ટેક્નોલોજી સાથે જોડાયેલા પ્લેટફોર્મ પર પૈસા રોકનારી કંપની આંદ્રેસેન હોરોવિટ્જે ઈલોન મસ્કની ટ્વિટર ડીલમાં રોકાણ કરવાની જાહેરાત કરી છે. કંપની 7.1 અબજ ડોલર (લગભગ 5.67 લાખ કરોડ રૂપિયા)ના સોદામાં 400 મિલિયન ડોલર (લગભગ 3079 કરોડ રૂપિયા)નું રોકાણ કરશે. કંપનીની આ ડીલની જાહેરાત બાદ વિવાદ શરૂ થઇ ગયો છે. મોટી વાત એ છે કે, આ કંપની ટ્વિટરના CEO પરાગ અગ્રવાલની પત્ની વિનિતા અગ્રવાલ સાથે પણ લિંક ધરાવે છે. તે કંપનીમાં સામાન્ય ભાગીદાર છે. આ કંપનીના કો-ફાઉન્ડર માર્ક આંદ્રેસેનને લઇને પણ વિવાદ શરૂ થઇ ગયો છે. હાલમાં તે મેટાના બોર્ડ મેમ્બર છે. તેમણે મેટાનું નામકરણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આન્દ્રેસેન હોરોવિટ્જના બીજા સહ-સ્થાપક બેન હોરોવિટ્જે ટ્વીટ કર્યું હતું કે, મસ્ક કદાચ વિશ્વની એકમાત્ર એવી વ્યક્તિ છે કે જે ટ્વિટરની સમસ્યાને ઠીક કરવા માટે હિંમત, તીક્ષ્ણ મન અને કુશળતા ધરાવે છે અને તે ટ્વિટરને તમામ પ્રકારના લોકો યુઝ કરી શકે તેવું બનાવશે.
મેટા કંપની આન્દ્રેસેન હોરોવિટ્જ સાથે પણ જોડાયેલી છે
આ સોદામાં જોડાવાથી આન્દ્રેસેન હોરોવિટ્જ ફર્મ પર મેટાની લિંક વિશે પ્રશ્નો ઉભા થયા છે. માર્ક એંડ્રેસન વર્ષ 2008થી બોર્ડના સભ્ય તરીકે કામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ટ્વિટર સાથે તેમનું જોડાણ મેટા માટે મુશ્કેલીરૂપ બની શકે છે. હાર્વર્ડ લૉ સ્કૂલના પ્રોફેસર જ્હોન કોટ્સે ધ્યાન દોર્યું હતું કે, અમેરિકાની સિલિકોન વેલી માટે આ કોઈ નવી વાત નથી, જ્યારે રોકાણકારો તેમનું ધ્યાન ખેંચવા સ્ટાર્ટઅપ્સ સાથે હાથ મિલાવે છે અને જાહેર વેપારના વ્યવસાય સાથેનો વિવાદ શરૂ થાય છે.
વિવાદ ટાળવા માટે આન્દ્રેસેન હોરોવિટ્જ કાનૂની સલાહ લેશે
આન્દ્રેસેન હોરોવિટ્જ ના પ્રતિનિધિએ કહ્યું કે, તે ટ્વિટર સાથે જોડાયેલા વિવાદના સમાધાન માટે કાનૂની સલાહ લેશે. ફેસબુક કરતા ઘણું નાનું હોવા છતાં ટ્વિટરને મેટાનો હરીફ માનવામાં આવે છે. ટ્વિટર પોસ્ટ્સ અને ડિજિટલ જાહેરાતની દ્રષ્ટિએ તે મેટાને પાછળ છોડી રહ્યું છે. ટ્વિટર ખરીદવાની બોલી લાગ્યા બાદ મેટાની કિંમતમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ઈલોન મસ્કની ટ્વિટર ડીલ એકમાત્ર એવી કંપની નથી કે, જે વિવાદિત થઈ રહી છે. હકીકતમાં, એવી ઘણી કંપનીઓ છે કે, જેના પર વિવાદ થયો છે.
વિનીતા અગ્રવાલ પણ આન્દ્રેસેન હોરોવિટ્જના જનરલ પાર્ટનર
ટ્વિટરના CEO પરાગ અગ્રવાલની પત્ની વિનીતા અગ્રવાલ આન્દ્રેસેન હોરોવિટ્જ કંપનીમાં જનરલ પાર્ટનર પણ છે, જેમણે બાયોટેક અને મેડિકલ કંપનીઓમાં રોકાણ કર્યું છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે, પરાગ અગ્રવાલ જ ટ્વિટરના CEO રહેશે કે નહી. મસ્કે પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું છે કે, તેમને કંપનીના મેનેજમેન્ટ પર વિશ્વાસ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.