તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિપોર્ટ:નેક્સ્ટ જનરેશન આઈપેડ પ્રો લાઈનઅપમાં મળી શકે છે 5G mmWave સપોર્ટ, 2021 સુધી લોન્ચ થઈ શકે છે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાઈ એન્ડ આઈપેડ પ્રો મોડેલનું લોન્ચિંગ 2021માં થઈ શકે છે
  • આ ટેક્નોલોજી આઈફોન 12 રેન્જ સાથે માત્ર USમાં અવેલેબેલ છે

નેક્સ્ટ જનરેશન આઈપેડ પ્રો લાઈનઅપમાં કથિત રીતે USમાં વર્તમાન જનરેશનના આઈફોન 12 મોડેલમાં મળનારી mmWave ટેક્નોલોજી સપોર્ટ મળશે. આશા છે કે આ ટેક્નોલોજીથી ઓછા અંતરે સબ-6GHz 5Gની સરખામણીએ વધારે સ્પીડ મળશે.

હાલ આઈફોન 12 રેન્જ સાથે માત્ર USમાં આ ટેક્નોલોજી અવેલેબલ છે
એક નવા રિપોર્ટ પ્રમાણે, એપલ તેના ઈન હાઉસ 6GHz 5G EP (એન્ટિના ઈન પેકેજ)ને સક્રિય રીતે વિકસિત કરી રહ્યું છે. જેથી આઈફોન હેન્ડસેટ સિવાય તેના પોર્ટફોલિયોના અન્ય ડિવાઈસિસમાં પણ ઈન્ટિગ્રેટ કરી શકાય. આ ટેક્નોલોજીને આઈફોન 12 રેન્જ સાથે માત્ર અમેરિકાના યુઝર્સ માટે રજૂ કરવામાં આવી હતી. આગામી વર્ષે આ ટેક્નોલોજી વ્યાપક રીતે રોલઆઉટ કરવામાં આવી શકે છે.

હાઈ એન્ડ આઈપેડ પ્રો મોડેલનું લોન્ચિંગ 2021માં થઈ શકે છે

  • ડિઝીટાઈમ્સે તેના રિપોર્ટમાં સોર્સના હવાલે કહ્યું કે, હાઈ એન્ડ આઈપેડ પ્રો મોડેલનું લોન્ચિંગ 2021માં થવાની શક્યતા છે. તેમાં mmWave સાથે 5G નેટવર્ક સપોર્ટ મળી શકે છે.
  • એપલ પોતાના mmWave EP મોડ્યુલને વિકસિત કરવામાં સફળ રહી છે. આ ઉપલબ્ધિ દિગ્ગજને નેક્સટ જનરેશન આઈપેડ મોડેલ જેવી અન્ય પ્રોડક્ટ્સ પર નવી ટેક્નોલોજી એક્સપાન્ડ કરવામાં મદદ કરશે.
  • રિપોર્ટમાં સ્પષ્ટ કહેવાયું નથી કે આઈપેડ પ્રો રેન્જને 5G mmWave સપોર્ટ મળશે. એપલ પરંપરાગત રીતે પ્રો રેન્જમાં હાઈ એન્ડ ફીચર રજૂ કરે છે.
  • રિપોર્ટમાં કહેવાયું છે કે, EP મોડ્યુલની ડિઝાઈન અને ડેવલપમેન્ટમાં આત્મનિર્ભરતાનો અર્થ એ છે કે, 2021માં લોન્ચ થનારા એપલની નેક્સ્ટ જનરેશન હાઈ એન્ડ આઈપેડ પ્રોડક્ટ્સ પણ mmWave ટેક્નોલોજી સાથે આવશે.
  • EP મોડ્યુલ ડેવલપ કરવાની સફળતા સાથે એપલ ઈન હાઉસમાં rf ફ્રન્ટ એન્ડ મોડ્યુલ ડેવલપ કરવા માટે પ્રયાસ કરી રહી છે. કંપનીનું લક્ષ્ય ભવિષ્યમાં પોતાના મોડેમ સપ્લાય કરવાનું છે.