બેટલગ્રાઉન્ડસ મોબાઈલ ઈન્ડિયા ગેમ અપડેટ:15 સેકન્ડના નવાં ટીઝરમાં PUBG મોબાઈલ જેવું લેવલ 3 બેકપેક જોવાં મળ્યું, 2GB રેમ સપોર્ટ કરતાં ફોન પર પણ સપોર્ટ કરશે

8 મહિનો પહેલા
  • બેકપેકમાં ખેલાડી બંદૂક, ગોળી, ફર્સ્ટ એડ કિટ અને ઈન્જેક્શન સહિતનો સામાન રાખી શકે છે
  • નવી ગેમમાં પણ જૂની ગેમ જેવી જ બેકપેક મળશે
  • એન્ડ્રોઈડ 5.1.1 લોલીપોપ અને તેની ઉપરનાં તમામ વર્ઝનની ઓપરેટિંગ સિસ્ટમ પર ગેમ સપોર્ટ કરશે

ગત વર્ષે બૅન થયેલી PUBG ભારતમાં હવે બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ નામ સાથે કમબેક કરવા જઈ રહી છે. તેવામાં સાઉથ કોરિયન વીડિયો ગેમ ડેવલપર ક્રાફ્ટને ગેમનું નવું ટીઝર રિલીઝ કર્યું છે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા 15 સેકન્ડના ટીઝરમાં PUBG મોબાઈલ જેવી બેકપેક જોવા મળી રહી છે. ટીઝરને 'પ્રી રજિસ્ટર કિયા ક્યા' નામથી રિલીઝ કરાયું છે. કંપનીએ હજુ સુધી ગેમની લોન્ચિંગ ડેટ પર સસ્પેન્સ જ રાખ્યું છે.

ક્રાફ્ટને 18મેથી ગેમનું પ્રી રજિસ્ટ્રેશન શરૂ કર્યું હતું. આ ગેમ PUBGનું નવું વર્ઝન છે. તે માત્ર ભારતીય યુઝર્સ માટે છે. ક્રાફ્ટન દ્વારા ડેવલપ કરાયેલી આ ફ્રી મોબાઈલ ગેમ એપ છે.

PUBGના લેવલ 3માં મળનારી બેકપેક
PUBG મોબાઈલ એક મલ્ટિલેયર એક્શન ગેમ હતી. તેમાં બેકપેકમાં ખેલાડી બંદૂક, ગોળી, ફર્સ્ટ એડ કિટ અને ઈન્જેક્શન સહિતનો સામાન રાખી શકે છે. નવી ગેમમાં પણ આવી જ બેકપેક જોવા મળી રહી છે. ટીઝરમાં દેખાતી બેકપેક જૂની PUBGની લેવલ 3 જેવી છે. તેની ક્ષમતા સૌથી વધારે હોય છે.

2GBની રેમ ધરાવતાં સ્માર્ટફોન પર પણ સપોર્ટ કરશે
ક્રાફ્ટને જણાવ્યું કે આ ગેમ તમામ સ્માર્ટફોન યુઝર્સ રમી શકશે. એન્ડ્રોઈડ 5.1.1 લોલીપોપ અને તેની ઉપરનાં તમામ વર્ઝનની ઓપરેટિંગ સિસ્ટમ પર ગેમ સપોર્ટ કરશે. ગેમ રમવા માટે સ્માર્ટફોનમાં મિનિમમ 2GBની રેમ હોવી જરૂરી છે.

પ્રી રજિસ્ટ્રેશન પર રિવોર્ડ્સ મળશે
કંપનીએ ગેમના પ્રી રજિસ્ટ્રેશન અંગે કહ્યું કે, યુઝર્સ સ્પેસિફિક રિવોર્ડ્સ માટે ક્લેમ કરી શકે છે. આ રિવોર્ડ્સ માત્ર ઈન્ડિયન પ્લેયર્સ માટે જ છે. પ્રી રજિસ્ટ્રેશન માટે યુઝર્સે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ પ્રી રજિસ્ટર બટન પર ક્લિક કરવાનું રહેશે. ગેમ લોન્ચિંગ સમયે ક્લેમ રિવોર્ડ આપમેળે રીડીમ થઈ જશે. ક્રાફ્ટને જણાવ્યું કે 18 વર્ષથી ઓછી નંબરના યુઝર્સે તેમના પેરેન્ટ્સનો નંબર આપવો પડશે. અર્થાત 18 વર્ષથી ઓછી વયના યુઝર્સે પેરેન્ટ્સની પરમિશન લેવાની જરૂર પડશે.

ડેટા સિક્યોરિટી પ્રાયોરિટી
પ્રાઈવસી અને ડેટા સિક્યોરિટીને પ્રાથમિકતા આપતા ક્રાફ્ટને દરેક સ્ટેજમાં ડેટાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેના પાર્ટનર સાથે કામ કરશે. તેનાથી કંપની સુનિશ્ચિત કરશે કે પ્રાઈવસીના અધિકારોનું સમ્માન થાય અને ડેટાનું કલેક્શન અને સ્ટોરેજ ભારતના કાયદાનું પાલન કરી થાય.

FAU-Gને ટક્કર મળશે
આ બેટલ ગેમને દેશી બેટલ ગેમ FAUGથી સીધી ટક્કર મળશે. FAUG ફર્સ્ટ પર્સન શૂટર ગેમ છે. ગેમને બેંગલોરની કંપની nCore ગેમ્સે ડેવલપ કરી છે. PUBG બૅન થયા બાદ એક્ટરર અક્ષય કુમારે મેડ ઈન ઈન્ડિયા FAU-G ગેમ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી, FAU-Gને આત્મનિર્ભર ભારત મુહિમ હેઠળ ડેવલપ કરાઈ છે. ગેમ્સની થતી કમાણીના 20% ભારતના વીર ટ્ર્સ્ટને ડોનેટ કરવામાં આવશે.

શા માટે બૅન થઈ હતી PUBG
ગત વર્ષે લદ્દાખમાં ચીનની સેના સાથે સીમા પર વિવાદ થયા બાદ ચીન સંબંધિત 400થી વધારે એપ્સ સરકારે બૅન કરી હતી. ભલે PUBG સાઉથ કોરિયન કંપની ક્રાફ્ટને ડેવલપ કરી હતી પરંતુ PUBG મોબાઈલ ઈન્ડિયાના નામથી તેને ચીનની કંપની ટેન્સેન્ટ લઈને આવી હતી. તેને કારણે આ એપ પણ બૅન થઈ હતી. બૅન કરવા પાછળનું મોટું કારણ ચીનનો કાયદો હતો. તે હેઠળ ચીન કંપનીઓએ તેનું સર્વર ચીનમાં જ રાખવાનું હોય છે. તેનાથી ડર હતો કે PUBG રમી રહેલા ભારતીય યુઝર્સનો ડેટા ચીનમાં લીક થાય છે. તેથી હવે ચીનના હસ્તક્ષેપ વગર કંપની તેને નવાં નામ અને નવી પોલિસી સાથે લોન્ચ કરવા જઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...