તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કન્ફર્મ:'રેડમી નોટ 10S' 13મે ભારતમાં લોન્ચ થશે, 64MPનો કેમેરા અને 5000mAhની બેટરી મળી શકે છે

2 મહિનો પહેલા
  • સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળી શકે છે
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 13MPનો ફ્રન્ટ કેમેરા મળી શકે છે

શાઓમીએ તેની રેડમી નોટ 10 સિરીઝના લેટેસ્ટ સ્માર્ટફોન 'રેડમી નોટ 10S'ની લોન્ચિંગ ડેટ કન્ફર્મ કરી છે. આ ફોન ભારતમાં 13મે એ લોન્ચ થશે. લીક રિપોર્ટ પ્રમાણે આ ફોનમાં 64MPનો પ્રાઈમરી કેમેરા અને AMOLED ડિસ્પ્લે મળી શકે છે. કંપનીએ ટ્વીટ કરીને ફોનની લોન્ચિંગ ડેટ કન્ફર્મ કરી છે.

રેડમી નોટ 10Sનાં સંભવિત સ્પેસિફિકેશન

  • લીક અને મીડિયા રિપોર્ટ પ્રમાણે, ફોનમાં 6.43 ઈંચની ફુલ HD+ AMOLED ડિસ્પ્લે મળી શકે છે. ફોન મીડિયાટેક હીલિયો G95થી સજ્જ હોઈ શકે છે.
  • ફોનમાં 64MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળી શકે છે.
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 13MPનો ફ્રન્ટ કેમેરા મળી શકે છે.
  • ફોન 5000mAhની બેટરીથી સજ્જ હોઈ શકે છે. તે 33 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરી શકે છે.
  • સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર મળી શકે છે.

આ સ્માર્ટફોન રેડમી નોટ 10 સિરીઝનું એક્સપાન્ડ છે. સિરીઝમાં પહેલાંથી જ રેડમી નોટ 10, નોટ 10 પ્રો અને નોટ 10 પ્રો મેક્સ લોન્ચ થયા છે.

રેડમી નોટ 10નાં સ્પેસિફિકેશન્સ

  • ફોનમાં 6.43 ઈંચ સુપર AMOLED FHD+ ડિસ્પ્લે મળી શકે છે. આ સિવાય 360 ડિગ્રી એમ્બિઅન્ટ લાઈટ સેન્સર, IR બ્લાસ્ટર, સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર અને ડ્યુઅલ સ્ટીરિયો જેવાં ફીચર્સ મળશે.
  • ફોન MIUI 12 પર બેઝ્ડ એન્ડ્રોઈડ 11 OS પર કામ કરશે. તેમાં સ્નેપડ્રેગન 678 પ્રોસેસર મળશે. ફોનમાં 6GBની રેમ અને 128GB સુધીનું સ્ટોરેજ મળશે.
  • ફોટોગ્રાફી માટે તેમાં સોની IM582 સેન્સરથી સજ્જ 48MPનો પ્રાઈમરી કેમેરા, 8MPનો અલ્ટ્રા વાઈડ કેમેરા, 2MPનું મેક્રો સેન્સર અને 2MPનું ડેપ્થ સેન્સર મળે છે. સેલ્ફી માટે તેમાં 13MPનો લેન્સ મળે છે.
  • ફોનમાં 5000mAhની બેટરી મળે છે. તે 33 વૉટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કંપનીએ દાવો કર્યો છે ફોનને 0થી 100% ચાર્જ થવામાં 74 મિનિટનો સમય લાગે છે.

રેડમી નોટ 10 પ્રોનાં સ્પેસિફિકેશન

  • ફોનમાં 6.67 ઈંચની FHD+ સુપર AMOLED ડિસ્પ્લે મળશે. ડિસ્પ્લે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન મળે છે.
  • ફોન MIUI 12 પર બેઝ્ડ એન્ડ્રોઈડ 11 OS પર રન કરે છે. ફોન સ્નેડ્રેગન 732G પ્રોસેસરથી સજ્જ છે. તેમાં 8GBની રેમ અને 128GBનું સ્ટોરેજ મળે છે.
  • ફોટોગ્રાફી માટે તેમાં 64MP (સેમસંગ ISOCELL GW3) + 5MP (મેક્રો સેન્સ) + 8MP (અલ્ટ્રા વાઈડ લેન્સ)+ 2MP (ડેપ્થ સેન્સર)નું 4 રિઅર કેમેરા સેટઅપ મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16MPનો ફ્રન્ટ કેમેરા મળે છે.
  • ફોનમાં 5020mAhની બેટરી છે. તે 33 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.

રેડમી નોટ 10 પ્રો મેક્સનાં સ્પેસિફિકેશન

  • ફોનમાં 6.67 ઈંચની FHD+ સુપર AMOLED ડિસ્પ્લે મળશે. ડિસ્પ્લેને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન મળે છે.
  • ફોન MIUI 12 પર બેઝ્ડ એન્ડ્રોઈડ 11 OS પર રન કરે છે. તેમાં સ્નેપડ્રેગન 732G પ્રોસેસર મળશે. તેમાં 8GBની રેમ અને 128GBનું સ્ટોરેજ મળે છે.
  • નોટ 10 પ્રો મેક્સમાં સેમસંગ HM2 સેન્સરથી સજ્જ 108MPનો પ્રાઈમરી કેમેરા છે. તેમાં પ્રી લોડેડ કેમેરા ફીચર્સ મળશે. તેમાં નાઈટ મોટ 2.0, VLOG મોડ, મેજિક ક્લોન મોડ, લોન્ગ એક્સપોઝર મોડ, વીડિયો પ્રો મોડ અને ડ્યુઅલ વીડિયો મોડ સામેલ છે.
  • ફોનમાં 5020mAh બેટરી છે, જે 33 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.