સેમસંગે તેનાં અપકમિંગ ફ્લેગશિપ ફોન 'ગેલેક્સી Z ફોલ્ડ 3' અને 'ગેલેક્સી Z ફ્લિપ 3'નું પ્રી બુકિંગ શરૂ કર્યું છે. 2000 રૂપિયા આપી ગ્રાહકો ફોન બુક કરાવી શકશે. જોકે હજુ પણ સેમસંગે ફોનના મોડેલ નંબર વિશે ખુલાસો કર્યો નથી.
11 ઓગસ્ટે ગેલેક્સી અનપેક્ડ ઈવેન્ટ
સેમસંગ 11 ઓગસ્ટે ગેલેક્સી અનપેક્ડ ઈવેન્ટ યોજશે. તેમાં ગેલેક્સી Z ફોલ્ડ 3, ગેલેક્સી Z ફ્લિપ 3, 2 સ્માર્ટવોચ અને વાયરલેસ ઈયરબડ્સ સહિતની પ્રોડક્ટ્સ લોન્ચ થઈ શકે છે. કોરોના વાઈરસને કારણે આ ઈવેન્ટ વર્ચ્યુઅલી યોજાશે.
ગ્રાહકોને Next ગેલેક્સી VIP પાસ મળશે
સેમસંગે અપકમિંગ ફોનનું પ્રી બુકિંગ 6 ઓગસ્ટથી શરૂ કર્યું છે. સેમસંગ ઓનલાઈન સ્ટોર અને કંપનીની ઓફિશિયલ એપ પરથી 2000 રૂપિયામાં ફોન બુક કરાવી શકાય છે. કંપની પ્રી બુકિંગ કરનારા ગ્રાહકોને Next ગેલેક્સી VIP પાસ આપશે.
₹2000 ફોનની કિંમતમાં એડ્જસ્ટ થશે
ઓફર હેઠળ પ્રી બુક કરાવનાર ગ્રાહકોને સ્માર્ટ ટેગ ફ્રીમાં મળશે. તેની કિંમત 2699 રૂપિયા છે. પ્રી બુકિંગના 2000 રૂપિયા કંપની ફોનની કિંમતમાં એડ્જસ્ટ કરશે. આ ઓફર માત્ર અપકમિંગ ગેલેક્સી ફ્લેગશિપ માટે જ અવેલેબલ છે.
તાજેતરમાં જ સેમસંગ ગેલેક્સી Z ફોલ્ડ 3ની કિંમત લીક થઈ છે. તે પ્રમાણે ફોનની કિંમત 1,49,990 રૂપિયા હોઈ શકે છે. ગેલેક્સી Z ફ્લિપ 3ની કિંમત 80,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.
સેમસંગ ગેલેક્સી Z ફોલ્ડ 3
જૂનાં મોડેલ કરતાં આમા નાની સ્ક્રીન મળશે. સ્ક્રીન અનફોલ્ડ થયા બાદ 7.5 ઈંચની થઈ જશે. ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 120Hz હશે. આર્મર ફ્રેમ હોવાથી તે વધારે મજબૂત હશે. ફોનમાં S પેન સપોર્ટ પણ મળી શકે છે.
સેમસંગ ગેલેક્સી Z ફ્લિપ 3
ફોનમાં 6.9 ઈંચની પ્રાઈમરી અને 1.9 ઈંચની સેકન્ડરી ડિસ્પ્લે મળી શકે છે. તેમાં 3900mAhની બેટરી મળી શકે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.