• Home
  • The 'Slow motion video' faeture of 50 thousand iPhones is available for free in these three Android apps

એપ / આ ત્રણ એપ ડાઉનલોડ કરો અને iPhone 11નો ‘સ્લોફી’ ફીચર ફ્રીમાં મેળવો

The 'Slow motion video' faeture  of 50 thousand iPhones is available for free in these three Android apps

  • સ્લોફી ફીચરમાં સ્લો મોશનમાં સેલ્ફી વીડિયો રેકોર્ડ કરી શકાય છે

Divyabhaskar.com

Sep 11, 2019, 05:55 PM IST

ગેજેટ ડેસ્ક: મંગળવારે એપલ કંપનીએ 11મી જનરેશનના ત્રણ આઇફોન લોન્ચ કર્યા છે. આ વખતે કંપનીએ આઇફોનમાં કેમેરાને વધારે મહત્ત્વ આપ્યું છે. કંપનીએ યુઝરને આઇફોનમાં સ્પેશિયલ 'સ્લોફી' ફીચર આપ્યું છે. આ ફીચરની મદદથી સ્લો મોશનમાં સેલ્ફી વીડિયો રેકોર્ડ કરી શકાય છે, પણ યુઝરને સ્લો મોશનમાં વીડિયો રેકોર્ડ કરવા માટે આઇફોન હોવો જરૂરી નથી. એન્ડ્રોઇડ યુઝર પણ ગૂગલ પ્લે સ્ટોર પર હાજર એપની મદદથી સ્લો મોશન વીડિયો રેકોર્ડ કરી શકાય છે. આ વીડિયો ફ્રન્ટ અને બેક એમ બંને કેમેરાથી રેકોર્ડ કરી શકાય છે.

સ્લો મોશન એપ ફોર એન્ડ્રોઇડ

સ્લો મોશન વીડિયો એફએક્સ (SLOW MOTION VIDEO FX)
આ એપની મદદથી યુઝર સરળતાથી અલો મોશન વીડિયો રેકોર્ડ કરી શકે છે. આ એપનું ફ્રી વર્ઝન અને પેડ વર્ઝન એમ બંને ગૂગલ પ્લે સ્ટોલ પર છે. આ એપમાં વીડિયો રેકોર્ડ કરવા આ સ્ટેપ ફોલો કરો:
1. વીડિયો માટે રેકોર્ડ બટન પર ટેપ કરો અથવા ગેલેરીમાંથી કોઈ વીડિયો સિલેક્ટ કરો.
2.વીડિયો સ્લો કરવાનું ઓપ્શન સિલેક્ટ કરો
3. સ્લો કરેલ વીડિયો મીડિયા લાઈબ્રેરીમાં સેવ કરો

હડલ ટેક્નિક (HUDL TECHNIQUE)

આ એપ મોટા ભાગે એથ્લેટ્સ અને કોચને વધારે ફાયદાકારક છે. આ એપ સ્પોર્ટ્સમેનનો વીડિયો સ્લો કરવામાં માહેર છે. આ એપને વાપરવા માટે આ સ્ટેપ ફોલો કરો:
1. રેકોર્ડ બટન ટેપ કરીને વીડિયો રેકોર્ડિંગ સ્ટાર્ટ કરો
2.જ્યારે તમારી સ્પોર્ટ્સ એક્ટિવિટી પૂરી થઈ જાય ત્યારે રેકોર્ડિંગ બંધ કરી દો
3. સ્લો મોશનમાં સેવ થયેલો વીડિયો જોવો અને જરૂરી લાગે તો તેમાં એડિટિંગ કરો
4. આ વીડિયોને ફોનમાં સાચવી રાખવા માટે સેવ કરો.

ફાસ્ટ એન્ડ સ્લો મોશન વીડિયો ટૂલ (FAST & SLOW MOTION VIDEO TOOL)

ગૂગલ પ્લે સ્ટોર પર હાજર આ એપમાં તમે વીડિયોની સાઈઝ 1/8 ગણીથી 8 ગણી કરી શકો છો. આ એપની મદદથી તમે આખા વીડિયોની સાઈઝ અથવા તો વીડિયોના અમુક પાર્ટની સ્પીડ ઓછી કરી શકો છો.

1. એપ ઓપન કરીને રેકોર્ડ બટન પર ક્લિક કરો
2. વીડિયો રેકોર્ડ કરી લો એટલે તમારે જે સ્પીડમાં સ્લો કરવો હોય તે સિલેક્ટ કરો.
3. રેકોર્ડ કરેલા વીડિયોને ASF, AVI, FLV, MP4 અને WMV ફોર્મેટમાં કન્વર્ટ કરો.
4. એડિટ કરેલો વીડિયો તમારા મિત્રો સાથે શેર કરો.

એપમાં ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે તમે તમારી જરૂર મુજબ વીડિયો ફાસ્ટ કે સ્લો કરી શકો છો.

X
The 'Slow motion video' faeture  of 50 thousand iPhones is available for free in these three Android apps
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી