PUBGની સમસ્યા:સરકારે ગેમને લોન્ચ કરવા માટે કોઈ મંજૂરી આપી નથી, RTIમાં સામે આવી જાણકારી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મંત્રાલયે બે વિવિધ RTIના જવાબ આપતી વખતે માહિતી આપી હતી
  • એપલ એપ અને ગૂગલ પ્લે સ્ટોર પર વાપસીમાં પણ મુશ્કેલી આવી શકે છે

PUBG મોબાઈલ ઈન્ડિયાને ઈલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) દ્વારા કોઈ મંજૂરી આપવામાં આવી નથી. મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલી બે વિવિધ RTI અરજીઓના જવાબમાં પ્રતિક્રિયા આપવામાં આવી છે. ગત મહિને PUBG કોર્પોરેશને ઈન્ડિયા-સ્પેસિફિક ગેમ પબજી મોબાઈલ ઈન્ડિયાની સાથે શરૂ કરવાની જાહેરાત કરી, જે રમતને દેશમાં પાછી લાવી શકે છે. દક્ષિણ કોરિયાની કંપનીએ સપ્ટેમ્બરમાં સરકાર દ્વારા પ્રતિબંધ બેટલ ગેમનું સ્થાનિક વર્ઝન બનાવવા માટે ભારતીય માર્કેટમાં $100 મિલિયન (લગભગ 734 કરોડ રૂપિયા) રોકાણ કરવાની જાહેરાત કરી હતી.

દેશમાં PUBGને લોન્ચ માટે કોઈપણ પરવાનગી નથી- મંત્રાલય

  • “MeitY કોઈપણ વેબસાઈટ/મોબાઈલ એપ્લિકેશન/સર્વિસને શરૂ કરવાની મંજૂરી આપતું નથી. તેના અનુસાર, MeitYએ PUBG/PUBG મોબાઈલ ઈન્ડિયાને મંજૂરી આપી નથી, મંત્રાલયે મીડિયાનામા દ્વારા દાખલ કરેલી RTIના જવાબમાં જણાવ્યું હતું.
  • RTI અરજી એ વાત પર સ્પષ્ટતાની માગ કરી રહી હરી કે શું ક્રાફ્ટોન (Krafton) અથવા તેની સહાયક કંપની PUBG કોર્પોરેશને PUBG મોબાઈલને ફરીથી લોન્ચ કરવાની મંજૂરી માગી છે.
  • એક અલગ RTIના જવાબમાં મંત્રાલયે કહ્યું કે, દેશમાં PUBGને લોન્ચ કરવા માટે કોઈ મંજૂરી આપવામાં આવી નથી. મંત્રાલયે 12 ડિસેમ્બરે આપેલા જવાબમાં કહ્યું, "MeitY PUBGને લોન્ચ કરવાની કોઈ મંજૂરી આપી નથી."

ગેમ લોન્ચ થશે તો કાર્યવાહી થઈ શકે છે

  • મંત્રાલય દ્વારા આપવામાં આવેલા RTI જવાબ એ વાતનું કોઈ વર્ણન નથી કે શું ઈન્ડિયા-સ્પેસિફિક PUBG, જેને દેશમાં “come soon”ની સાથે ટીઝ કરવામાં આવી રહી હતી, સરકારના સપોર્ટની સાથે લોન્ચ કરવામાં આવશે. MeitYની પ્રતિક્રિયા એ છે કે, તે કોઈપણ એપને શરૂ કરવાની મંજૂરી આપતી નથી-તેનો અર્થ એ થયો કે સત્તાવાર રીતે આ એપને પ્રી-અપ્રૂવ્ડ કરવામાં આવશે નહીં.
  • આવા સમયમાં જો ગેમ લોન્ચ થાય છે તો તેને કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે- એવી જ રીતે જેવી રીતે પહેલા ઓરિજિનલ PUBG મોબાઈલની સાથે જોવા મળી હતી.

સ્થાનિક વર્ઝન બનાવવા માટે કંપનીએ નવી ભરતી કરી

  • PUBG કોર્પોરેશને સપ્ટેમ્બરમાં પ્રતિબંધ લાગુ થયા બાદ તરત શેનઝેન સ્થિચ ટેનસેન્ટ ગેમ્સમાંથી પબજી મોબાઈલ ફ્રેન્ચાઈઝી અને તેની પ્રકાશન જવાબદારીઓને સંભાળી હતી.
  • કંપની, જે PUBGના પીસી વર્ઝન માટે પણ અધિકારો ધરાવે છે, તે ગેમ કન્ટેન્ટમાં સુધારો કરી રહી છે અને અગાઉના કેટલાક મુદ્દાઓના નિવારણ માટે 100થી વધારે કર્મચારીઓની નવી ભરતીની સાથે એક સ્થાનિક ઓફિસ સ્થાપિત કરી રહી છે.
  • PUBG મોબાઈલ ઈન્ડિયાના લોન્ચની જાહેરાત કરતા કંપનીએ કહ્યું, સ્થાનિક કાર્યાલય સ્થાપિત કરવા ઉપરાંત, કંપની પોતાની ગેમિંગ સર્વિસને મજબૂત કરવા માટે સ્થાનિક વ્યવસાયોને સક્રિય રીતે સહયોગ અને ફાયદો કરશે.
  • જો કે, RTI એપ્લિકેશનના જવાબોને જોતા, PUBG કોર્પોરેશનને નવી ગેમને દેશમાં લાવવા માટે થોડો વધારે સમય લેવાની જરૂર પડી શકે છે.
  • કંપનીને એપલ એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર પર ગેમ જારી કરવામાં પણ સમસ્યાને સામનો કરવો પડી શકે છે તેને ધ્યાનમાં રાખતા તેને અત્યાર સુધી સરકાર (MeitY)તરફથી કોઈ મંજૂરી મળી નથી.
અન્ય સમાચારો પણ છે...