- Gujarati News
- Utility
- Gadgets
- The Phone Will Get A Strong Processor, The Quality Of The Camera Will Increase With Internet Speed, As Well As It Will Be Much Lighter Than The Previous Version Mi 11.
Mi 11 લાઈટ લોન્ચ:ફોનનાં જોરદાર પ્રોસેસરથી ઇન્ટરનેટ સ્પીડ બૂસ્ટ થશે, કેમેરા ઘણા એડવાન્સ ફીચરથી સજ્જ, જૂનાં મોડલ કરતાં હળવો અને પાતળો ફોન છે
પ્રાઈમરી કેમેરા 64MP અને 16MPનો સેલ્ફી કેમેરા છે
- શાઓમી Mi 11 લાઈટનાં 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજની કિંમત 20,499 રૂપિયા છે
- ફોનમાં બેટરી 4,250 mAhની મળશે
ભારતમાં શાઓમી Mi 11 લાઈટ સ્માર્ટફોન લોન્ચ થઈ ગયો છે. આ Mi 11 સિરીઝની નવી ફ્લેગશિપ હશે. શાઓમી Mi 11 લાઈટ અન્ય ફોનની સરખામણીમાં સ્લિમ અને હળવું વર્ઝન છે. આ ફોનના ત્રણ કલર ઓપ્શન અવેલેબલ છે. તેમાં ટસકેની કોરલ, જજ બ્લૂ, વિનાયલ બ્લેક સામેલ છે.
શાઓમી Mi 11 લાઈટની કિંમત
શાઓમી Mi 11 લાઈટનાં 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજની કિંમત 20,499 રૂપિયા છે. 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 22,499 રૂપિયા છે. HDFC બેંકથી પેમેન્ટ કરવા પત 1500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. ફોન શાઓમીનાં ઓફિશિયલ સ્ટોર ઉપરાંત ફ્લિપકાર્ટ એમેઝોન પરથી પણ ખરીદી શકાય છે. ફોનનાં પ્રી-ઓર્ડર 25 જૂનથી શરુ થઈ રહ્યા છે. 28 જૂનથી ઓપન સેલ શરુ થઈ જશે.
શાઓમી Mi 11 લાઈટનાં સ્પેસિફિકેશન
- શાઓમી Mi 11 લાઈટની બોડી ઘણી સ્લિમ છે. આ ફોન પણ ઘણો હળવો છે. તેનું વજન 157 ગ્રામ છે. વજન ઓછું કરવા માટે મેગ્નેશિયમ ધાતુનો ઉપયોગ કર્યો છે.
- ફોનમાં 10 બિટ EMOLED ડિસ્પ્લે છે. તેમાં HDR સપોર્ટ કરે છે. ડિસ્પ્લેમાં 90GHzનો રિફ્રેશ રેટ મળે છે.
- ફોનમાં પાવરફુલ પ્રોસેસર ક્વોલકોમ સ્નેપડ્રેગન 732 છે. તેમાં 4G કનેક્ટિવિટી મળે છે.
- શાઓમી Mi 11 લાઈટનું 780G ચિપસેટ વેરિઅન્ટ 5G કનેક્ટિવિટી સાથે મળે છે. કંપનીનું કહેવું છે કે, તેને 5G ડિમાન્ડ અનુસાર ભારતમાં લોન્ચ કરવામાં આવશે.
- ફોનમાં ત્રણ કેમેરા સેટઅપ મળે છે. પ્રાઈમરી કેમેરા 64MPનો છે. 16MPનો સેલ્ફી કેમેરા મળશે.
- ફોનની બેટરી 4,250 mAhની છે. તેની સાથે 33Wનું ફાસ્ટ ચાર્જીંગ સ્પોર્ટેડ ચાર્જર પણ મળે છે.
- કનેક્ટિવિટી માટે USB-C ટાઈપ પોર્ટ મળે છે. 3.5mm હેડફોન જેક મળે છે.