ 37,000 રૂપિયા) હશે.

કોવિડ દરમિયાન ફેસ માસ્ક સૌથી મહત્ત્વપૂર્ણ બની ગયું છે. આને ધ્યાનમાં રાખીને એરકોમ (AIRXOM) કંપનીએ હાઈ-ટેક માસ્ક લોન્ચ કર્યું છે. આ માસ્કમાં સૂક્ષ્મ કણો, વાયરસ, બેક્ટેરિયાને મારવા માટે એક્ટિવ ફિલ્ટર લગાવવામાં આવ્યા છે. તે સર્જિકલ માસ્ક કરતાં ઘણું જાડું હોય છે, જેથી કોઈ વાયરસ કે બેક્ટેરિયા પ્રવેશી ન શકે. તેને આગામી થોડા દિવસોમાં લોન્ચ કરવામાં આવશે. કંપનીના કો-ફાઉન્ડર ફ્રેન્ક ગ્લેઝલે કહ્યું કે કોવિડ સામે લડવા માટે આ એક સારું ડિવાઇસ છે. તેની કિંમત $340 (લગભગ 25,318 રૂપિયા) હોઈ શકે છે.

કોરિયન કંપની મેડિસિંકે ઇવેન્ટમાં તેની નવી પ્રોડક્ટ આઇ સિંક વેવ (iSyncWave) લોન્ચ કરી. આ એક પ્રકારનું પોર્ટેબલ બ્રેન સ્કેનર છે. તેને EEG સેન્સરથી સજ્જ હેલ્મેટ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ડીપ લર્નિંગ અલ્ગોરિધમ દ્વારા સંચાલિત છે. તે 10 મિનિટમાં મગજની સ્થિતિ જણાવી દે છે.

સેમસંગ ઈલેક્ટ્રોનિક્સે નવી પોર્ટેબલ સ્ક્રીન અને એન્ટરટેઈનમેન્ટ ડિવાઈસ ફ્રી સ્ટાઈલ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ફ્રી સ્ટાઇલ એ પ્રોજેક્ટર, સ્માર્ટ સ્પીકર અને એમ્બિયન્ટ લાઇટિંગ ડિવાઇસ છે. તે હલકો અને પોર્ટેબલ છે. તેનું વજન માત્ર 830 ગ્રામ છે. આની મદદથી હોલિવૂડની સાયન્સ ફિક્શન ફિલ્મોમાં દેખાતા દૃશ્યોની જેમ કોઈપણ જગ્યાને સરળતાથી પિક્ચર સ્ક્રીનમાં કન્વર્ટ કરી શકાય છે. આની મદદથી ટેબલ, ફ્લોર, દિવાલ કે સીલિંગ પર વીડિયો જોઈ શકાય છે.

BMW તેનાં iX મોડેલ્સની ઈલેક્ટ્રિક કારમાં કલર ચેન્જિંગ ફીચર લાવી છે. તેણે કારમાં એવી ટેક્નોલોજી આપી છે જેમાં બટનની મદદથી તમે તેનો બહારનો કલર બદલી શકો છો. એટલે કે તે કાચિંડાની જેમ રંગ બદલે છે. કંપનીએ આ કારના અન્ય ફીચર્સની વિગતો જાહેર કરી નથી. પરંતુ ટ્વિટર યુઝર દ્વારા અપલોડ કરવામાં આવેલા એક વિડિયો 'આઉટ ઓફ સ્પેક સ્ટુડિયો' કાર તેનો રંગને બદલતી જોવા મળી રહી છે.

આસુસે ZenBook 17 ફોલ્ડેબલ લેપટોપ રજૂ કર્યું છે. તેમાં 12.4-ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે, જે ખુલ્યા પછી 17.3-ઇંચમાં બદલાઈ જાય છે. તેમાં રહેલી હિંજને ડ્યુરેબિલિટી માટે 3 લાખ સાઇકલ્સમાં ટેસ્ટ કરવામાં આવી છે. આ ડિવાઇસ 12 જનરેશન ઇન્ટેલ કોર i7 U સિરીઝ પ્રોસેસરથી સજ્જ છે.

અન્ય સમાચારો પણ છે...