સેમસંગે લોન્ચ કર્યો નવો બજેટ સ્માર્ટફોન:8,499₹માં મળશે ગેલેક્સી M04, 8GB RAMની સાથે 128GB સ્ટોરેજ મળશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સેમસંગે પોતાનો ગેલેક્સી M04 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે. સેમસંગ ગેલેક્સી M04માં 6.5 ઈંચની HD+ ડિસ્પ્લે અને વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે મળશે. તે સિવાય આ સ્માર્ટફોનમાં તમને 8GB RAM પણ મળશે. સ્માર્ટફોનની પ્રારંભિક કિંમત 8,499₹ છે અને તે 16 ડિસેમ્બરથી ઓનલાઈન પ્લેટફોર્મ પર ખરીદી માટે ઉપલબ્ધ રહેશે.

મળશે બે રિયર અને એક ફ્રન્ટ કેમેરો
ફોટોગ્રાફી માટે ગેલેક્સી M04માં 13 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલનાં બે રિયર કેમેરા છે, જે બે LED ફ્લેશની સાથે આવે છે. બીજી તરફ ફ્રન્ટમાં 5 મેગાપિક્સલનો કેમેરો પણ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનને કંપનીએ મિન્ટ ગ્રીન, ગોલ્ડ, વ્હાઈટ અને બ્લૂ કલર ઓપ્શનમાં રિલિઝ કરવામાં આવ્યો છે.

5000mAhની બેટરી મળશે
આ સ્માર્ટફોનમાં રેમ પ્લસ ફીચરનાં કારણે 8GB સુધી રેમ મળશે. તે સિવાય આ સ્માર્ટફોનમાં 5000mAhની બેટરી અને 128GBનું ઈન્ટરનલ સ્ટોરેજ સ્પેસ મળશે. આ સ્માર્ટફોનમાં HD+ રિઝોલ્યૂશનની સાથે 6.5 ઈંચની ડિસ્પ્લે મળશે, જે 720*1600 pxનું HD+ રિઝોલ્યુશન આપે છે. આ સ્માર્ટફોન મીડિયાટેક હેલિયો P35 પ્રોસેસરથી સજજ છે.

સાઈડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર મળશે
કનેક્ટિવિટી માટે આ સ્માર્ટફોનમાં 4G, ડ્યુઅલ બેન્ડ વાઈ-ફાઈ, બ્લૂટુથ, GPS અને USB ટાઈપ-C પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. સુરક્ષા માટે આ સ્માર્ટફોનમાં સાઈડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન પર વનયૂઆઈ પર આધારિત એન્ડ્રોઈડ 12 OSની સાથે પ્રી-ઈન્સ્ટોલ્ડ છે. આ સ્માર્ટફોનની સાથે સેમસંગ 2 વર્ષની OS અપગ્રેડ કરે છે એટલે કે તેમાં Android 14 OS અપડેટ પણ મળશે.