• Gujarati News
  • Utility
  • Gadgets
  • The World's First SMS 'Merry Christmas' Was Sent 30 Years Ago, Today One Letter Can Be Sold For Rs 14.29 Lakh.

SMSની નીલામી:30 વર્ષ પહેલાં દુનિયાનો પ્રથમ SMS 'Merry Christmas' સેન્ટ થયો હતો, આજે તેનો એક અક્ષર 14.29 લાખ રૂપિયામાં વેચાઈ શકે છે

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્રિટિશ પ્રોગ્રામર નીલ પોપવૉર્થે વોડાફોનના ડાયરેક્ટર રિચર્ડ જાર્વિસને આ SMS મોકલ્યો હતો
  • SMSની હરાજી 2 કરોડ રૂપિયામાં થઈ શકે છે

SMS અર્થાત શોર્ટ મેસેજ સર્વિસની આજે ભલે એટલી કિંમત ન રહી ગઈ હોય પરંતુ આજથી 30 વર્ષ પહેલાં આ સર્વિસ એક વરદાન સ્વરૂપ ગણાતી હતી. હાલ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સનું વર્ચસ્વ વધી જવાથી SMSનો ઉપયોગ નહિવત થઈ ગયો છે. દુનિયાનો પ્રથમ SMS આજે નીલામ થવા જઈ રહ્યો છે. આ SMS 1992માં વોડાફોનના એક કર્મચારીએ બીજા કર્મચારીને મોકલ્યો હતો.

કરોડોમાં બોલી લાગી શકે છે

30 વર્ષ પહેલાં દુનિયાનો પ્રથમ SMS 'Merry Christmas' હતો. આ SMSની નીલામી 1,00,000થી 2,00,000 પાઉન્ડ (આશરે 1થી 2 કરોડ રૂપિયા)માં થઈ શકે છે. આ હરાજી પેરિસના AGUTTES ઓક્શન હાઉસમાં થવાની છે. ઓનલાઈન સ્ટ્રીમિંગમાં દુનિયાભરના લોકો બોલી લગાવશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 3 વાગ્યે આ હરાજી શરૂ થશે.

'Merry Christmas'માં કુલ 14 કેરેક્ટર છે. જો SMSની હરાજી 2 કરોડ રૂપિયામાં થાય તો એક કેરેક્ટરની કિંમત આશરે 14.29 લાખ રૂપિયાની થશે.

દુનિયાનો પ્રથમ SMS મોકલનાર નીલ પોપવૉર્થ
બ્રિટિશ પ્રોગ્રામર નીલ પોપવૉર્થે 3 ડિસેમ્બર 1992એ દુનિયાનો પ્રથમ SMS સેન્ટ કર્યો. તે સમયે નીલ એક ડેવલપર અને ટેસ્ટ એન્જિનિયર તરીકે કામ કરી રહ્યા હતા. આ SMS નીલે તે સમયે કંપનીના ડાયરેક્ટર રિચર્ડ જાર્વિસને મોકલ્યો હતો. તેમના ઓર્બિટેલ 901 ડિવાઈસ પર આ SMS મોકલાયો હતો. નીલે જણાવ્યું કે, 1992માં તેમણે મોકલેલો SMS આટલો પોપ્યુલર થઈ જશે તેવી કલ્પના નહોતી કરી. 1992માં પ્રથમ SMS સેન્ટ થયા બાદ 1995 સુધી માત્ર 0.4% લોકો જ SMSનો ઉપયોગ દર મહિને કરતા હતા.

નીલામીની રકમ રેફ્યુજી એજન્સીના ખાતાંમાં જશે
વોડાફોન નીલામીની રકમ UNHCR (યુનાઈટેડ નેશન હાઈ કમિશન ફોર રેફ્યુજી)ને આપવામાં આવશે. આ UNની રેફ્યુજી એજન્સી છે. જો તમે આ નીલામીમાં ભાગ લેવા માગો છો તો આ વેબસાઈટ વિઝિટ કરી શકો છો.