McAfee’s 2022 રિપોર્ટ:સર્વેમાં ખુલાસો થયો, સાયબર બુલિંગનું ભારતીય બાળકોમાં સૌથી વધુ જોખમ છે

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતીય બાળકોમાં સૌથી વધુ ઓનલાઈન જોખમ હોય છે અને તેમાં પણ સૌથી નાની ઉંમરના બાળકોમાં વધુ હોય છે. ઓનલાઈન પ્રોટેક્શનમાં વૈશ્વિક અગ્રણી McAfee Corp દ્વારા કરવામાં આવેલા નવા અભ્યાસમાં આ અંગે જણાવવામાં આવ્યું છે. આપણા દેશમાં 10 થી 14 વર્ષની ઉંમરના 83 ટકા બાળકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે, જે આંતરરાષ્ટ્રીય સરેરાશ કરતાં નોંધપાત્ર રીતે 7 ટકા વધારે છે. આનાથી ઓનલાઈન જોખમો વધી જાય છે કારણકે, માતા-પિતા અને બાળકો વચ્ચે સુરક્ષાનું પ્રમાણ ઘટી જાય છે. 22 ટકા ભારતીય બાળકોએ અમુક સમયે સાયબર બુલિંગનો અનુભવ કર્યો હતો, જે વૈશ્વિક સરેરાશ કરતાં નોંધપાત્ર રીતે 5 ટકા વધુ છે.

વૈશ્વિક સ્તરે નેવું ટકા માતા-પિતા ઓનલાઈન સંરક્ષક તરીકેની તેમની ભૂમિકાને ઓળખે છે, જેમ તે વ્યાપક વિશ્વમાં તેમના બાળકોને સુરક્ષિત રાખવાની તેમની જવાબદારીને ઓળખે છે. ભારતમાં બાળકોને ખુબ જ નાની ઉંમરે મોબાઈલ આપી દેવામાં આવે છે, જેના કારણે ઓનલાઈન જોખમોનું પ્રમાણ વધી જાય છે. આ સંશોધન અભ્યાસના મુખ્ય ભાગરૂપે, અમે માતા-પિતાને તેમના બાળકોના ઓનલાઈન સંરક્ષક તરીકે સફળ થવા માટે જરૂરી જ્ઞાનથી સજ્જ કરવા માંગીએ છીએ, McAfeeના માર્કેટિંગના વાઇસ પ્રેસિડેન્ટ સચિન પુરીએ કહ્યું,'આ ડેટા સાથે અમે સાયબર ધમકીઓ, ઓનલાઈન છેતરપિંડી અને નાણાકીય માહિતી લીક જેવા ઓનલાઈન જોખમોનો સામનો કરવા માટે માતા-પિતાએ જે પગલાં લેવાની જરૂર છે તેના પર પ્રકાશ પાડવાનો અમારો હેતુ છે.'

માતા-પિતા ઓનલાઈન સંરક્ષક તરીકે
વૈશ્વિક સ્તરે 73 ટકા બાળકો ઓનલાઈન કોઈ તકલીફ પડે ત્યારે અન્ય કોઈ સંસાધનો કરતાં માતા-પિતા તરફ મદદ માટે વધુ આશા રાખે છે. વૈશ્વિક સ્તરે 56 ટકા માતાપિતાએ જણાવ્યું હતું કે, તે તેમના સ્માર્ટફોનને પાસવર્ડ અથવા પાસકોડથી સુરક્ષિત રાખે છે, જેથી તેમના બાળકો સાયબર બુલિંગનો શિકાર ના બને. ભારતીય માતા-પિતામાં સોશિયલ મીડિયા પર સાયબર બુલિંગ અને દુરુપયોગ અંગે ચિંતાનું સ્તર 47 ટકા હતું, જે વૈશ્વિક સરેરાશ કરતાં 10 ટકા ઓછું છે. ભારતીય પરિવારોએ અન્ય ઑનલાઇન જોખમો સાથેના તેમના અનુભવોની જાણ કરી હતી, જે ઓનલાઇન ગોપનીયતા અને સલામતીને લગતી સમસ્યાઓ સૂચવતા હતા અને વિશ્વના અન્ય પરિવારોની તુલનામાં ઘણા ઊંચા દરે. માતા-પિતાએ ઓનલાઇન ખાતાઓની ચોરીના પ્રયાસની જાણ ૩૩ ટકા કરી હતી. વૈશ્વિક સરેરાશ 15 ટકાની સરખામણીએ ભારતમાં 26 ટકા ચોરીની ઘટનાઓ નોંધાવનાર બાળકોમાં નોંધપાત્ર ૧૧ ટકાનો વધારો થયો છે. ભારતીય માતા અને બાળકોએ વિશ્વભરના પરિવારોની તુલનામાં ઊંચા દરે નાણાકીય માહિતી લીક થઈ હોવાનું નોંધ્યું છે, જેમાં માતાપિતા સરેરાશ કરતાં 9 ટકા વધારે છે અને બાળકો સરેરાશ કરતાં 13 ટકા વધારે છે.

કિશોરો અને ટ્વીન્સનું રહસ્યમયી ઓનલાઇન જીવન
બાળકો અને કિશોરો ગોપનીયતા અને સુરક્ષા ઇચ્છે છે કારણકે, તે તેમના જીવનનું નિર્માણ કરે છે. ભારતમાં બંને તેમના સ્માર્ટફોન અને ગેમિંગ કન્સોલને પસંદગીના ડિવાઇસીસ તરીકે તેમની યાદીમાં ટોચ પર મૂકે છે. બ્રાઉઝરની હિસ્ટ્રીને ક્લિયર કરવાથી માંડીને તે ઓનલાઇન શું કરે છે તેની વિગતોને બાકાત રાખવા સુધીની પ્રવૃત્તિઓ બાળકો કરે છે. આપણાં દેશમાં કોઈપણ વ્યક્તિની વાસ્તવિક ઓળખ જાણ્યા વિના ખાનગી વાતચીતની જાણ કરતાં બાળકોની સંખ્યા વિશ્વભરના અન્ય બાળકોની તુલનામાં 11 ટકા વધુ હતી. ભારતમાં ૨૨ ટકા બાળકોએ કેટલાક સમયે સાયબર બુલિંગનો અનુભવ કર્યો હતો જે વૈશ્વિક સરેરાશ કરતાં આશ્ચર્યજનક રીતે 5 ટકા વધારે છે.

જ્યારે ઓનલાઇન તેમને સુરક્ષિત રાખવાની વાત આવે છે, ત્યારે માતાપિતા છોકરાઓ અને છોકરીઓને અલગ રીતે જુએ છે. દેખીતો રીતે લિંગ પૂર્વગ્રહ છોકરીઓ કરતાં છોકરાઓને વધુ સુરક્ષિત માને છે તેમ છતાં તે છોકરાઓ છે, જેમને ઓનલાઇન વધુ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વૈશ્વિક સ્તરે 23 ટકા માતા-પિતા કહે છે કે, તે તેમની 10 થી 14 વર્ષની પુત્રીઓના પીસી પર બ્રાઉઝિંગ અને ઈ-મેઇલ હિસ્ટ્રી તપાસશે અને છોકરાઓ માટે તે ફક્ત 16 ટકા છે. આ અસમાનતા ફરીથી જોવા મળે છે, જેમાં 22 ટકા માતા-પિતાએ છોકરીઓ માટે અને ફક્ત 16 ટકા છોકરાઓ માટે કેટલીક સાઇટ્સની એક્સેસ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતમાં વૈશ્વિક ટ્રેન્ડને અનુરૂપ 40 ટકા છોકરાઓની સરખામણીમાં 44 ટકા છોકરીઓમાં કમ્પ્યુટર પર પેરેન્ટલ કન્ટ્રોલ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં આવે છે, જે 4 ટકાનો સાધારણ તફાવત છે.

ભારતમાં 10-14 વર્ષની છોકરીઓના 55 ટકા માતા-પિતા તેમના કોલ અને ટેક્સ્ટ ચેક કરે તેવી શક્યતા વધુ હોય છે, જ્યારે છોકરાઓના માતા-પિતાની સંખ્યા 52 ટકા છે. McAfee’sના ચીફ પ્રોડક્ટના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને રેવન્યુ ઓફિસર ગગન સિંહે જણાવ્યું હતું કે, "અમે ઇચ્છીએ છીએ કે, માતા-પિતાને ખબર પડે કે તેમના પરિવારો માટે સલામત અને તંદુરસ્ત ઓનલાઇન પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે સાધનો અને સંસાધનો ઉપલબ્ધ છે અને સાથે-સાથે તે આદતોથી પણ વાકેફ છે કે, જે સાયબર બુલિંગ અથવા સાયબર એટેક જેવા કિસ્સાઓનું જોખમ વધારી શકે છે. પરિવારોના ઓનલાઇન રક્ષણ માટે આ અભ્યાસ માતા-પિતાને અસરકારક સાધનોનો ઉપયોગ કરીને તેમના બાળકોને વિવિધ નબળાઈઓથી બચાવવા વિનંતી કરે છે, જે ડિવાઇસની પ્રવૃત્તિનું નિરીક્ષણ કરવાની, સ્ક્રીન સમયને મર્યાદિત કરવાની, એપ્લિકેશન્સને અવરોધિત કરવાની અને ફિલ્ટર વેબસાઇટ્સને અવરોધિત કરવાની ક્ષમતા આપે છે જેથી સુરક્ષાના સ્તરને ઉમેરવામાં મદદ મળે.