મેટાની નવી પ્રાઈવેસી પોલીસી:કંપની ક્યારે, કેવી રીતે અને કયા કારણોસર વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરે છે તેની જાણ યુઝરને રહેશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

સોશિયલ મીડિયા જાયન્ટ મેટાએ ફરી એકવાર તેની પ્રાઈવેસી પોલીસીને અપડેટ કરી છે. ગુરુવારે મેટાએ કહ્યું હતું કે, તે ફેસબુક, મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામ માટે તેની ડેટા પોલિસીને અપડેટ કરવા જઈ રહી છે. આ અપડેટ બાદ યૂઝર્સને ખબર પડી જશે કે કંપની દ્વારા તેમના પર્સનલ ડેટાનો ઉપયોગ ક્યારે, કેવી રીતે અને ક્યાં કારણોસર કરવામાં આવે છે. કંપનીએ કહ્યું કે, આ નવી પોલિસીનું નામ પ્રાઈવેસી પોલિસી છે, જેને 26 જુલાઇથી લાગુ કરવામાં આવશે. તો ચાલો જાણીએ મેટાની આ પ્રાઈવેસી પોલિસી વિશે.

મેટાએ નવી પ્રાઇવેસી પોલિસી રજૂ કરી
આ અપડેટ પોલિસીમાં મેટા હવે તેના યુઝર્સને વધુ સારી રીતે અને સ્પષ્ટ રીતે સમજાવી શકશે કે, કંપની યુઝર્સના વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કેવી રીતે કરે છે? યુઝર્સને તેમાં લોકેશન રિલેટેડ ડિટેલ્સ સાથે આંતરિક પ્રોટોકોલ સરનામાંની વિગતો પણ મળશે.મેટાએ એમ પણ કહ્યું કે પ્રાઇવસી પોલિસી ઉપરાંત ફેસબુક, મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામની ટર્મ્સ ઓફ કંડિશન્સ પણ યુઝર્સની જરૂરિયાત અનુસાર અપડેટ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, હાલમાં જ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ભારત સહિત ઘણાં યૂરોપીય દેશોની સરકારોએ મેટાની પ્રાઈવસી પોલિસીનો વિરોધ કર્યો હતો અને કડક નિર્દેશ પણ આપ્યા હતા.

નવી પોલિસી ભારતીય યુઝર્સ માટે ફરજિયાત નથી
ભારત સરકારે પણ મેટાને કડક સૂચના આપી હતી કે, તે આવી પ્રાઇવેસી પોલિસી બિલકુલ ના બનાવે, જેનાથી નાગરિકોની પ્રાઇવેસી પોલિસી પર સહેજ પણ અસર પડે. આ કારણે મેટાએ ગુરૂવારના રોજ પોતાની નવી પ્રાઇવેસી પોલિસી લાગુ કરવાની જાહેરાત કરતાં કહ્યું કે, ભારતીય યૂઝર્સ માટે મેટાની નવી પ્રાઇવેસી પોલિસી સ્વીકારવી ફરજિયાત નહીં હોય. ભારતીય યુઝર્સ ઇચ્છે તો નવી પ્રાઇવેસી પોલિસી સ્વીકારી શકે છે અને તે ના ઇચ્છે તો પણ નહીં કરી શકે. આવી સ્થિતિમાં પણ ભારતીય યૂઝર્સને મેટાના કોઈપણ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં કોઈ સમસ્યા નહીં આવે.