• Gujarati News
  • Utility
  • Gadgets
  • The Screen Of Oppo's Foldable Phone Will Be Unfolded To 8 Inches, Find Out The Features Of The Phone With A Refresh Rate Of 120Hz

અપકમિંગ:ઓપ્પોના ફોલ્ડેબલ ફોનની સ્ક્રીન અનફોલ્ડ થઈ 8 ઈંચની થઈ જશે, 120Hzનો રિફ્રેશ રેટ ધરાવતાં ફોનનાં ફીચર્સ જાણી લો

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓપ્પોના અપકમિંગ ફોલ્ડેબલ ફોનમાં કલર OS 12 પ્રી ઈન્સ્ટોલ્ડ મળશે

ચાઈનીઝ સ્માર્ટફોન મેકર ઓપ્પોનો પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન આગામી મહિને લોન્ચ થઈ શકે છે. કંપનીએ તેનું કોડનેમ 'પીકોક' રાખ્યું છે. ચાઈનીઝ ટેક વેબસાઈટ ગીઝમોચાઈનાના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. ઓપ્પોના અપકમિંગ ફોલ્ડેબલ ફોનમાં 'ગેલેક્સી Z ફોલ્ડ 3' અને 'હુવાવે મેટ X2' જેવી ઈન્વર્ટ ફોલ્ડિંગ ડિઝાઈન મળશે.

ડિસ્પ્લે ઓછી બેટરી કન્ઝ્યુમ કરશે

અપકમિંગ ફોલ્ડેબલ ફોનમાં 8 ઈંચની LTPO (લૉ ટેમ્પરેચર પોલી ક્રિસ્ટલાઈન ઓક્સાઈડ) OLED પેનલ મળશે. ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 120Hzનો છે. LTPO OLED ડિસ્પ્લે OLED ડિસ્પ્લે અપડેટેડ વર્ઝન છે. તેનાથી બેટરી ઓછી વપરાય છે. તે સ્નેપડ્રેગન 888 ચિપસેટ સાથે લોન્ચ થઈ શકે છે.

50MPનો પ્રાઈમરી કેમેરા

ઓપ્પોના અપકમિંગ ફોલ્ડેબલ ફોનમાં કલર OS 12 પ્રી ઈન્સ્ટોલ્ડ મળશે. જોકે તેમાં એન્ડ્રોઈડ 11 મળશે કે 12 તે હજુ સ્પષ્ટ નથી. ફોનમાં સોની IMX766નું 50MPનો પ્રાઈમરી કેમેરા મળી શકે છે. ફોનમાં 4500mAhની બેટરી મળશે. તે 65W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરશે.

શાઓમી પણ ફોલ્ડેબલ ફોન લોન્ચ કરશે

શાઓમીના ફોલ્ડેબલ ફોનની લીક થયેલી તસવીર
શાઓમીના ફોલ્ડેબલ ફોનની લીક થયેલી તસવીર

શાઓમી પણ તેના ફોલ્ડેબલ ફોન 'Mi મિક્સ' લોન્ચ કરવાની તૈયારીમાં છે. તે ક્લેમશેલ ફોલ્ડિંગ ડિઝાઈન સાથે લોન્ચ થઈ શકે છે. તેનાં યુનિક ફોલ્ડિંગ ડિવાઈસની પેટન્ટ પણ લીક થઈ છે. આ ફોનની કિંમત 1 લાખ રૂપિયા કરતાં વધારે હોઈ શકે છે. વર્ષ 2022ના માર્ચ મહિનામાં ફોન લોન્ચ થઈ શકે છે.

માર્કેટમાં અવેલેબલ ફોલ્ડેબલ ફોન

ફોલ્ડેબલ ફોનપ્રારંભિક કિંમત (રૂપિયામાં)
માઈક્રોસોફ્ટ ડુઓ52 હજાર
મોટો રેઝર1 લાખ
હુવાવે મેટ X1.85 લાખ
ગેલેક્સી Z ફ્લિપ 385 હજાર
ગેલેક્સી Z ફોલ્ડ 21.20 લાખ
ગેલેક્સી Z ફોલ્ડ 31.50 લાખ