તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • The Next Generation Apple Watch Will Also Monitor Blood Sugar Levels, The Current Apple Watch Has Health Features Including ECG, Heart Rate

રિપોર્ટ:નેક્સ્ટ જનરેશન એપલ વોચ બ્લડ શુગર લેવલ પણ મોનિટર કરશે, અત્યારની એપલ વોચમાં ECG, હાર્ટ રેટ સહિતનાં હેલ્થ ફીચર મળે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2022માં એપલ બ્લડ ગ્લુકોઝ લેવલ મોનિટરિંગ કરતી સ્માર્ટવોચ લોન્ચ કરી શકે છે
  • મીડિયા રિપોર્ટ પ્રમાણે, ઈંગ્લેન્ડની સ્ટાર્ટ અપ કંપની રોકલી ફોટોનિક્સ એપલ માટે અપકમિંગ પ્રોડક્ટ બનાવી રહી છે

કોરોનાને લીધે સ્માર્ટ વોચ અને ફિટનેસ બેન્ડનો લોકો બહોળો ઉપયોગ કરતાં થયાં છે. વિવિધ હેલ્થ ફીચર્સથી સજ્જ ફિટનેસ બેન્ડ અને સ્માર્ટવોચની યુઝર્સ ડિમાન્ડ કરતાં હોય છે. તેને ધ્યાનમાં રાખી એપલ તેની વોચને એડવાન્સ લેવલે પહોંચાડવા જઈ રહી છે. એપલ વોચમાં પહેલાંથી જ બ્લડ ઓક્સિજન મોનિટર અને ECGની સુવિધા મળે છે. અપકમિંગ એપલ વોચમાં હવે બ્લડ શુગર લેવલ ચેક કરવાનું પણ ફીચર મળશે.

ઈંગ્લેન્ડની સ્ટાર્ટ અપ કંપની રોકલી ફોટોનોક્સનાની હિન્ટ પ્રમાણે કંપનીએ એપલ સાથે ફ્યુચર પ્રોડક્ટ માટે પાર્ટનરશિપ કરી છે. રોકલી ફોટોનિક્સ કંપની ઈન્ફ્રા રેડ લાઈટથી બ્લડ મોનિટરિંગના સેન્સર બનાવે છે. આ સેન્સર બ્લડ ગ્લુકોઝ લેવલ અને આલ્કોહોલ લેવલ જણાવે છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે રોકલી ફોટોનિક્સ એપલ માટે પ્રોડક્ટ બનાવી રહી છે. એપલની વોચમાં હાલ હાર્ટ રેટ અને ECGની સુવિધા મળે છે. જો તેમાં અપડેટ કરીને બ્લડ ગ્લુકોઝ લેવલ પણ મેઝરિંગ થાય તો તે એપલ માટે ગેમ ચેન્જર સાબિત થશે. રોકલી કંપની તેની આ પ્રોડક્ટ 2022 સુધી લોન્ચ કરી શકે છે. તેથી કહી શકાય કે 2022માં એપલ બ્લડ ગ્લુકોઝ લેવલ મોનિટરિંગ કરતી સ્માર્ટવોચ લોન્ચ કરી શકે છે.