તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સેમસંગના અપકમિંગ સ્માર્ટફોન ‘ગેલેક્સી M12’નાં લોન્ચિંગ પહેલાં જ તેનાં સ્પેસિફિકેશન લીક થયાં છે. સ્માર્ટફોનમાં 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા સાથેનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળી શકે છે. કંપનીએ ભારતમાં તેનું માસ પ્રોડક્શન શરૂ કર્યું છે. ટૂંક સમયમાં ફોન લોન્ચ થઈ શકે છે.
જર્મન બ્લોગ ટેક્નિકન્યૂઝના લીક રિપોર્ટ પ્રમાણે, આ અપકમિંગ સ્માર્ટફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે. તેમાં ઈનહાઉસ 48MPનું પ્રાઈમરી સેન્સર હશે. સાથે જ 13MPનો અલ્ટ્રા વાઈડ લેન્સ અને 2MPનું મેક્રો સેન્સર મળશે. જોકે આ લીક રિપોર્ટ પર સેમસંગે હજુ કોઈ સ્પષ્ટતા કરી નથી.
અત્યાર સુધી ગેલેક્સી M12 અનેક સર્ટિફિકેશન અને બેન્ચમાર્ક સાઈટ પર સ્પોટ થઈ ચૂક્યો છે. તેથી આગામી 2-3 મહિનામાં તેનું લોન્ચિંગ થઈ શકે છે.
ગેલેક્સી M12નાં સ્પેસિફિકેશન
અગાઉના લીક્સ રિપોર્ટ પ્રમાણે, સેમસંગના આ અપકમિંગ સ્માર્ટફોનમાં 6.5 ઈંચની HD+ TFT LCD પેનલ મળશે. તેમાં એક્સીનોસ 850 SoC પ્રોસેસર મળી શકે છે. ફોનનું 6GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે. તેમાં 6000mAhની બેટરી મળી શકે છે. ફોનની કિંમત 15,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.