તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • The IPhone 12 Pro Costs Rs 30,000, But The Company Sells It For Rs 74,000, 59% More Than The Production Price.

આઈફોનથી એપલની કમાણી:આઈફોન 12 પ્રો બનાવવાનો ખર્ચો 30 હજાર રૂપિયા, પરંતુ કંપની તેને પ્રોડક્શન કિંમત કરતાં 59% વધારે 74 હજાર રૂપિયામાં વેચે છે

2 દિવસ પહેલા
  • કૉપી લિંક

એપલ આઈફોન 13 સિરીઝનાં લોન્ચિંગનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સેમીકન્ડક્ટરની અછત, મોંઘા રૉ મટિરિયલ અને એડવાન્સ્ડ ફીચર્સને લીધે લેટેસ્ટ મોડેલની કિંમત આઈફોન 13 કરતાં મોંઘી હોઈ શકે છે. લોન્ચિંગ સમયે આઈફોન 12 ભારતમાં 79,900 રૂપિયાની પ્રારંભિક કિંમતમાં મળતો હતો. હવે તેની કિંમત 1 લાખ રૂપિયાની ઉપર છે. મોંઘી કિંમત હોવા છતાં આઈફોનનો ક્રેઝ છવાયેલો છે.

તમે ક્યારેય વિચાર્યું છે કે જે આઈફોનની કિંમત તમે લાખોમાં આપી રહ્યા છો તેનાં પ્રોડક્શનમાં કેટલો ખર્ચો આવે છે? એક આઈફોન પર કંપની કેટલો નફો કરે છે? આ જ રીતે પ્રીમિયમ એન્ડ્રોઈડ સ્માર્ટફોન મેકર જેમ કે સેમસંગ, ગૂગલ પોતાના હેન્ડસેટ પર કેટલો નફો કરે છે.

આ હેન્ડસેટનો પ્રોડક્શન ખર્ચ અને કંપનીને મળતા ફાયદા વિશે આજે અમે તમને અવગત કરાવીશું....

કોરોના મહામારી દરમિયાન આઈફોનની ડિમાન્ડ વધી. આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં સ્માર્ટફોનનો ગ્લોબલ સેલ 100 બિલિયન ડોલર (આશરે 7.3 લાખ કરોડ રૂપિયા)ને પાર થયો. આ દરમિયાન એપલ આઈફોન 12 પ્રો મેક્સે સૌથી વધારે રેવેન્યૂ ક્રિએટ કરી. તો આઈફોન 12, આઈફોન 12 પ્રો અને આઈફોન 11એ પણ પોતાનો શેર આપ્યો. ટેકવોલ્સના રિપોર્ટ પ્રમાણે, અમેરિકામાં આઈફોન 12 પ્રો (128GB)ના પ્રોડક્શનનો ખર્ચો 406 ડોલર (આશરે 30,000 રૂપિયા) છે, જ્યારે એપલ તેને 999 ડોલર (આશરે 74,000 રૂપિયા)માં વેચે છે. અર્થાત એક યુનિટ પર કંપનીને 59.36% અથવા 593 ડોલર (આશરે 44,000 રૂપિયા)નો ફાયદો થાય છે.

ફોનના હાર્ડવેર અને સોફ્ટવેર બંનેમાં એકસરખો ખર્ચો
ટેક એક્સપર્ટ પ્રાવલ શર્માના જણાવ્યા પ્રમાણે, ફોનની કિંમત એક યુનિટ પર નહિ બલકે કેટલા મિલિયનનો ઓર્ડર મળી રહ્યો છે. તેના પર નક્કી કરવામાં આવે છે. ફોનની કિંમત હાર્ડવેર અને સોફ્ટવેરમાં 40-60 રેશિયોમાં નક્કી થાય છે. એવું માની શકાય કે કંપનીએ એક સૌથી સસ્તા 4G એન્ડ્રોઈડ સ્માર્ટફોનનાં મેન્યુફેક્ચરિંગ માટે હાર્ડવેરમાં આશરે 1500થી 2000 રૂપિયાનો ખર્ચો કરવો પડે છે. તેમાં પણ ડિસ્પ્લે સાઈઝ, કેમેરા મેગાપિક્સલની મહત્ત્વની ભૂમિકા હોય છે. તો સોફ્ટવેર માટે આશરે 2000 રૂપિયાનો ખર્ચો કરવો પડે છે. જે સોફ્ટવેરમાં અપડેટ નથી મળતી તેની કિંમત ઓછી હોય છે.

પ્રોફિટ કમાવામાં ગૂગલ અને સેમસંગ પણ અગ્રેસર
એવું નથી કે માત્ર એપલ જ આઈફોન પર 72% સુધી પ્રોફિટ કમાય છે બલકે પ્રીમિયમ એન્ડ્રોઈડ સ્માર્ટફોન બનાવનાર ગૂગલ અને સેમસંગ પણ પોતાના હેન્ડસેટ પર આટલો જ પ્રોફિટ કમાય છે. અમેરિકાના માર્કેટમાં ગેલેક્સી S20 અલ્ટ્રાના 12GB+256GB વેરિઅન્ટની કિંમત 1350 ડોલર (આશરે 1,00,200 રૂપિયા) છે, જ્યારે તેનો પ્રોડક્શન ખર્ચ 528 ડોલર (આશરે 39,000 રૂપિયા) છે. અર્થાત કંપની એક યુનિટ પર 822 ડોલર (આશરે 61,200 રૂપિયા)નું પ્રોફિટ કરે છે.

આ જ રીતે ગૂગલ તેના પિક્સલ XL (32GB) સ્માર્ટફોનને અમેરિકન માર્કેટમાં 769 ડોલર (આશરે 57,000 રૂપિયા)માં વેચે છે, જ્યારે તેનાં પ્રોડક્શનનો ખર્ચ 285 ડોલર (આશરે 21,100 રૂપિયા) છે. અર્થાત કંપની એક હેન્ડસેટ પર 62.84% અથવા 484 ડોલર (આશરે 35,900 રૂપિયા)નું પ્રોફિટ કમાય છે.

અન્ય સમાચારો પણ છે...