ભારત સરકારે શુક્રવારનાં રોજ ‘ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2022’ નો ડ્રાફ્ટ રજૂ કર્યો હતો. આ બિલનો ઉદ્દેશ્ય ડિજિટલ પર્સન ડેટા માટે નીતિ-નિયમો બહાર પાડવાનો હતો. આ નવુ બિલ લોકોના તેમના વ્યક્તિગત ડેટાને સુરક્ષિત રાખવાના અધિકાર અને કાયદેસર હેતુઓ માટે વ્યક્તિગત ડેટા પર પ્રક્રિયા કરવાની જરૂરિયાત બંનેને માન્યતા આપે છે. આ બિલમાં સરકારે લોકોનાં પર્સનલ ડેટાનો ખોટો ઉપયોગ કરવા બદલ કાયદો તોડનારી કંપનીઓ પર દંડની રકમ વધારીને 500 કરોડ રૂપિયા કરી દીધી છે.
અગાઉનું ડેટા પ્રોટેક્શન બિલ રદ્દ કરી દેવામાં આવ્યું હતું
અગાઉનું ડેટા પ્રોટેક્શન બિલ આ વર્ષની શરુઆતમાં સંસદીય મોનસૂન સત્ર દરમિયાન રદ્દ કરી દેવામાં આવ્યું હતું. હવે મંત્રાલયે તેનું નામ બદલીને પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ કરી દીધુ છે, જે પૂરી રીતે યૂઝરનાં ડેટા સાથે જોડાયેલા મહત્વનાં કાયદાઓ પર ભાર આપે છે. કેન્દ્રિય રેલ, સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2022નાં ડ્રાફ્ટ પર લોકો પાસેથી તેનાં મંતવ્યો માગ્યા હતા.
કંપનીઓ લોકોનો અંગત ડેટા પોતાની પાસે રાખવાનો બંધ કરે
આ ડ્રાફ્ટ અમુક પોપ્યુલર સોશિયલ મીડિયા અને અન્ય ટેક કંપનીઓની આસપાસ ઘૂમે છે. ડિજિટલ પર્સનલ ડેટા બિલમાં કહેવામાં આવ્યું છે કે, ‘ડેટા એકત્રિત કરતી કંપનીઓએ પર્સનલ ડેટા પોતાની પાસે રાખવાનો બંધ કરી દેવો જોઈએ અથવા તો તે સાધનોને દૂર કરી દેવા જોઈએ કે, જે પર્સનલ ડેટાને વિશેષ ડેટા પ્રિન્સિપલની સાથે જોડી શકાય.
બાયોમેટ્રિક ડેટા માટે કર્મચારીઓની મંજૂરી લેવી જરુરી
ડ્રાફ્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, લિગલ અથવા બિઝનેસનાં ઉદ્દેશ્ય માટે જરુરી ન હોય તો યૂઝર્સનાં ડેટાને પોતાની પાસે રાખવો જોઈએ નહી. નવું પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ બાયોમેટ્રિક ડેટાનાં માલિકને પૂરેપૂરો અધિકાર આપે છે. અહીં સુધી કે, જો કોઈ એમ્પલોયરે અટેન્ડન્સ માર્ક કરવા માટે કોઈ કર્મચારીનાં બાયોમેટ્રિક ડેટાની જરુર છે તો તેણે સ્પષ્ટરુપે કર્મચારી પાસેથી મંજૂરી લેવી પડશે.
પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ KYC ડેટાને પ્રભાવિત કરશે
નવું પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ KYC ડેટાને પ્રભાવિત કરશે. દરેક સમયે સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવવા પર KYC પ્રોસેસને પૂરી કરવા માટે પ્રતિબંધની આવશ્યકતા છે. આ પ્રોસેસ અંતર્ગત એકત્રિત કરવામાં આવેલ ડેટા પણ નવા ડેટા પ્રોટેક્શન બિલમાં સામેલ છે. બેન્કે એકાઉન્ટને બંધ કરવા માટે 6 મહિનાથી વધુ સમય માટે KYC ડેટા સાચવી રાખવો પડશે.
બાળકોને પર્સનલ ડેટાને એકત્રિત કરવા માટે અને તેને સાચવી રાખવા માટે નિયમોનો એક સેટ બનાવવો પણ જરુરી છે. સોશિયલ મીડિયા કંપનીઓએ પણ સુનિશ્ચિત કરવું પડશે કે, લક્ષિત જાહેરાત માટે બાળકોનાં ડેટાને ટ્રેક કરવામાં આવી રહ્યો નથી. ડેટા માગનારી કંપનીઓએ ડેટા સુધી પહોચવા માટે માતા-પિતા કે અભિવાચકની મંજૂરી લેવી પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.