• Gujarati News
  • Utility
  • Gadgets
  • The KOO App Received Over 1 Million Downloads Within 18 Months Of Its Launch, Allowing Users To Share Posts In 8 Languages.

માઈલસ્ટોન:સ્વદેશી ટ્વિટર કહેવાતી KOO એપને 18 મહિનાની અંદર 1 કરોડથી વધુ ડાઉનલોડ્સ મળ્યા, એપ 8 ભારતીય ભાષા સપોર્ટ કરે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર્ચ 2020માં સ્વદેશી ટ્વિટર કહેવાતી KOO એપ લોન્ચ થઈ હતી
  • હાલ એપમાં 8 ભાષાનો સપોર્ટ મળે છે
  • ટૂંક સમયમાં તેમાં ગુજરાતી અને પંજાબી ભાષાનો સપોર્ટ મળશેો

ભારતનાં માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ KOO એપે 18 મહિનામાં 1 કરોડ ડાઉનલોડનો માઈલસ્ટોન સર કર્યો છે. આ પ્લેટફોર્મ પર સેલેબ્સ, રાજનેતા, ખેલાડી, લેખક, પત્રકાર સહિતના લોકો જોડાયેલા છે. KOO એપ માર્ચ 2020માં લોન્ચ થઈ હતી. આ પ્લેટફોર્મ પર યુઝર્સ 8 ભાષામાં અપડેટ શેર કરી શકે છે.

KOO એપ પર અનુપમ ખેર, ટાઈગર શ્રોફ, કંગના રનૌત, નિતિન ગડકરી, અશોક ગેહલોત, યોગી આદિત્યનાથ, શિવરાજ સિંહ ચૌહાણ, સુપ્રિયા સુલે, પીયુષ ગોયલ, અશ્વિની વૈષ્ણવ, રવિશંકર પ્રસાદ, સંજય સિંહ, મોહમ્મદ શમી, રિદ્ધિમાન સાહા, આકાશ ચોપડા અને ઘણા પોપ્યુલર સેબેલ્સ અને નેતા સામેલ છે.

ગુજરાતી અને પંજાબી ભાષા ટૂંક સમયમાં સપોર્ટ કરશે

એપને ગૂગલ પ્લે સ્ટોર પર બેસ્ટ ડેઈલી એશેન્શિયલ એપ તરીકે નોમિનેટ કરવામાં આવી છે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ તેમના કાર્યક્રમ 'મન કી બાત'માં પણ તેનો વિશેષ ઉલ્લેખ કર્યો છે. ફેબ્રુઆરી અને ઓગસ્ટ 2021 દરમિયાન ડાઉનલોડ ઝડપથી વધી રહ્યા છે. KOO એપમાં ટૂંક સમયમાં ગુજરાતી અને પંજાબી ભાષાનો સપોર્ટ પણ મળશે. હાલ એપમાં હિન્દી, કન્નડ, મરાઠી, તમિળ, તેલુગુ, અસમિયા, બંગાળી અને અંગ્રેજી ભાષાનો સપોર્ટ મળે છે.

ભવિષ્યમાં બૂલેટ ગતિએ ગ્રોથ મળશે
KOO એપના પ્રવક્તાએ જણાવ્યું કે, 'KOOને એક ડિજિટલ પ્લેટફોર્મ બનાવવાના સપના સાથે શરૂ કરવામાં આવી હતી જ્યાં લાખો ભારતીય સ્વતંત્ર રીતે પોતાના વિચાર વ્યક્ત કરી શકે અને પોતાની પસંદગીની ભાષામાં તેને શેર કરી શકે. જ્યારે અમે માર્ચ 2020માં એપ લોન્ચ કરી તો પ્રતિક્રિયા ઉત્સાહજનક રહી. KOOએ અત્યાર સુધી 1 કરોડ ડાઉનલોડનો આંકડો સર કર્યો છે. તાજેતરમાં અમે જે અનુભવ કર્યો છે તેની સરખામણીએ ભવિષ્યમાં અમારી વૃદ્ધિ ઝડપથી થશે.'

અન્ય સમાચારો પણ છે...