દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ જિયોએ (JIO) આજ રોજ દિલ્હી પછી NCRનાં બીજા શહેરો ગુરુગ્રામ, નોઈડા, ગાઝિયાબાદ અને ફરીદાબાદમાં પણ પોતાની જિયો ટ્રુ 5G સર્વિસ શરુ કરી દીધી છે. આમ, જિયો દિલ્હી સહિત દિલ્હી-NCRમાં ટ્રૂ 5G સર્વિસ આપનાર એકમાત્ર ટેલિકોમ ઓપરેટર બની ગઈ છે.
જિયો દેશમાં પૂરઝડપે ટ્રુ-5G નેટવર્ક શરૂ કરી રહ્યું છે. દિલ્હી સિવાય મુંબઈ, કોલકાતા, વારાણસી, ચેન્નાઈ, હૈદરાબાદ, બેંગ્લોર અને નાથદ્વારામાં રિલાયન્સ જિયો પોતાની ટ્રૂ-5G સર્વિસ પહેલા જ શરુ કરી ચૂક્યા છે. દિલ્હી-NCR આ લિસ્ટમાં સૌથી નવું છે. રિલાયન્સ જિયોએ ફેસ્ટિવલ સિઝનમાં 5G સર્વિસની શરુઆત કરી હતી. આ કંપનીનો પ્લાન ડિસેમ્બર 2023 સુધી દેશનાં ખૂણેખૂણામાં 5G સર્વિસ શરુ કરવાનો છે.
કંપની મુજબ તેનાં નેટવર્ક સિગ્નલ દિલ્હી-NCRનાં તમામ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં મળશે. જિયો ટ્રુ-5જી નેટવર્ક મોટાભાગના રહેણાંક વિસ્તારો, હોસ્પિટલો, શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, સરકારી ઇમારતો, મોલ્સ, મુખ્ય બજારો, ટેક પાર્ક્સ અને મેટ્રો સ્ટેશનો પર ઉપલબ્ધ રહેશે.
ગ્રાહકોને મળી રહી છે ‘વેલકમ ઓફર’
દિલ્હીમાં લાખો યૂઝર્સ પહેલાથી જ જિયો ટ્રૂ-5G સર્વિસનો ઉપયોગ કરી રહ્યા છે. NCR ક્ષેત્રમાં પણ 5G સેવા શરૂ થયા બાદ જિયો યૂઝર્સને 'જિયો વેલકમ ઓફર' માટે પણ આમંત્રણ મળવાનું શરૂ થઈ જશે. આ ઓફર હેઠળ ગ્રાહકોને અનલિમિટેડ 5G ડેટા અને 1GBPS સુધીની સ્પીડ મળશે, જેના માટે કોઈ કિંમત ચૂકવવી પડશે નહીં.
અમારા એન્જિનિયર્સ 5G માટે 24 કલાક કામ કરે છે
રિલાયન્સ જિયોએ કહ્યું, ‘રાષ્ટ્રીય રાજધાની અને NCR ક્ષેત્રનાં મોટાભાગનાં ભાગોને આવરી લેવા એ અમારા માટે ગર્વની વાત છે. જિયો ઝડપથી પોતાની ટ્રુ-5G સર્વિસનું વિસ્તરણ કરી રહ્યું છે અને આ ક્ષેત્રનાં મોટા હિસ્સામાં તેને શરૂ કરી દેવામાં આવ્યું છે. સમગ્ર દિલ્હી-NCRમાં 5G સેવા આપનાર રિલાયન્સ જિયો એકમાત્ર ઓપરેટર છે. દરેક ભારતીયને ટ્રુ-5G સર્વિસ મળે તે માટે જિયોનાં એન્જિનિયર્સ 24 કલાક કામ કરી રહ્યા છે, કારણ કે આ ટેક્નોલોજી લોકોનાં જીવનમાં પરિવર્તન લાવી શકે છે.’
એન્ડ્રોઇડ ફોન પર 5G સેવા કેવી રીતે શરૂ કરવી?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.