તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • The OnePlus 9 Can Come With A Flat Display And Wireless Charging Support, The Pro Variant Has Four Rear Cameras.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિટેઈલ્સ લીક:વનપ્લસ 9 ફ્લેટ ડિસ્પ્લે અને વાયરલેસ ચાર્જિંગ સપોર્ટની સાથે આવી શકે છે, પ્રો વેરિઅન્ટમાં ચાર રિઅર કેમેરા મળી શકે છે

2 મહિનો પહેલા
  • વનપ્લસ 9 મોડેસ 50MP મેઈન લેંસવાળા ટ્રિપલ રિઅર કેમેરાની સાથે આવી શકે છે
  • પ્રો મોડેલ IP68 રેટિંગ અને ક્વાડ રિઅર કેમેરા સેટઅપની સાથે આવી શકે છે

ચાઈનીઝ સ્માર્ટફોન કંપની વનપ્લસ પોતાના નવા ફ્લેગશિપ ડિવાઈસ વનપ્લસ 9ને નવા વર્ષમાં લોન્ચ કરવા માટે તૈયાર છે. તાજેતરમાં સામે આવેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સ્માર્ટફોન એક ફ્લેટ ડિસ્પ્લેની સાથે આવશે અને ફાસ્ટ વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરશે.

વનપ્લસ 9ના સંભવિત સ્પેસિફિકેશન

  • વનપ્લસ 9ના ઘણા ફીચર્સ તેના વનપ્લસ 8 પ્રોની યાદ અપાવે છે. આશા છે કે નવો વનપ્લસ 9 4500mAh બેટરી પેકની સાથે આવશે, જે વનપ્લસ 8 પ્રોની 4300mAhની બેટરીથી વિપરિત છે. XDA ડેવલપર્સના રિપોર્ટ અનુસાર, તેમાં 65 વૉટ ફાસ્ટ ચાર્જિંગ ટેક્નિકનો પણ સપોર્ટ મળશે.
  • તેમાં કોઈ શંકા નથી કે અપકમિંગ સિરીઝ વનપ્લસ 9ને મોનિકરને લઈ જવા માટે તૈયાર છે, જેમાં પ્રો વેરિઅન્ટન લાઈનઅપમાં જોડવામાં આવી શકે છે. અફવાઓ ઓનલાઈન સામે આવી છે કે, કંપની તેના ફ્લેગશિપ ડિવાઈસની સાથે એક બજેટ સ્માર્ટફોન લોન્ચ કરવા માગે છે, જેને વનપ્લસ 9 લાઈટ નામ આપવામાં આવી શકે છે.
  • તેમાં કોઈ શંકા નથી કે 9 અને 9 પ્રોમાં ક્વાલકોમની લેટેસ્ટ 5nm ચિપસેટ, સ્નેપડ્રેગન 888થી સજ્જ હશે, જો કે, સસ્તું મોડેલ વનપ્લસ 9 લાઈટ સ્નેપડ્રેગન 865થી સજ્જ હશે. હેન્ડસેટ 8GB રેમ, 128GB સ્ટોરેજ અને ઓક્સિજન OS પર બેસ્ડ એન્ડ્રોઈડ 11 પર કામ કરશે.

2020ના બેસ્ટ સ્માર્ટફોન:સેમસંગ, શાઓમીથી લઈને રિયલમી, ઓપ્પો સુધી; આ વર્ષના બેસ્ટ લૉ અને મિડ બજેટ સ્માર્ટફોનનું લિસ્ટ જુઓ

ડિઝાઈન અને ડિસ્પ્લેમાં શું ખાસ મળશે?

  • ડિસ્પ્લે ઈને સાઈઝની બાબતમાં, વનપ્લસ 9માં એક 6.55 ઈંચની ફૂલ-HD પ્લસ (1080×2400 પિક્સલ) ડિસ્પ્લે છે, જેમાં 120Hz રિફ્રેશ રેટ અને 20: 9 આસ્પેક્ટ રેશિયો છે.
  • એક કારણ એ છે કે કંપની QHD ડિસ્પ્લેની સાથે નથી જઈ શકતી, કેમ કે, તે કેટલીક વધારાની બેટરીને બચાવવા માગે છે. સ્માર્ટફોન સિરીઝના એક રાઉન્ડ ડિસ્પ્લેની જગ્યાએ આ વખતે એક ફ્લેટ ડિસ્પ્લેની સાથે આવે તેવી અપેક્ષા છે.
  • એન્ડ્રોઈડ સેન્ટ્રલના રિપોર્ટ અનુસાર, લાઈટ વર્ઝન તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલા 8Tથી ઘણા ફીચર્સ અને સ્પેસિફિકેશનને ઉધાર લે તેવી અપેક્ષા છે. તેમાં એક 90Hz અથવા 120Hz AMOLED ડિસ્પ્લે અને 8Tની સમાન એક ક્વાડ-કેમેરા સેટઅપ હોઈ શકે છે. તેની સાથે વનપ્લસ 9 લાઈટને સુપર-ફાસ્ટ 65 વૉટ વ્રેપ ચાર્જ સપોર્ટ પણ મળી શકે છે.
  • ડિઝાઈન અંગે કંઈ સામે નથી આવ્યું કે ફ્લેગશિપ સિરીઝમાં શું નવું જોવા મળશે, પરંતુ તેમાં થોડા ઘણા કોસ્મેટિક ફેરફાર જોવા મળશે.
  • લોકપ્રિય ટિપ્સ્ટર ડિજિટલ ચેટ સ્ટેશનના જણાવ્યા પ્રમાણે, વનપ્લસ 9 સિરીઝમાં સામાન્ય ટેલીફોટો લેંસ અને પેરિસ્કોપ લેંસ સામેલ નહીં હોય. તે ફોનની ઝૂમિંગ ક્ષમતાને મર્યાદિત કરે છે, અત્યારે તો કંપની જ જણાવી શકે છે કે વનપ્લસના પેરિસ્કોપ લેંસને છોડવા માટે કેમ પસંદ કર્યું, જે આ વર્ષે ઘણા ફોન પર જોવા મળ્યો હતો. ટિપ્સ્ટરે પણ નથી જણાવ્યું કે, આ સપ્લાય ચેનનો મુદ્દો છે કે કંઈક બીજું પરંતુ દાવો છે કે આગામી વર્ષે ઓછા ફોન પોતાના ફોન પર તેને કેમેરા લેંસ ટેક્નોલોજીને ઈન્ટીગ્રેટ કરશે.
  • એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, વનપ્લસ 9 સિરીઝ લેઈકા (Leica) કેમેરા લેંસની સાથે આવી શકે છે. જો આ સાચું છે તો તેનો અર્થ એ થઈ શકે છે કે આગામી ફોન સિરીઝને પોતોની પાછળની પેઢીના ફોનની તુલનામાં ફોટોગ્રાફીના કિસ્સમાં મહત્ત્વપૂર્ણ સુધારો મળી શકે છે.
  • વેનિલા વનપ્લસ 9 મોડેલ ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપની સાથે 50MPના પ્રાઈમરી કેમેરાની સાથે આવી શકે છે. તેમાં કથિત રીતે f/1.8 અપર્ચર વાળો 20MPનો અલ્ટ્રા-વાઈડ એંગલ સિને કેમેરા અને ઓટોફોકસ અને f/3.4 લેંસની સાથે 12MPનો ટેલીફોટો કેમેરા સામેલ છે. પ્રો મોડેલ IP68 રેટિંગની સાથે એક ક્વાડ રિઅર કેમેરા સેટઅપની સાથે આવી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો