એપલ iOS 16 લોન્ચ:આઇફોન હવે વીડિયો પર પણ લાઇવ ટેક્સ્ટ મેસેજ મોકલી શકશે, નોટિફિકેશન પણ નવી સ્ટાઇલમાં મળશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

એપલે iPhone માટે iOS 16 લોન્ચ કર્યું છે. નવા અપડેટની સાથે હોમ સ્ક્રીન પર વોલપેપર બદલવાથી લઈને નોટિફિકેશન મેનેજ કરવા સુધીના ફેરફાર કરવામાં આવ્યા છે. આઇફોને એપલની WWDC 2022 ઈવેન્ટમાં આ અપડેટેડ iOS 16 વર્ઝન લોન્ચ કર્યું છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આઇફોન-14ની સાથે સપ્ટેમ્બરમાં iOS 16 પણ લોન્ચ કરવામાં આવશે. આ અપડેટ આઇફોન-8ના પછીના વર્ઝનમાં મળી રહેશે.

iOS 16 શું-શું છે નવું ઍક્સપર્ટ પાસેથી સમજીએ?
WWDC 2022 ઈવેન્ટમાં લોન્ચ કરવામાં આવેલી iOS 16ના નવા ફિચર્સ વિશે વાત કરતાં ટેક ગુરુ અભિષેક તૈલાંગે જણાવ્યું હતું કે, તે એપલ iOS 16 મચ અવેટેડ રિવેમ્પ છે. iOS 16ના લોન્ચ સાથે કસ્ટમાઇઝેશન અંગેની ફરિયાદો હવે અમુક અંશે દૂર થશે. આઇફોનમાં યૂઝર્સ લોક સ્ક્રીન સાથે ઘણાં બદલાવ કરી શકે છે, જેનાથી ફોનના દેખાવમાં પણ ફેરફાર દેખાશે. તે જ સમયે ફોકસ ફિચર વિશે પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા કે, તે વર્ક લાઈફ બેલેન્સને સાવ બગાડી નાખે છે. આ વખતે એપલે ફોકસ વિઝિટ એપમાં સુધારો કર્યો છે.

આ સાથે જ લોક સ્ક્રીનના કસ્ટમાઇઝેશનને લઇને તેમણે જે ફેરફાર કર્યો છે, તેની પણ લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. આ સાથે જ કાર પ્લેમાં કરવામાં આવેલા ફેરફાર ઇલેક્ટ્રિક કારમાં વપરાતા ગેજેટ અનુસાર કરવામાં આવ્યા છે. આનાથી ઇલેક્ટ્રિક કારમાં વધુ સ્માર્ટ રીતે મેનેજ કરવું સરળ બનશે. એન્ડ્રોઈડ સાથે કસ્ટમાઇઝ્ડ એપ્લિકેશન્સ દ્વારા ગોપનીયતાના જોખમ અંગે પણ પ્રશ્નો ઉભા થયા છે, પરંતુ એપલે કસ્ટમાઇઝેશન ફીચર સાથે પ્રાઈવસીનું પણ ધ્યાન રાખ્યું છે. એન્ડ્રોઈડ ફોનમાં ઘણાં સમય પહેલાં જ ફોન્ટ અને વોલપેપર સાથે શરૂઆતથી જ કસ્ટમાઇઝેશનના ફીચર્સ મળવા લાગ્યા હતા, પરંતુ જે લોકો આઈફોનનો ઉપયોગ કરે છે તેમના માટે આવી સુવિધા હજુ સુધી નહોતી.

હવે ચાલો જાણીએ iOS 16 માં તમને શું નવું અપડેટ મળશે...
તમે સેન્ડ કરેલા ટેક્સ્ટ મેસેજને પણ એડિટ કરી શકશો

એપલ હવે iMessage ને એડિટ કરવા અથવા રિકોલ કરવાની સુવિધા આપશે. એપલે તેની મેસેજિંગ એપ્લિકેશનમાં ત્રણ મુખ્ય સુવિધાઓ ઉમેરી છે. જો મેસેજ SMS ટેક્સ્ટને બદલે iMessage હોય તો યૂઝર્સ એડિટિંગની સાથે મોકલેલો મેસેજ પણ રિકોલ કરી શકે છે. આ સિવાય યૂઝર્સ ટેક્સ્ટને સ્નૂઝ પણ કરી શકે છે, જેથી તેને બાદમાં હેન્ડલ કરી શકાય. ટીવી શો, સંગીત સાંભળવું અથવા ફિટનેસ+ નો ઉપયોગ મિત્રો સાથે શેર પ્લે દ્વારા રિમોટથી કરી શકાય છે. મેસેજમાં ડિક્ટેશન પણ અપડેટ કરવામાં આવ્યું છે. આના લીધે તમે વોઈસ અને ટચ વચ્ચે સરળતાથી મૂવ કરી શકો છો.

બાય નાઉ અને પે લેટર ફીચર મળશે
કોન્ટેક્ટલેસ પેમેન્ટથી વેપારીઓ આઇફોન પર જ પેમેન્ટ સ્વીકારી શકે છે. એપલમાં નવા પ્રકારના પેમેન્ટ વિકલ્પ જેમકે, ‘એપલ પે લેટર’ અને ‘સ્પ્લિટ ધ કોસ્ટ’ મળી રહેશે. આ સુવિધામાં શોપિંગમાં ખર્ચ કરેલી રકમને 4 ઈન્સ્ટોલેશનમાં વહેંચવામાં આવશે, જે 6 અઠવાડિયાની અંદર કોઈપણ વ્યાજ દર વગર ચૂકવી શકાશે.

લાઇવ ટેક્સ્ટ હવે વીડિયોમાં પણ કામ કરશે
લાઇવ ટેક્સ્ટને પણ અપડેટ કરવામાં આવ્યું છે. તે હવે વીડિયોમાં પણ કામ કરશે. આ ફિચર તમને વીડિયો પોઝ કરવાની અને તેમાંથી ટેક્સ્ટ કોપી કરવાની સુવિધા પણ આપે છે. આ સિવાય ફોટોમાંથી કોઈ વસ્તુ હટાવવા ઈચ્છો છો તો હટાવી શકો છો. કંપની તેમાં ડિજિટલ હોટેલ્સ શેર કરવાનો વિકલ્પ પણ આપી રહી છે.

મેપમાં મલ્ટીસ્ટોપ રુટિંગનો પણ વિકલ્પ મળી રહે છે
અપડેટેડ iOS 16માં એપલ મેપ્સમાં અપડેટ જોવા મળશે. નવો નવેસરથી ડિઝાઇન નકશો ફ્રાન્સ, ન્યૂઝીલેન્ડ સહિત 11 દેશોમાં જોવા મળશે, તેને મલ્ટીસ્ટોપ રુટિંગનો વિકલ્પ પણ આપવામાં આવી રહ્યો છે.

કિડ્સ એકાઉન્ટને મેનેજ કરવામાં સરળતા રહેશે
સ્પોર્ટ્સના ચાહકો માટે તમને આ અપડેટમાં ‘માય સ્પોર્ટ’નો વિકલ્પ મળશે. આના પરથી લાઈવ સ્કોર અને સ્ટેન્ડિંગ પણ જોઈ શકાય છે. ફોટોસમાં પણ અપડેટ આપવામાં આવ્યું છે. આનાથી બાળકો માટે એકાઉન્ટ સરળતાથી મેનેજ કરી શકાય છે. આ અપડેટ સાથે પર્સનલ સેફ્ટી માટે નવું ટૂલ આપવામાં આવશે. સ્માર્ટ હોમમાં પણ તમને બદલાવ જોવા મળશે. તેને નવી કેટેગરી અને લે-આઉટ સાથે રજૂ કરવામાં આવશે. કારપ્લે માટે પણ અપડેટ છે. કાર પ્લેનું નવું વર્ઝન તમામ વાહન કન્ટ્રોલને સપોર્ટ કરશે. પર્સનલાઇઝ્ડ સ્પેશ્યલ ઓડિયો, ક્વિક નોટ, રેપિડ સિક્યોરિટી રિસ્પોન્સ મિકેનિઝમ અપડેટ્સ, મેમોજી કસ્ટમાઇઝેશન પણ જોવા મળશે. આ ઉપરાંત વોચ OS-9માં પણ ઘણાં ફેરફાર જોવા મળશે.