• Gujarati News
  • Utility
  • Gadgets
  • The Telegram App Has Been Downloaded More Than 100 Million Times On The Google Play Store, With The Latest Movies Available For Free And Becoming A Favorite Of Users.

માઈલસ્ટોન:ગૂગલ પ્લે સ્ટોર પર એપ 100 કરોડથી વધારે વખત ટેલિગ્રામ એપ ડાઉનલોડ થઈ, લેટેસ્ટ મૂવીઝ ફ્રીમાં અવેલેબલ હોવાથી યુઝર્સની પસંદ બની

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વ્હોટ્સએપની કડક પોલિસી અને ફેસબુક આઉટેજ ટેલિગ્રામને ફળ્યાં

વ્હોટ્સએપની કડક પ્રાઈવસી પોલિસીને કારણે રાતોરાત હિટ બનેલી ટેલિગ્રામે એક નવો માઈલસ્ટોન અચીવ કર્યો છે. ગૂગલ પ્લે સ્ટોર પર ટેલિગ્રામ 1 બિલિયન અર્થાત 100 કરોડ વખત ડાઉનલોડ થઈ છે. ટેલિગ્રામના CEO પાવેલ ડુરોવના જણાવ્યા પ્રમાણે, 2021ની શરૂઆતમાં મેસેજિંગ એપના 500 મિલિયન (50 કરોડ)થી વધારે મંથલી એક્ટિવ યુઝર્સ હતા. છેલ્લા 15 દિવસમાં ટેલિગ્રામ પર 7 કરોડ નવા યુઝર્સ ઉમેરાયા છે.

ટેલિગ્રામને મળેલી આ ઉપલબ્ધિનો શ્રેય ફેસબુક આઉટેજને જાય છે. 5 ઓક્ટોબરે ટેલિગ્રામ પર 7 કરોડ નવા યુઝર્સ ઉમેરાયા હતા. આ દિવસે ફેસબુક સહિત વ્હોટ્સએપ સર્વિસ 6 કલાક માટે ઠપ થઈ હતી. તેનો સીધો ફાયદો ટેલિગ્રામને મળ્યો હતો.

ટેલિગ્રામ માટે ભારત બીજો સૌથી મોટો યુઝર બેઝ

ટેક રિસર્ચ ફર્મ સેન્સર ટાવરના રિપોર્ટ પ્રમાણે, ભારતમાં ટેલિગ્રામનો ગ્રોથ ઈન્ટરનેટ માર્કેટમાં ઝડપથી થઈ રહ્યો છે. તેના આશરે 22% લાઈફટાઈમ ઈન્સ્ટોલેશન થયા છે. ભારત બાદ રશિયા અને ઈન્ડોનેશિયા એપનો મુખ્ય એરિયા છે.

આ ફીચર્સને કારણે ટેલિગ્રામ યુઝર્સની પંસદ બની
તમામ ચેટ પર પેમેન્ટ

ટેલિગ્રામમાં પેમેન્ટ બૉટ 2017થી એક્ટિવ છે. તે યુઝર્સને સુરક્ષિત રીતે પેમેન્ટ કરવાનો ઓપ્શન આપે છે. અહીં વેપારી કોઈ પણ ચેટ પર ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ એક્સેપ્ટ કરી શકે છે. પેમેન્ટ હવે કોઈ પણ એપથી કરી શકાય છે. તેમાં ડેસ્કટોપ એપ પણ સામેલ છે. એપ પેમેન્ટ માટે કોઈ કમિશન નથી લેતી અને યુઝરની પેમેન્ટ ડિટેલ પણ પોતાની પાસે સેવ નથી રાખતી.

વોઈસ ચેટ શિડ્યુલ
ટેલિગ્રામ પર યુઝર્સ વોઈસ ચેટ પણ શિડ્યુલ કરી શકે છે. ગ્રુપ એડમિન અને ચેનલ્સ હવે વોઈસ મેસેજને ડેટ અને ટાઈમ સેવ કરી શિડ્યુલ કરી શકે છે.

ચેટિંગ દરમિયાન પ્રોફાઈલ ફોટો બદલી શકાય છે
નવી અપડેટમાં યુઝર પ્રોફાઈલ પિક્ચર અને બાયોને સારા આઈડિયા સાથે ચેટિંગ દરમિયાન એક્સપાન્ડ કરી શકશે. તેના માટે ચેટ વિન્ડોથી બહાર નીકળવાની જરૂર નથી. આ ફીચરને વોઈસ ચેટ માટે મિની પ્રોફાઈલ કહેવાય છે.

એનિમિટેડ સ્ટિકર્સ અને ડાર્ક મોડ
એપ એનિમિટેડ સ્ટીકર્સ, ડાર્ક મોડ, ચેટ ફોલ્ડર્સ સહિતના ઘણા ફીચર્સ સપોર્ટ કરે છે. યુઝર્સ કોઈ પણ ડેસ્કટોપ અથવા મોબાઈલ પર પોતાની ચેટ વિન્ડો પર પહોંચી શકે છે.

ટેલિગ્રામ પર ફ્રીમાં મૂવીઝ અને વેબ સિરીઝ અવેલેબલ
આ એપ પોપ્યુલર થવાનું કારણ મૂવીઝ અને વેબ સિરીઝની ફ્રીમાં અવેલેબિલિટી પણ છે. જોકે ટેલિગ્રામ ઓફિશિયલી તેને સપોર્ટ કરતું નથી. એપ પર ઘણા યુઝર્સે ફ્રીમાં મૂવીઝ ડાઉનલોડ કરવા માટેની ચેનલ બનાવી છે. આ ચેનલ પર અપલોડ કરવામાં આવેલી લિંક પરથી ફ્રીમાં લેટેસ્ટ મૂવીઝ અને સિરીઝ ડાઉનલોડ કરી શકાય છે. આ ડાઉનલોડિંગમાં વચ્ચે કોઈ એડવર્ટાઈઝ પણ હેરાન કરતી નથી.