• Gujarati News
  • Utility
  • Gadgets
  • The Phone Will Be Charged In Minutes With Strong Processor And Good Gaming Experience, Fast Charging Support.

Moto G42 વોટરપ્રૂફ ફોન લોન્ચ:મળશે મજબૂત પ્રોસેસર અને સારો ગેમિંગ એક્સપિરિયન્સ, ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે મિનિટોમાં ચાર્જ થશે ફોન

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

Moto G42 આજે ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ નવો સ્માર્ટફોન બજેટ સેગમેન્ટમાં મોટોરોલાનું લેટેસ્ટ મોડલ છે. તે Moto G41નું સકસેસફુલ અને અપગ્રેડેડ વર્ઝન પણ છે. આ સ્માર્ટફોનમાં IP52 રેટેડ વોટર-રેપેલન્ટ રેટિંગ આપવામાં આવ્યું છે, જે ફોનને પાણીના ડેમેજથી બચાવે છે. Moto G42માં 20:9 એસ્પેક્ટ રેશિયો AMOLED ડિસ્પ્લે અને ટ્રિપલ રિયર કેમેરા આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોન ઑક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 680 SoC પર ચાલશે. આ સિવાય આ સ્માર્ટફોન સાથે 20W ફાસ્ટ ચાર્જિંગ પણ મળશે, જે મિનિટોમાં તમારો ફોન ચાર્જ કરશે. Moto G42ની ટક્કર રેડમી નોટ 11, રિયલમી 9i અને પોકો M4 પ્રો સાથે થશે.

Moto G42ની કિંમત
Moto G42ની કિંમત ભારતમાં 4GB રેમ + 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 13,999 રૂપિયા છે. આ સ્માર્ટફોનમાં એટલાન્ટિક ગ્રીન અને મેટાલિક રોઝ કલર ઓપ્શન મળે છે. આ સ્માર્ટફોનનું વેચાણ ફ્લિપકાર્ટ ઉપરાંત દેશના પસંદગીના રિટેલ સ્ટોર્સ પર 11 જુલાઈથી શરૂ થશે. Moto G42 લોન્ચ ઓફર પર 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જે SBI કાર્ડથી પેમેન્ટ કરવા પર મળશે.

સ્પેસિફિકેશન્સ

  • ડ્યુઅલ-સિમ (નેનો) મોટો G42 એન્ડ્રોઈડ-12 OS પર ચાલે છે અને તેમાં 6.4 ઈંચની ફુલ HD+ (1080x2400 px) AMOLED ડિસ્પ્લે છે, જે 20:9 આસ્પેક્ટ રેશિયો અને 60હર્ટ્ઝ રિફ્રેશ રેટ ધરાવે છે.
  • આ સ્માર્ટફોન સ્નેપડ્રેગન 680SoC પર ચાલે છે, તેની સાથે Adreno 610 GPU અને 4GB LPDDR4x રેમ આપવામાં આવી છે.
  • આ સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેમાં f/1.8 લેન્સ સાથે 50MPનું પ્રાઇમરી સેન્સર, 8MPનું અલ્ટ્રા વાઇડ અને ડેપ્થ શૂટર તેમજ 2MPનું મેક્રો શૂટર આપવામાં આવ્યું છે.
  • સેલ્ફી અને વીડિયો ચેટ માટે Moto G42 ફ્રન્ટમાં 16MPનું સેલ્ફી કેમેરા સેન્સર સાથે આવે છે, જેમાં f/2.2 લેન્સનો સમાવેશ થાય છે.
  • Moto G42માં ડ્યુઅલ સ્ટિરિયો સ્પીકર્સ છે અને તેમાં ડોલ્બી ઑટમોસ માટેનો સપોર્ટ સામેલ છે.
  • Moto G42માં 64GB ઓનબોર્ડ uMCP સ્ટોરેજ છે, જેને microsd કાર્ડ સ્લોટ દ્વારા 1TB સુધી વધારી શકાય છે.
  • Moto G42 પર કનેક્ટિવિટી વિકલ્પોમાં 4G LTE, વાઈ-ફાઈ 802.11ac, બ્લૂટૂથ વર્ઝન 5.0, એફએમ રેડિયો, GPS સામેલ છે. તેમાં A-GPS, NFC, USB ટાઈપ-C અને 3.5mm હેડફોન જેક સામેલ છે. બોર્ડ પરના સેન્સર્સમાં એક્સેલેરોમીટર, એમ્બિયન્ટ લાઇટ, ગાયરોસ્કોપ, મેગ્નેટોમીટર અને પ્રોક્સિમિટી સેન્સરનો પણ સમાવેશ થાય છે. આ સ્માર્ટફોનમાં સાઈડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે.