• Gujarati News
  • Utility
  • Gadgets
  • The World's First Smartphone Made Of The Upcoming 'Realmy GT 2 Pro' Biopolymer Material Will Have A 150 Degree View With An Ultra Wide Angle Lens.

કન્ફર્મ:અપકમિંગ 'રિયલમી GT 2 પ્રો' બાયો પોલિમર મટિરિયલથી બનેલો દુનિયાનો પ્રથમ સ્માર્ટફોન, અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સમાં 150 ડિગ્રી વ્યૂ મળશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાયો પોલિમર કુદરતી પોલિમર હોય છે જે જીવાશ્મના કોષોમાંથી બને છે
  • આ મટિરિયલ પર્યાવરણને નુક્સાન પહોંચાડતા નથી
  • ફોનમાં ફિશઆઈ મોડ મળશે, જે અલ્ટ્રા લોન્ગ ડેપ્થ ઓફ ફીલ્ડ ઈફેક્ટ આપશે

રિયલમીએ તેની સ્પેશિયલ ઈવેન્ટમાં રિયલમી GT 2 સિરીઝની ડિટેલ શેર કરી છે. કંપનીએ ફોનની ડિઝાઈન, કેમેરા અને કનેક્ટિવિટીની ડિટેલ જાહેર કરી છે. આ સિરીઝ ક્વૉલકોમ સ્નેપડ્રેગન 8 જનરેશન 1 ચિપસેટ પર રન કરશે. રિયલમી GT 2 પ્રો દુનિયાનો પ્રથમ સ્માર્ટફોન હશે જે બાયો પોલિમર મટિરિયલથી બનેલો હશે. આ કુદરતી પોલિમર હોય છે જે જીવાશ્મના કોષોમાંથી બને છે. આ મટિરિયલ પર્યાવરણને નુક્સાન પહોંચાડતા નથી.

આ ડિવાઈસ SABIC બાયો બેઝ્ડ મટિરિયલમાં વિવિધ પર્યાવરણ વિનિમયન માનકોમાંથી પસાર થઈ ડેવલપ થયું છે. કંપનીએ સ્માર્ટફોનના બોક્સમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડ્યો છે. પહેલાં કંપની 21.7% પ્લાસ્ટિકનો ઉપયોગ કરતી હતી જ્યારે હવે માત્ર 0.3% જ કરે છે.

150 ડિગ્રીનો અલ્ટ્રા વાઈડ કેમેરા લેન્સ
કંપનીનો દાવે છે કે રિયલમી GT 2 પ્રો 150 ડિગ્રી વ્યૂ ધરાવતો પ્રથમ અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ ધરાવતો સ્માર્ટફોન છે. તે સામાન્ય રીતે 84 ડિગ્રી વ્યૂના લેન્સની સરખામણીએ 278% વધારે વ્યૂ આપે છે. આ ફોનમાં ફિશઆઈ મોડ મળશે, જે અલ્ટ્રા લોન્ગ ડેપ્થ ઓફ ફીલ્ડ ઈફેક્ટ આપશે.

સૌ. 91MOBILES
સૌ. 91MOBILES

સિગ્નલ માટે એન્ટિના સ્વિચિંગ ટેક્નોલોજી
રિયલમી GT 2 પ્રો હાઈપરસ્માર્ટ એન્ટિના સ્વિચિંગ ટેક્નોલોજીથી સજ્જ હશે. તેને 12 રૅપ અરાઉન્ડ એન્ટિના સાથે ડિઝાઈન કરવામાં આવી છે. તે ફોનની તમામ દિશાઓ કવર કરે છે.

વાઈફાઈ નેટવર્ક મજબૂત થયું
આ ફોનમાં સિમેટ્રિકલ વાઈફાઈ એન્ટિના ફોનની ચારે બાજી બેલેન્સ્ડ સિગ્નલ આપે તે પ્રમાણે વાઈફાઈ નેટવર્ક ડિઝાઈન થયું છે. ડિવાઈસ NFC (નિયર ફિલ્ડ કમ્યુનિકેશન) પણ સપોર્ટ કરશે.