• Gujarati News
  • Utility
  • Gadgets
  • The Vivo Y32s Will Have A 50MP Primary Rear Camera, Listed Just Before The Phone Launched On Amazon For 17,990.

અપકમિંગ:'વિવો Y32s'માં 50MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે, એમેઝોન પર ₹17,990માં ફોન લોન્ચિંગ પહેલાં જ લિસ્ટ થયો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોનમાં એક્સ્ટ્રા 4GBની રેમ સોફ્ટવેરનાં માધ્યમથી મળશે
  • સિક્યોરિટી માટે તેમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે

વિવો તેની Y સિરીઝનો પોર્ટફોલિયો વધારવા માટે 'Y32s' સ્માર્ટફોન લોન્ચ કરશે. ઓફિશિયલ લોન્ચિંગ પહેલાં જ સ્માર્ટફોનનાં સ્પેસિફિકેશન અને કિંમત લીક થઈ છે. એમેઝોન ઈન્ડિયા પર ફોન 17,990 રૂપિયાની કિંમત સાથે લિસ્ટ થયો છે. જોકે આ લિસ્ટિંગ થોડાં સમય માટે જ થયું હતું હવે કંપનીએ તેને દૂર કર્યું છે.

લિસ્ટિંગ પ્રમાણે ફોનમાં 50MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે. 6.58 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે સ્ક્રીન અને મીડિયાટેક હીલિયો G80 પ્રોસેસર મળશે.

વિવો Y33sની સંભવિત કિંમત

આ ફોનનું 8GB+128GBનું વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે. તેની કિંમત 17,990 રૂપિયા હશે. એમેઝોનના લિસ્ટિંગ પરથી કન્ફર્મ થાય છે કે ફોનનું મિડ ડે ડ્રીમ કલર વેરિઅન્ટ લોન્ચ થશે. કંપની 'નો કોસ્ટ EMI' અને એક્સચેન્જ ઓફર પણ આપશે.

વિવો Y33sનાં સંભવિત સ્પેસિફિકેશન

  • કંપનીએ ફોનનાં સ્પેસિફિકેશન વિશે ઓફિશિયલ કોઈ જાહેરાત કરી નથી. લિસ્ટિંગ પ્રમાણે, ફોનમાં એન્ડ્રોઈડ 11 બેઝ્ડ ફનટચ OS મળશે. ફોનમાં 6.58 ઈંચની FHD+ ફુલવ્યૂ ડિસ્પ્લે મળશે. તેનું રિઝોલ્યુશન 2,408x1,080 પિક્સલ મળશે.
  • ફોનમાં ઓક્ટાકોર મીડિયાટેક હીલિયો G80 પ્રોસેસર સાથે 8GBની રેમ અને 128GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળશે. તેમાં એક્સ્ટ્રા 4GB રેમ સોફ્ટવેરનાં માધ્યમથી મળશે.
  • ફોનમાં 50MP+2MP+2MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે.
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 16MPનો ફ્રન્ટ કેમેરા મળશે.
  • ફોનમાં 5,000mAhની બેટરી મળશે. તે 18 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરશે.
  • કનેક્ટિવિટી માટે તેમાં 4G LTE, ડ્યુઅલ બેન્ડ વાઈફાઈ, બ્લુટૂથ v5, USB, OTG સહિતના ઓપ્શન મળશે.
  • સિક્યોરિટી માટે તેમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.