તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કન્ફર્મ:સેમસંગ ગેલેક્સી S20 FE 5G સ્માર્ટફોન 30 માર્ચે લોન્ચ થશે, 12MPનો કેમેરા અને 4500mAhની બેટરી મળશે

એક મહિનો પહેલા
  • ફોનમાં 12MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે
  • આ ફોનથી વાયરલેસ સપોર્ટ કરતાં અન્ય ડિવાઈસ ચાર્જ કરી શકાશે

સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ તેનો અપકમિંગ સ્માર્ટફોન ગેલેક્સી S20 FE 5G લોન્ચ કરવાની તૈયારીમાં છે. આગામી 30 માર્ચે કંપની આ 5G સ્માર્ટફોન લોન્ચ કરશે. અમેરિકામાં ફોનનાં 4G અને 5G બંને વેરિઅન્ટ લોન્ચ થયાં છે, પરંતુ ભારતમાં અત્યાર સુધી તેનું LTE વેરિઅન્ટ જ લોન્ચ થયું છે. હવે કંપની તેનું 5G વેરિઅન્ટ લોન્ચ કરવા જઈ રહી છે.

કંપનીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અપકમિંગ સ્માર્ટફોનનાં લોન્ચિંગની માહિતી આપી છે. અમેરિકામાં સેમસંગ ગેલેક્સી S20 FE 5Gની કિંમત $699 (આશરે 51,400 રૂપિયા) છે.

સેમસંગ ગેલેક્સી S20 FE 5Gનાં બેઝિક સ્પેસિફિકેશન

  • અમેરિકામાં લોન્ચ થયેલાં વેરિઅન્ટ પ્રમાણે, ફોનમાં ઓક્ટાકોર સ્નેપડ્રેગન 856 પ્રોસેસર મળશે. ફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરશે. તે એન્ડ્રોઈડ 11 OS પર રન કરશે.
  • ફોન 6.5 ઈંચની FHD+ સુપર AMOLED ઈન્ફિનિટી ઓ ડિસ્પ્લે મળશે. તેનું રિઝોલ્યુશન 2400X1080 પિક્સલ હશે.
  • ફોન 12MP+12MP+8MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપથી સજ્જ હશે.
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 32MPનો ફ્રન્ટ કેમેરા મળશે. તેનો સેલ્ફી કેમેરા ઓટો ફોકસ મોડ સપોર્ટ કરે છે.
  • કનેક્ટિવિટી માટે તેમાં વાઈફાઈ, બ્લુટૂથ 5.0, GPS/A-GPS, NFC અને USB ટાઈપ સી પોર્ટ સહિતના ઓપ્શન્સ મળશે.
  • ફોન 4500mAhની બેટરીથી સજ્જ હશે, જે 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરશે.
  • ફોન સેમસંગ પાવરશેર ફીચરથી સજ્જ છે. અર્થાત ફોન વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરતાં ડિવાઈસને પાવર શેર કરી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો