તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • The IPhone 13 Will Be Able To Make Calls And Text Messages Without A Network, And Will Be Equipped With New Cellular Radio Technology.

રિપોર્ટ:આઈફોન 13માં નેટવર્ક વગર કોલ અને ટેક્સ્ટ મેસેજ કરવાની સુવિધા મળી શકે છે, નવી સેલ્યુલર રેડિયો ટેક્નોલોજીથી સજ્જ હશે આઈફોન

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એપલ એનાલિસ્ટના રિપોર્ટ મુજબ, આઈફોન 13માં લૉ અર્થ ઓર્બિટ સેટેલાઈટ કમ્યુનિકેશન ફીચર મળશે
  • આ ટેક્નોલોજીથી 4G અથવા 5G નેટવર્ક રેન્જની બહાર હોય તો પણ સેટેલાઈટ બેઝ્ડ કમ્યુનિકેશન શક્ય બનશે

ટેક જાયન્ટ એપલે ગત વર્ષે આઈફોન 12 સિરીઝમાં 5G કનેક્ટિવિટી લોન્ચ કરી હતી. આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ થનારી આઈફોન 13 સિરીઝમાં પણ કંપની 5G ટેક્નોલોજી આપશે. આ સાથે જ કંપની એડવાન્સ્ડ ન્યૂ સેલ્યુલર રેડિયો ટેક્નોલોજી આપી શકે છે. એપલ એનાલિસ્ટ મિંગ શી કુઓએ તેના રિપોર્ટમાં તેનો ખુલાસો કર્યો છે.

એપલ એનાલિસ્ટના રિપોર્ટ પ્રમાણે, અપકમિંગ આઈફોન 13 સિરીઝમાં LEO (લૉ અર્થ ઓર્બિટ) સેટેલાઈટ કમ્યુનિકેશન ફીચર મળશે. આ ફીચરની ખાસ વાત એ છે કે તેનાથી વીક સિગ્નલમાં પણ કોલ કરી શકાય છે અને SMS સેન્ડ કરી શકાય છે. કુઓએ તેના રિપોર્ટમાં જણાવ્યું કે LEO ટેક્નોલોજી આઈફોનની સેલ્યુલર કનેક્ટિવિટીમાં અત્યાર સુધીનું સૌથી મોટું અપગ્રેડેશન સાબિત થશે. આ ટેક્નોલોજીથી 4G અથવા 5G નેટવર્ક રેન્જની બહાર હોય તો પણ સેટેલાઈટ બેઝ્ડ કમ્યુનિકેશન કરી શકાય છે.

બ્લૂમબર્ગે 2019માં જ તેના એક રિપોર્ટમાં કહ્યું હતું કે એપલ LEO સેટેલાઈટ કમ્યુનિકેશન ફીચરવાળો આઈફોન લોન્ચ કરશે. જોકે કુઓના રિપોર્ટમાં આઈફોન 13માં આ ટેક્નોલોજી મળશે તેવો દાવો કરવામાં આવ્યો છે. આઈફોન 13 સાથે કંપની AR હેડસેટ, એપલ કાર અને તેની અન્ય IoT પ્રોડ્ક્ટસમાં પણ આ ટેક્નોલોજી આપી શકે છે.

LEO સેટેલાઈટ કમ્યુનિકેશન ફીચર ક્વૉલકોમ X60 બેઝબેન્ડના મોડર્ન ચિપસેટથી શક્ય બનશે. આ ટેક્નોલોજી આઈમેસેજ અને ફેસટાઈમ પર સપોર્ટ કરશે કે કેમ તેના પર હજુ સસ્પેન્સ છે. આ ટેક્નોલોજી માટે એપલ યુઝર પાસેથી એક્સ્ટ્રા ચાર્જ પણ લઈ શકે છે.

આઈફોન 13 સિરીઝ

  • બ્લૂમબર્ગે તેના રિપોર્ટમાં આઈફોન 13 સિરીઝના કેટલાક સ્પેસિફિકેશન લીક કર્યાં છે. રિપોર્ટ પ્રમાણે આઈફોન 13માં 120Hzનો હાઈ રિફ્રેશ રેટ મળશે. અર્થાત ફોનની ડિસ્પ્લેને 1 સેકન્ડમાં 120 વખત રિફ્રેશ કરી શકાશે. રિપોર્ટ પ્રમાણે આઈફોન 13 સિરીઝમાં વીડિયો રેકોર્ડિંગમાં પણ બોકેહ ઈફેક્ટ મળશે. અત્યાર સુધી માત્ર ફોટોમાં જ બેકગ્રાઉન્ડ બ્લર કરવા માટે બોકેહ ઈફેક્ટ મળતી હતી.
  • લેટેસ્ટ સિરીઝના આઈફોન્સમાં કેમેરા મોડ્યુલમાં પણ ફેરફાર થશે. કંપનીએ ફેસ આઈડીની સાઈઝ ઓછી કરી છે. કંપની તેની ફિલ્ટર ટેક્નિકમાં પણ અપડેટ આપશે. અત્યાર સુધી આખી ઈમેજમાં ફિલ્ટર અપ્લાય થઈ શકતા હતા. નેક્સ્ટ જનરેશન આઈફોનમાં ઈમેજના પર્ટિક્યુલર ઓબ્જેક્ટ પર ફિલ્ટર ટાર્ગેટ કરી શકાશે.
  • આઈફોન 13 સિરીઝમાં નેક્સ્ટ જનરેશન વાઈફાઈ, અપગ્રેડેડ 5G મોડેમ, વધારે ક્ષમતાવાળી બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ મળશે. જોકે કંપનીએ આ સ્પેસિફિકેશન વિશે કોઈ ખુલાસો કર્યો નથી. સપ્ટેમ્બરના ત્રીજા અઠવાડિયાંમાં કંપની આઈફોન 13 સિરીઝ લોન્ચ કરી શકે છે.
અન્ય સમાચારો પણ છે...