• Gujarati News
  • Utility
  • Gadgets
  • The Premium Segment Accounted For 12 Percent Of Smartphone Sales, With The IPhone On Top And Samsung Slipping To Second

લોકો મોંઘા ફોન વધારે પસંદ કરી રહ્યા છે:સ્માર્ટફોનનાં વેચાણમાં પ્રીમિયમ સેગમેન્ટનો હિસ્સો 12 ટકા, આઇફોન ટોચ પર તો સેમસંગ બીજા સ્થાને સરક્યું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશમાં પ્રીમિયમ સ્માર્ટફોનનું વેચાણ ખૂબ જ તેજીથી વધી રહ્યું છે. જુલાઈ-સપ્ટેમ્બરનાં ત્રિમાસિક ગાળામાં 30 હજાર રુપિયાથી વધુ ભાવમાં વેચાતા પ્રીમિયમ સ્માર્ટફોનની ભાગીદારી 12% નોંધાઈ છે. શુક્રવારના રોજ આવેલી કાઉન્ટરપોઈન્ટની રિસર્ચનાં રિપોર્ટ મુજબ એપલનો આઈફોન-13 આ સેગ્મેન્ટમાં રેકોર્ડબ્રેક વેચાણ સાથે ટોચ પર રહ્યો છે. સેમસંગ બીજા અને વનપ્લસ ત્રીજા સ્થાન પર રહ્યું છે.

ઓગસ્ટથી માગમાં વધારો થયો
કાઉન્ટરપોઈન્ટ રિસર્ચનાં સીનિયર રિસર્ચ એનાલિસ્ટ પ્રાચીર સિંહ જણાવે છે કે, સ્માર્ટફોનનાં માર્કેટમાં ગ્રાહકોની માગ ઓગસ્ટથી વધવાની શરુ થઈ. સપ્ટેમ્બરમાં છેલ્લા અઠવાડિયામાં મીડિયમ અને પ્રીમિયમ સેગ્મેન્ટમાં ફેસ્ટિવલ ઓફરોનાં કારણે સ્માર્ટફોનનું વેચાણ ટોચ પર પહોંચી ગયું હતું.

ટોપ બ્રાન્ડ MIની 27% માર્કેટ ભાગીદારી

બ્રાન્ડજુલાઈ-સપ્ટેમ્બર 2021માં માર્કેટમાં ભાગીદારીજુલાઈ-સપ્ટેમ્બર 2022માં માર્કેટમાં ભાગીદારી
Mi23%27%
સેમસંગ17%19%
વીવો15%14%
રિયલમી15%15%
ઓપો10%10%
અન્ય20%22%

ભારતમાં પેગાટ્રોન આઈફોન-14 એસેમ્બલ કરશે
એપલે ભારતમાં આઇફોન-14ને એસેમ્બલ કરવા માટે તાઇવાનનાં પેગાટ્રોન સાથે જોડાણ કર્યું છે. પેગાટ્રોનની તમિલનાડુમાં ફેક્ટરી છે. એપ્રિલથી પાંચ મહિનામાં ભારતમાંથી આઈફોનની નિકાસ 8,100 કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે. માર્ચ 2023 સુધીમાં તે 20,000 કરોડ રૂપિયા સુધી પહોંચવાનો અંદાજ છે. જો કે, ચીનની સરખામણીએ ભારતમાં ઉત્પાદન હજુ પણ ઓછું છે. ગયા વર્ષે ભારતમાં લગભગ 30 લાખ આઇફોન બનાવવામાં આવ્યા હતા, જ્યારે 23 કરોડ ચીનમાં બનાવવામાં આવ્યા હતા.