તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિયોએ ઝટકો આપ્યો:JioPhoneની કિંમતમાં 300 રૂપિયાનો વધારો થશે; જાણો હવે તેની કેટલી કિંમત થશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યારે આ ફોનની કિંમત 699 રૂપિયા છે
  • ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવી શકે છે

રિલાયંસ જિયો ટૂંક સમયમાં જિયો ફોન (Jio Phone)ની કિંમત વધારી શકે છે. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, ફોનની કિંમતમાં 300 રૂપિયાનો વધારો થઈ શકે છે. ત્યારબાદ જિયો ફોનની રિટેલ કિંમત 999 રૂપિયા થઈ શકે છે. જો કે, અત્યારે આ ફોનની કિંમત 699 રૂપિયા છે. કિંમતને લઈને કંપની ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે.

રિલાયંસ જિયોએ પહેલો 4G ફીચર ફોન જિયો ફોન લોન્ચ કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. જિયો ફોનને 1,500 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો. વર્ષ 2019માં દિવાળી ઓફર અંતર્ગત આ ફોનને 699 રૂપિયામાં વેચવામાં આવ્યો હતો.

ત્યારે જિયોએ આ ઓફરને લિમિટેડ ટાઈમ ઓફરની સાથે રજૂ કરી હતી. આ ઓફર હવે પૂરી થવા આવી છે. જિયો ફોનની કિંમતમાં વધારાની સાથે રિલાયંસ જિયોએ આ ફોનની સાથે 125 રૂપિયા રિચાર્જ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, હવે જિયો ફોનની કિંમતમાં વધારો થવાની સાથે જ 125 રૂપિયાવાળું રિચાર્જને પણ ફરજિયાત કરવામાં આવશે. આવી સ્થિતિમાં ફોનની કિંમત 1,124 થઈ જશે. ​​​​​​​

જિયો ફોનમાં 2.4 ઈંચની wqvga ડિસ્પ્લે, 1.2 ગીગાહર્ટઝની સ્પ્રિડટ્રમ SPRD 9820A/QC8905 ડ્યુઅલ કોર પ્રોસેસર, ગ્રાફિક્સ માટે માલી-400 GPU, 512MB રેમ, 4GB સ્ટોરેજ, સિંગલ સિમ સપોર્ટ છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો