• Gujarati News
  • Utility
  • Gadgets
  • The 'Vivo X70 Pro' Will Prove To Be The Best Option Than The IPhone 13, Despite Being Cheap, Equipped With Powerful Photography Features

ટેક ગાઈડ:આઈફોન 13 કરતાં 'વિવો X70 પ્રો' બેસ્ટ ઓપ્શન સાબિત થશે, સસ્તો હોવા છતાં દમદાર ફોટોગ્રાફી ફીચર્સથી સજ્જ

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 'વિવો X70 પ્રો' માં 50MPનો પ્રાઈમરી કેમેરા અને 32MPનો ફ્રન્ટ કેમેરા મળે છે
  • પ્રો લેવલ ફોટોગ્રાફી માટે નાઈટ મોડ, પ્રો સ્પોર્ટ્સ, ડબલ એક્સપોઝર, ડ્યુઅલ વ્યૂ, એસ્ટ્રો, પ્રો સહિતના ફીચર્સ મળે છે

નવું વર્ષ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. તમે નવું વર્ષ વેલકમ કરવાના સેલિબ્રેશનની પળો હંમેશાં માટે કેપ્ચર કરવા માટે પ્રો લેવલ ફોટોગ્રાફી ધરાવતો સ્માર્ટફોન ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા હશો. પરંતુ પ્રો કેમેરા સેટઅપ ધરાવતા સ્માર્ટફોનની કિંમત તમારા બજેટની બહાર હોવાથી તમે પાછા પડી રહ્યા છો તો તમારા માટે સસ્તાંમાં એક સારો ઓપ્શન અવેલેબલ છે. વિવોનો X70 પ્રો સ્માર્ટફોન તમારા બજેટ સાથે ફોટોગ્રાફીના શોખનું ધ્યાન રાખશે. અન્ય મોંઘા સ્માર્ટફોનની સરખામણીએ આ આ સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે સારા ફીચર્સ છે.

વિવો X70 પ્રોનાં સ્પેસિફિકેશન
ડિઝાઈન અને પર્ફોર્મન્સ

  • ડિઝાઈન: આ સ્માર્ટફોન હાથમાં રાખશો તો તમને પ્રીમિયમ ફીલિંગ આવશે. ફોનમાં પંચ હોલ કર્વ્ડ ડિસ્પ્લે મળે છે. બેક પેનલ ગ્લોસી ફિનિશિંગ ધરાવે છે. રાઈટ સાઈડમાં વોલ્યુમ રોકર્સ છે. બેક સાઈડ કેમેરા સેક્શનમાં ક્વૉડ લેન્સ મળે છે. સાથે તેમાં LED ફ્લેશ પણ મળે છે.
  • ડિસ્પ્લે: ફોનમાં 6.56 ઈંચની FHD+ AMOLED કર્વ્ડ ડિસ્પ્લે મળે છે. રિઝોલ્યુશન 1080x2376 પિક્સલ છે. તે HDR 10+ સપોર્ટ કરે છે. ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 120Hz અને સ્ક્રીન ટુ બોડી રેશિયો 90.3% છે.
  • પર્ફોર્મન્સ: ફોનનું મીડિયાટેક MT6893 ડાયમેન્સિટી 1200 5G પ્રોસેસર 12GBની રેમ સાથે ફોનને પાવર આપે છે. ગ્રાફિક્સ માટે તેમાં Mali-G77 MC9 ઈન્ટરનેશનલ GPU મળે છે. ફોન પર હેવી ગ્રાફિક્સ ગેમ બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા, કોલ ઓફ ડ્યુટી જેવી ગેમ્સનો સારો એક્સપિરિઅન્સ મળે છે. દમદાર સાઉન્ડ ક્વોલિટી માટે તેમાં સ્ટીરિયો સ્પીકર મળે છે.

ફોનના કેમેરા અને સોફ્ટવેર દમદાર

  • કેમેરા: સ્માર્ટફોનને તેનું કેમેરા સેટઅપ જ ખાસ બનાવે છે. તેમાં Zeiss લેન્સ મળે છે. ફોનમાં 50MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળે છે. સાથે 8MPનો પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ, 12MPનો ટેલિફોટો અને 12MPનો અલ્ટ્રાવાઈડ લેન્સ મળે છે.સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32MPનો ફ્રન્ટ કેમેરા છે.
  • કેમેરા સોફ્ટવેર: પ્રો લેવલ ફોટોગ્રાફી માટે નાઈટ મોડ, પ્રો સ્પોર્ટ્સ, ડબલ એક્સપોઝર, ડ્યુઅલ વ્યૂ, એસ્ટ્રો, પ્રો સહિતના ફીચર્સ મળે છે. વીડિયોગ્રાફી માટે તેમાં સ્ટાન્ડર્ડ સ્ટેબિલાઈઝેશન. અલ્ટ્રા સ્ટેબલ મોડ મળે છે. ફોન 10X ઝૂમ સપોર્ટ કરે છે. ગમે તે લોકેશન અને લાઈટમાં આ કેમેરાસેટઅપથી તમે દમદાર ફોટોગ્રાફી કરી શકો છો.
  • ફીચર્સ: ફોનનો સ્લો મોશન, નાઈટ મોડ, એસ્ટ્રો મોડ, સુપરમૂન મોડ સારો ફોટોગ્રાફી આઉટપુટ આપે છે. આ તમામ મોડ પ્રોફેશનલ કેમેરામાં મળે છે.
  • લેન્સ પાવર: નજીકની વસ્તુ કેપ્ચર કરવા માટે ફોનમાં મેક્રો મોડ મળે છે. તે કીડી જેવી નાની વસ્તુની પણ એકદમ ડિટેલમાં કેપ્ચર કરે છે. રિઅર અને ફ્રન્ટ બંને કેમેરામાં બોકેહ લેન્સ મળે છે.
  • OS: ફોન એન્ડ્રોઈડ 11 બેઝ્ડ FuntouchOS 12 OS પર રન કરે છે. 2 વર્ષ સુધી ફોનમાં OS અપડેટ મળશે.

બેટરી અને કનેક્ટિવિટી
આ સ્માર્ટફોનમાં 5G નેટવર્ક સાથે Wi-Fi 2.4G/5G, બ્લુટૂથ 5.2, ટાઈપ- C, USB 3.1, GPS, OTG, NFC સહિતના ઓપ્શન મળે છે. ફોનની 4450mAhની બેટરી 44 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. સિંગલ ચાર્જ પર ફોન આખા દિવસનું બેકઅપ આપે છે.

કિંમત
દમદાર કેમેરા અને બેટરી પર્ફોર્મન્સ ધરાવતા આ ફોનનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 46,990 રૂપિયા છે. તેના ટોપ વેરિઅન્ટની કિંમત 52,990 રૂપિયા છે. આઈફોન 13 સિરીઝ અને સેમસંગ ગેલેક્સી S21 સિરીઝની સરખામણીએ આ ફોન ઘણો સસ્તો છે. કિંમત સસ્તી હોવા છતાં વિવોનો આ સ્માર્ટફોનમાં હાર્ડવેર અને ફીચર્સ મોંઘાદાટ ફોન જેવાં જ છે. જો તમને ફોટોગ્રાફીનો ગેલો શોખ હોય તો આ ફોન સારો ઓપ્શન સાબિત થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...