ટેક ન્યૂઝ:રિપોર્ટમાં કરવામાં આવ્યો દાવો, ઈલોન મસ્ક ટ્વિટરના વચ્ચગાળાના CEO તરીકે સેવા આપે તેવી સંભાવના

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ઈલોન મસ્ક સોશિયલ મીડિયા કંપની ટ્વિટરની 44 અબજ ડોલરની ડીલ ક્રેક કર્યા પછી થોડા મહિનાઓ માટે ટ્વિટરના વચગાળાના CEO તરીકેનો કાર્યભાર સંભાળે તેવી સંભાવના છે. મસ્ક ટેસ્લા કંપનીના CEO પણ છે અને તેમનાં અન્ય બે સાહસો 'SPACEX' અને 'The Boring' કંપનીના વડા પણ છે. અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારતીય મૂળના પરાગ અગ્રવાલ કે જેમને ગયા વર્ષે નવેમ્બરમાં ટ્વિટરના CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા તે ત્યાં સુધી ટ્વિટરના CEO તરીકે કાર્યરત રહેશે જ્યાં સુધી મસ્ક ટ્વિટર સંભાળશે નહીં. એ તો આપણે સૌ જાણીએ છીએ કે, જ્યારથી મસ્કે ટ્વિટર ખરીદવાની વાત કરી છે ત્યારથી એવી અટકળો થઈ રહી હતી કે, ટ્વિટરના CEO પરાગ અગ્રવાલને દૂર કરવામાં આવશે અને તેની જગ્યાએ કોઈ નવા CEO લાવવામાં આવશે અને આ ખબર મીડિયામાં ફેલાયા પછી તો ટ્વિટરના નવા CEO બનવા માટે મસ્ક પાસે ઢગલાબંધ એપ્લિકેશનો આવી હતી.

મસ્ક ટ્વિટર માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ કરી રહ્યા છે
આ પહેલા મસ્કે ગુરુવારે 'ઓરેકલ' ના સહ-સ્થાપક લેરી એલિસન અને 'સેક્વોઇઆ કેપિટલ' સહિત હાઇ-પ્રોફાઇલ રોકાણકારો તેમની ટ્વિટર બિડમાં 7.14 અબજ ડોલરનું રોકાણ કરવા તૈયાર છે તે અંગે જાહેરાત કરી હતી. સાઉદી અરેબિયાના રોકાણકાર પ્રિન્સ અલવલીદ બિન તલાલે અગાઉ જણાવ્યું હતું કે, તેમના શેર વેંચવા માટે વેચાણકિંમત તેમના માટે અપૂરતી છે. તેમણે વિચાર્યું હતું કે, મસ્ક ટ્વિટર માટે 'ઉત્તમ નેતા' હશે અને આ સોદામાં તેમના 1.89 અબજ ડોલરના રોકાણને રોલઆઉટ કરવા સંમત થયા હતા.

'મારા નવા મિત્ર' @elonmusk તમારી સાથે જોડાવામાં મને ખૂબ જ આનંદ થયો. અલવલીદે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, કિંગ્ડમ હોલ્ડિંગ કંપની અને હું 'નવા' ટ્વિટરમાં અમારા~1.9 બિલિયન રોલઆઉટ કરવા માટે આતુર છીએ.'

કાયદાકીય મુશ્કેલીઓ
યુએસ ફેડરલ ટ્રેડ કમિશન (FTC) મસ્કના ટ્વિટરના 44 અબજ ડોલરના ટેકઓવરની સમીક્ષા કરી રહ્યું છે. બ્લૂમ્બર્ગે ગુરુવારે આ સોદાથી પરિચિત વ્યક્તિને ટાંકીને અહેવાલ આપ્યો હતો. મસ્કે FTC અને જસ્ટિસ ડિપાર્ટમેન્ટને આ ડીલ અંગે જાણ કરવી આવશ્યક છે અને યુએસ મર્જર કાયદા અનુસાર સંભવિત એન્ટિટ્રસ્ટ સમસ્યાઓની તપાસ માટે મંજૂરી આપવા માટે ડીલ કલોઝ કરતા પહેલાં ઓછામાં ઓછા 30 દિવસ રાહ જોવી જોઈએ. FTC એ પણ વિચારી રહી છે કે, મસ્કે માર્ચમાં જ્યારે 9 ટકા હિસ્સો ખરીદ્યો હતો ત્યારે તેણે અધિકારીઓને જાણ કરવી જોઈતી હતી.