કન્ફર્મ:4 રિઅર કેમેરા સેટઅપ ધરાવતો ‘ગેલેક્સી A21s’ સ્માર્ટફોન ભારતમાં 17 જૂને લોન્ચ થશે, ₹17,000 કિંમત હોઈ શકે છે
- એન્ડ્રોઈડ 10 બેઝ્ડ One UI ઓપરેટિંગ સિસ્ટમ અને ઓક્ટાકોર પ્રોસેસર મળશે
- 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે
- સિક્યોરિટી માટે રિઅર માઉન્ટ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે
- સ્માર્ટફોન બ્લેક, બ્લૂ અને વ્હાઈટ કલર ઓપ્શનમાં લોન્ચ થશે
સાઉથ કોરિયન ટેક કંપની ભારતમાં 17 જૂને તેનો A સિરીઝનો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. 4 રિઅર કેમેરા સેટઅપ અને 5000mAhની બેટરી ધરાવતો ‘ગેલેક્સી A21s’ સ્માર્ટફોન ભારતમાં 17 જૂને લોન્ચ કરશે. આ ફોન પહેલાંથી યુરોપિયન માર્કેટમાં લોન્ચ થઈ ચૂક્યો છે. હવે ભારતમાં તેનું લોન્ચિંગ બુધવારે થશે. કંપનીએ ટ્વીટ કરી તેની માહિતી આપી છે.
કિંમત
આ ફોન પહેલાંથી જ યુરોપમાં લોન્ચ થઈ ચૂક્યો છે. યુરોપિયન માર્કેટમાં તેની કિંમત GBP 179 આશરે 17,000 રૂપિયાની આસપાસ છે. આ સ્માર્ટફોન બ્લેક, બ્લૂ અને વ્હાઈટ કલર ઓપ્શનમાં લોન્ચ થશે.
યુરોપમાં લોન્ચ થયેલાં વેરિઅન્ટ પ્રમાણે ‘ગેલેક્સી A21s’ફોનનાં સ્પેસિફિકેશન‘
- ગેલેક્સી A21s’માં 6.5 ઈંચની HD+ ઈન્ફિનિટી ઓ ડિસ્પ્લે મળશે. તેનું રિઝોલ્યુશન 720X1600 પિક્સલ હશે.
- ફોનમાં એન્ડ્રોઈડ 10 બેઝ્ડ One UI ઓપરેટિંગ સિસ્ટમ અને ઓક્ટાકોર પ્રોસેસર મળશે.
- તેનું 3GB + 32GB વેરિઅન્ટ લોન્ચ થશે.
- અન્ય સ્માર્ટફોનની જેમ સેમસંગના અપકમિંગ સ્માર્ટફોનમાં પણ 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે.
- ફોનમાં 48MP + 8MP + 2MP + 2MPનું રિઅર કેમેરા મળશે.
- સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 13MPનો કેમેરા મળશે.
- સિક્યોરિટી માટે રિઅર માઉન્ટ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
- ફોનમાં 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 5000mAhની બેટરી મળશે.