તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • The New Policy Will Only Affect Messages Sent To Business Accounts, The User's Private Chat Will Be Protected

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્હોટ્સએપની નવી સ્પષ્ટતા:નવી પોલિસીની અસર માત્ર બિઝનેસ અકાઉન્ટ્સમાં મોકલવામાં આવેલા મેસેજ પર થશે, યુઝરની પ્રાઈવેટ ચેટ સુરક્ષિત રહેશે

8 દિવસ પહેલા
  • કંપનીના જણાવ્યા પ્રમાણે, બિઝનેસ ચેટ મિત્રો અથવા પરિવારની સાથે ચેટિંગ કરતાં એકદમ અલગ હોય છે
  • ફોન, ઈમેલ અથવા વ્હોટ્સએપથી બિઝનેસ કમ્યુનિકેશન કરવા પર કંપનીની નજર રહેશે

વ્હોટ્સએપે પોતાની નવી પોલિસીને લઈને એક વાર ફરીથી સ્પષ્ટતા કરી છે. તેમને કહ્યું કે, આ પોલિસીથી યુઝરના પ્રાઈવેટ મેસેજને કોઈ જોખમ નથી. એટલે કે ફ્રેન્ડ્સ અથવા ફેમિલીની સાથે કરવામાં આવતી ચેટ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે. આ અપડેટ માત્ર બિઝનેસ અકાઉન્ટ્સમાં મોકલવામાં આવેલા મેસેજને અસર કરશે. તે ઓપ્શન ફીચર છે.

કંપનીએ પોતાના FAQ પેજને 12 જાન્યુઆરીએ અપડેટ કરતાં જણાવ્યું કે, દરરોજ દુનિયાભરના લાખો પોતાના બિઝનેસને લઈને તેમના ગ્રાહકો સાથે વ્હોટ્સએપ પર વાત કરે છે. વ્હોટ્સએપ બિઝનેસ તેને વધુ સરળ બનાવે છે. બિઝનેસ કમ્યુનિકેશન યુઝ પર ફેસબુકે કહ્યું કે, તેઓ દરેક વાતને લઈને સ્પષ્ટ રહેશે.

બિઝનેસને સરળ બનાવવા હોસ્ટિંગ સર્વિસ શરૂ કરી
ફેસબુકના જણાવ્યા પ્રમાણે, બિઝનેસ ચેટ મિત્રો અથવા પરિવારની સાથે ચેટિંગથી તદ્દન અલગ છે. કેટલાક મોટા બિઝનેસને પોતાના કમ્યુનિકેશનને મેનેજ કરવા માટે હોસ્ટિંગ સર્વિસની જરૂર હોય છે. આ સર્વિસથી વ્હોટ્સએપ પર ચેટને મેનેજ કરવી, ગ્રાહકોના સવાલોના જવાબ આપવા માટે કરવામાં આવે છે. તેનાથી સરળતાથી રસીદ મોકલી શકાય છે.

કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે ફોન, ઈમેલ અથવા વ્હોટ્સએપથી બિઝનેસ કમ્યુનિકેશન કરવા પર તેની નજર રહેશે. જેને તેઓ પોતાના માર્કેટિંગ માટે ઉપયોગ કરી શકે છે. તે સિવાય તેનો ઉપયોગ ફેસબુક એડ માટે પણ કરવામાં આવી શકે છે. ગ્રાહકોની સુવિધા માટે કંપની તે ચેટને લેબલ કરશે, જે ફેસબુકની હોસ્ટિંગ સર્વિસનો ઉપયોગ કરશે.

બિઝનેસ ચેટ માટે પોલિસીમાં ફેરફાર કરવામાં આવ્યો
કંપનીના જણાવ્યા પ્રમાણે, અમે ગત વર્ષે ઓક્ટોબરમાં જણાવ્યું હતું કે વ્હોટ્સએપ લોકો માટે ખરીદીને સરળ બનાવવા માગે છે. લોકો એપની મદદથી ડાયરેક્ટ ખરીદારી કરી શકશે. મોટાભાગના લોકો તેનો ઉપયોગ ફેમિલી અને ફ્રેન્ડ્સની સાથે ચેટિંગ માટે કરે છે. આવી સ્થિતિમાં તેમના બિઝનેસને પણ વેગ મળશે.

શું છે વ્હોટ્સએપની નવી પોલિસી?
નવી પોલિસીમાં જણાવાયું છે કે, અમારી સર્વિસને ઓપરેટ કરવા માટે તમે વ્હોટ્સએપનું જે કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ અથવા રિસીવ કરો છો, કંપની તેને ક્યારે પણ યુઝ, રિપ્રોડ્યુસ, ડિસ્ટ્રીબ્યુટ અને ડિસ્પ્લે કરી શકે છે. યુઝર્સને આ પોલિસી પર સંમત થવું પડશે. તે 8 ફેબ્રુઆરી 2021થી લાગુ થઈ રહી છે. આ તારીખ બાદ તેને એગ્રી કરવી જરૂરી હશે. જો એગ્રી નહી થાવ તો અકાઉન્ટનો ઉપયોગ નહીં કરી શકો. તેના માટે તમે હેલ્પ સેન્ટર પર વિઝિટ કરી શકો છો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser