Oppo A57 (2022) ફોન લોન્ચ:શક્તિશાળી બેટરી 15 મિનિટના ચાર્જમાં 4 કલાકનું વીડિયો પ્લેબેક આપશે, કિંમત 13,999 રૂપિયા

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

Oppoએ પોતાનો નવો સ્માર્ટફોન Oppo A57 (2022) ભારતમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં તમને 6.55 ઇંચની ડિસ્પ્લે, 13 MPનો પ્રાઇમરી કેમેરા અને મીડિયાટેક G-35 પ્રોસેસર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ફોનમાં તમને 33W ફાસ્ટ ચાર્જિંગ અને 5000mAhની બેટરી આપવામાં આવી છે. તો ફોનની કિંમતથી લઈને ફીચર્સ સુધીની સંપૂર્ણ વિગતો મેળવીએ.

કિંમત
આ સ્માર્ટફોનને માત્ર એક જ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન 4GB રેમ અને 64GB સ્ટોરેજ સાથે આવે છે, તેની કિંમત 13,999 રૂપિયા રાખવામાં આવી છે. તે બે કલર ઓપ્શનમાં આવે છે - ગ્લોઇંગ ગ્રીન અને ગ્લોઇંગ બ્લેક. આ સ્માર્ટફોનને કંપનીની ઓફિશિયલ વેબસાઈટના માધ્યમથી ખરીદી શકાય છે.

સ્પેસિફિકેશન્સ

  • Oppo A57 સ્માર્ટફોનમાં 6.56 ઇંચની ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 60હર્ટ્ઝ અને રિઝોલ્યુશન HD+ (1,612x720 px) છે. નવા સ્માર્ટફોનમાં બાયોમેટ્રિક્સ માટે ફિંગરપ્રિન્ટ અને ફેસિયલ રેકગ્નિઝન સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનના ઇનબિલ્ટ સ્ટોરેજને 1TB સુધી વધારી શકાય છે.
  • ફોટોગ્રાફી માટે તેમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ મળે છે. તેમાં 13MPનું પ્રાઈમરી સેન્સર અને 2MP નો મોનો લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે તેમાં 8MPનો કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનના કેમેરાની 30 fps પર 1080p વીડિયો રેકોર્ડિંગ ક્ષમતા છે.
  • તેમાં 33W સુપરવોક ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000mAhની બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે, આ ફોનમાં 15 મિનિટના ચાર્જમાં 4 કલાકથી વધુ વીડિયો પ્લેબેક આપવામાં આવ્યું છે.
  • ફોનની સુરક્ષા માટે તેમાં ફેસ અનલોક અને ફિંગરપ્રિન્ટ સેન્સર બંને આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ડ્યુઅલ સિમ સપોર્ટ સાથે ફોનમાં 4G સપોર્ટ, USB ટાઈપ-સી અને 3.5mm ઓડિયો જેક પણ આપવામાં આવ્યો છે.