તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ન્યૂ ફીચર:ટૂંક સમયમાં ઈન્સ્ટાગ્રામ થ્રેડ્સ એપમાં ‘વોઈસ નોટ’ ફીચર ઉમેરાશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ફીચરથી વીડિયોનો ઓડિયો ઓન થશે અને યુઝર તેનું લાઈવ કેપ્શન જોઈ શકશે
  • ઓક્ટોબર 2019માં ઈન્સ્ટાગ્રામે થ્રેડ્સ એપ લોન્ચ કરી હતી
  • એપની મદદથી યુઝર ઈન્સ્ટાગ્રામના ક્લોઝ ફ્રેન્ડ્સ સાથે ટેક્સ્ટ, ફોટો અને વીડિયો શેર કરી શકે છે

મલ્ટિ મીડિયા શેરિંગ એપ ઈન્સ્ટાગ્રામ તેની થ્રેડ્સ એપમાં ‘વોઈસ નોટ’ ફીચર ઉમેરવાની તૈયારીમાં છે. આ ફીચરથી યુઝર વીડિયોમા શું કહેવામાં આવ્યું છે તેનો ઓડિયો સાંભળી શકશે. ટેક ટિપ્સ્ટર એલેસેન્ડ્રોએ ટ્વીટ કરી તેની માહિતી આપી છે.

આ ફીચરનું ટેસ્ટિંગ કેટલાક યુઝર્સ પર કરવામાં આવી રહ્યું છે. આ ફીચરથી વીડિયોનો ઓડિયો ઓન થશે અને યુઝર તેનું લાઈવ કેપ્શન જોઈ શકશે.ઓક્ટોબર 2019માં ઈન્સ્ટાગ્રામે થ્રેડ્સ એપ લોન્ચ કરી હતી. આ એપની મદદથી યુઝર ઈન્સ્ટાગ્રામના  ક્લોઝ ફ્રેન્ડ્સ સાથે ટેક્સ્ટ, ફોટો અને વીડિયો શેર કરી શકે છે. જોકે આ ફીચરને ગ્લોબલી ક્યારે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.

વોઈસ નોટ જેવું જ ફીચર ટ્વિટર પણ લોન્ચ કરવાની તૈયારીમાં છે. ટ્વિટર કેટલાક iOS યુઝર્સ પર ઓડિયો ટ્વીટ્સ ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ ફીચરની મદદથી એક ટ્વીટમાં યુઝર 140 સેકન્ડનું વોઈસ ટ્વીટ કરી શકશે તેનાથી વધારાની સેક્ન્ડ્સના ઓડિયો થ્રેડ્સમાં ઉમેરાતા જશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો