• Gujarati News
  • Utility
  • Gadgets
  • The World Health Organization Has Launched A New App That Provides Information On Covid 19, Here You Will Find A Lot Of Information With Accurate Statistics.

WHOની નવી એપ:વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોવિડ -19ની માહિતી આપતી નવી એપ લોન્ચ કરી, અહીં સચોટ આંકડાની સાથે ઘણી માહિતી મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • WHOએ એપ્રિલમાં પણ એપ લોન્ચ કરી હતી, પરંતુ બાદમાં તેને હટાવી દેવામાં આવી હતી
  • એપ પર કોવિડ સંક્રમિતોની સંખ્યાની સાથે મહામારી સંબંધિત મિથ વિશે પણ જાણકારી મળશે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ કોવિડ-19 ગાઈડલાઈન અને અપડેટ માટે એપ લોન્ચ કરી છે. આ એપનું નામ WHO COVID-19 Updates છે. આ એપ પર યુઝર્સને કોરોના મહામારી સંબંધિત સચોટ ડેટા મળશે. અગાઉ પણ WHOએ એપ્રિલમાં એપ લોન્ચ કરી હતી, પરંતુ બાદમાં તેને પ્લે સ્ટોર પર હટાવી દેવામાં આવી હતી. હકીકતમાં તે સમયે કોવિડથી સંબંધિત ડેટા જાહેર કરવા નહોતા.

અપડેટ એપ જૂની એપની જેમ જ કામ કરે છે. અહીં દુનિયાભરમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યાની સાથે મહામારી સંબંધિત લક્ષણો, મિથ જેવી જાણકારીઓ મળશે. એપ પર ઘણા એક્સપર્ટ્સને પણ રાખવામાં આવ્યા છે જે યુઝર્સના સવાલોના જવાબ આપશે. અહીં દરરોજ સંક્રમિતોની સંખ્યા પણ જોવા મળે છે.

WHO COVID-19 Updates એપ વિશે
એપના ટેક્નિકલ સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેને 20 ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવી છે. તેની સાઈઝ 8.8MB છે. તેને અત્યાર સુધી 1000થી વધારે યુઝર્સે ઈન્સ્ટોલ કરી છે. તેને એન્ડ્રોઈડના વર્ઝન 4.1 અથવા તેનાથી ઉપરના ios પર ઈન્સ્ટોલ કરી શકાય છે. એપનું અત્યારનું વર્ઝન 1.0.0 છે.

દેશમાં કોરોનાની સ્થિતિ

  • દેશમાં કોરોના કેસ સતત ઓછા થઈ રહ્યા છે. ગુરુવારે એક્ટિવ કેસમાં 1474 કેસ ઓછા થયા. દેશમાં અત્યારે કોરોનાના 2 લાખ 80 હજાર 373 દર્દીઓની સારવાર ચાલી રહી છે. તેમાં 78% કેસ માત્ર 10 રાજ્યોમાં છે. તેમાં કેરળ (60,157), મહારાષ્ટ્ર (54,891), ઉત્તર પ્રદેશ (16,299), પશ્ચિમ બંગાળ (15,193), છત્તીસગઢ (15,153), કર્ણાટક (13,610), રાજસ્થાન (11,671), ગુજરાત (10,741), મધ્ય પ્રદેશ (10,676) અને તમિલનાડુ (9,217) સામેલ છે.
  • દેશમાં અત્યારે માત્ર 2.8% એક્ટિવ કેસ છે. કેરળ અને હિમાચલમાં સૌથી વધારે 8.7% દર્દીઓની સારવાર ચાલી રહી છે. કેરળમાં અત્યાર સુધી 7 લાખ 26 હજાર 688 કેસ સામે આવી ચૂક્યા છે, જેમાં 63 હજાર 157 દર્દીઓની સારવાર ચાલી રહી છે. તેમજ હિમાચલ પ્રદેશમાં 53 હજાર 766 કોરોનાના કેસ સામે આવ્યા, જેમાંથી 48 હજાર 151 લોકોએ કોરોનાને માત આપી અને 887 લોકોએ જીવ ગુમાવ્યો. રાજ્યમાં અત્યારે 4 હજાર 681 એક્ટિવ કેસ છે.

દુનિયામાં કોરોનાની સ્થિતિ

  • દુનિયામાં કોરોનાના દર્દીઓનો આંકડો 7.97 કરોડથી વધારે થઈ ગયો છે. 5 કરોડ 61 લાખથી વધારે લોકો સાજા થઈ ગયા છે. અત્યાર સુધી 17 લાખ 48 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડા www.worldometers.info/coronavirusના અનુસાર છે. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સને દેશમાં લોકડાઉન લાગુ કરવાની ના પાડી દીધી છે. જ્હોન્સનનું આ નિવેદન તે સમયે આવ્યું જ્યારે ગુરુવારે એક જ દિવસમાં મોતનો આંકડો 574 વધી ગયો.
અન્ય સમાચારો પણ છે...