₹999માં ‘સ્વોટ airLIT 006’ લોન્ચ:વાઈરલેસ ઈયરબડ્સમાં મળશે ફાસ્ટ કનેક્ટિવિટી, સિંગલ ચાર્જમાં 20 કલાક પ્લેબેકનો દાવો

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક હજાર રુપિયાના બજેટમાં પોર્ટેબલ ઈયરબડ્સ લેવાના ઈચ્છુક યુઝર્સ માટે સ્વોટ કંપની એક ભેંટ લાવી છે. કંપનીએ ₹999ની કિંમતમાં ‘સ્વોટ airLIT 006’ ઈયરબડ્સ લોન્ચ કર્યા છે. વાઈરલેસ ઈયરબડ્સમાં ડિજિટલ ડિસ્પ્લે મળશે. કંપનીએ 10 મીટરની કનેક્ટિવિટી રેન્જનો દાવો કર્યો છે. ઈયરબડ્સ સિંગલ ચાર્જમાં 20 કલાક સુધી પરફોર્મ કરી શકે છે.

4 જુદા-જુદા કલરમાં ઉપલબ્ધ
‘સ્વોટ airLIT 006’ના ડિઝાઈન માર્કેટમાં હાજર બાકી પોર્ટેબલ ઈયરબડ્સની જેમ જ છે. ઈયરબડ્સ બ્લેક, વ્હાઈટ, લાઈટ પિંક અને ક્રિમ કલરમાં ઉપલબ્ધ છે. હળવા બોક્સમાં રાખવામાં આવેલ બંને ઈયરબડ્સની વચ્ચે લાઈટ આપવામાં આવી છે. લાઈટ્સથી કનેક્ટિવિટી અને ચાર્જિંગ ચેક કરી શકો છો. બોક્સની અંદર જ ચાર્જિંગ કેબલ અને એકસ્ટ્રા રબર કેપ્સ મળશે.

કાળા, સફેદ, આછા ગુલાબી અને ક્રીમ રંગમાં ઉપલબ્ધ
કાળા, સફેદ, આછા ગુલાબી અને ક્રીમ રંગમાં ઉપલબ્ધ

ડિવાઈસમાં મળશે ફાસ્ટેસ્ટ કનેક્ટિવિટી
બોક્સની બહાર કાઢતાં જ ઈયરબડ્સ તમારા ડિવાઈસ સાથે કનેક્ટ થઈ જશે. બંને ઈયરબડ્સ પર સ્ટ્રોંગ ટચ કંટ્રોલ મળશે. આ ડિજિટલ ટચ કંટ્રોલથી તમને કોલ કટ કરવાની અને ઉઠાવવાની સુવિધા સાથે મ્યુઝિક પ્લેયર કંટ્રોલ કરવાની અને નંબર ડાયલ કરવાની સુવિધા પણ મળશે. પ્લે અને પોઝ કરવાની સાથે આગળનું અને પાછળનું ગીત પણ સિલેક્ટ કરી શકો છો.

બોક્સની બહાર કાઢતાં જ ઈયરબડ્સ તમારા ડિવાઈસ સાથે કનેક્ટ થઈ જશે
બોક્સની બહાર કાઢતાં જ ઈયરબડ્સ તમારા ડિવાઈસ સાથે કનેક્ટ થઈ જશે

10 મીટર કનેક્ટિવિટીની રેન્જ
સ્વોટ airLIT 006માં તમને IPX4 વોટર પ્રોટેક્શન મળશે. કંપનીએ 10 મીટર સુધીની કનેક્ટિવિટી રેન્જનો દાવો કર્યો છે. ટાઇપ-C ચાર્જરમાં 10 મિનિટના ચાર્જિંગમાં લગભગ 100 મિનિટ પ્લેબેક અને સિંગલ ચાર્જમાં 20 કલાક પ્લેબેકની વાત કરવામાં આવી છે. ઓનલાઇન માર્કેટમાં ઓફર લાગુ કર્યા બાદ તમે આ ઇયરબડ્સને 899માં પણ ખરીદી શકો છો.